Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Sandhya Chaudhari

Drama Thriller

3  

Sandhya Chaudhari

Drama Thriller

પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૮

પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૮

5 mins
464


સમ્રાટના ઘરે શશાંક, રોહિત અને સમ્રાટ ત્રણેય કોઈ યોજના બનાવી રહ્યા હતા. શું કરીએ તો શામોલી સમ્રાટ સાથે ડીનર પર જવા માટે તૈયાર થાય એ વિશે વિચારવિમર્શ કરી રહ્યા હતા.

રોહિત:- મિડલ ક્લાસ છોકરી શર્મિલી હોય છે અને એમ કંઈ અજાણ્યા સાથે જવા માટે તરત ન તૈયાર થાય. મિડલ ક્લાસ છોકરીઓને સૌથી વધારે પોતાની આબરૂ વ્હાલી હોય છે. જ્યાં સુધી શામોલીને તારી પર પૂરેપૂરો વિશ્વાસ ન આવે ત્યાં સુધી એ તારી સાથે કોઈ જગ્યાએ નહિ જાય. એટલે સૌ પ્રથમ તું શામોલીનો વિશ્વાસ જીત. એની સાથે પ્રેમનું નાટક કર.

શશાંક:- હા...હું પણ એ જ કહીશ જે રોહિતે કહ્યું. શામોલી સાથે વિશ્વાસ અને પ્રેમનું નાટક કર.

"આ ટોપિકની ચર્ચા પછી કરીશું. રાઘવ સામે આ ટોપિકની ચર્ચા કરવી યોગ્ય નથી."

રાઘવને આ તરફ આવતા જોઈને સમ્રાટે કહ્યું.

શશાંક:- ફોન પર બહુ લાંબી વાત થઈને? કોની સાથે વાત કરતો હતો?

રોહિત:- કોણ હોય!!! આપણી સ્વરાભાભી.

સમ્રાટ:- કેટલી લાંબી વાત કરો છો તમે બંન્ને?

રાઘવ:- ભાઈ તને પ્રેમ થશેને ત્યારે ખબર પડશે. પછી મને યાદ કરજે.

"પ્રેમની વાત પરથી યાદ આવ્યું. સમ્રાટને એક છોકરી ગમે છે." શશાંકે કહ્યું. રાઘવ ન જુએ તેમ સમ્રાટ અને રોહિતને ઈશારો કર્યો.

રાઘવ:- ખરેખર? કોણ છે એ છોકરી?

સમ્રાટ:- ના કોઈ નથી...આ લોકો તો બસ મજાક કરે છે.

રોહિત:- રાઘવ તને જોઈને એ વાત છુપાવે છે. એ તને કહેવા નથી માંગતો.

રાઘવ:- મને જોઈને કેમ વાત છુપાવે છે? મને એકવાર કહી તો જો. સમ્રાટ તું જો એને પ્રેમ કરતો હોય તો ચોકકસ હું મદદ કરીશ.

સમ્રાટ:- પ્રેમ છે કે ખબર નહિ. અત્યારે તો મને બસ ગમે છે. પહેલાં મારે એની સાથે દોસ્તી કરવી પડશે. પછી મને ખબર પડશે કે એ પ્રેમ છે કે નહિ?

શશાંક:- રાઘવ, સમ્રાટને અત્યારે તો એની સાથે દોસ્તી કરાવી આપ.

રાઘવે વિચાર્યું કે સમ્રાટને આજ સુધી કોઈ છોકરી સાથે પ્રેમ નથી થયો. આ કંઈ છોકરી છે જેની સાથે એ દોસ્તી કરવા આટલો તલપાપડ થાય છે. કદાચ આ છોકરી માટે એના મનમાં પ્રેમની લાગણીના અંકુર ફૂટ્યા હશે. એટલે પહેલાં એ દોસ્તી કરીને એ છોકરીનાં મનમાં શું છે તે જાણવા માંગતો હોય. આટલાં વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે. એટલે ખરેખર સમ્રાટને કોઈ છોકરી સાથે પ્રેમ થયો છે.

"ક્યાં ખોવાઈ ગયો?" રોહિતે રાઘવને હલાવતાં કહ્યું.

રાઘવ:- હા તો હું એ જ કહું છું કે મને એ છોકરીનું નામ-ઠામ તો કહો કે જેથી સમ્રાટની મદદ કરી શકું. આખરે સેમને પ્રેમ થઈ જ ગયો!!!

શશાંક:- આપણાં જ સ્કૂલમાં છે.

રાઘવ:- તો તો બહું જ સરસ.

રોહિત:- આપણાં જ ક્લાસની છે.

રાઘવ:- અરે એ તો વધુ સારું. પણ એ છોકરીનું નામ તો કહો.

સમ્રાટ:- સ્વરાની બેસ્ટફ્રેન્ડ છે.

રાઘવ:- કોણ? શામોલી??

રોહિત:- હા. આપણા ભાઈને શામોલી સાથે લવ થઈ ગયો છે.

શશાંક:- રાઘવ મારી પાસે એક યોજના છે શામોલી અને સમ્રાટને મળાવવાનો. તું હેલ્પ કરીશ?

રાઘવ:- આ કંઈ પૂછવાની વાત છે? અફ કોર્સ હું જરૂર મદદ કરીશ.

રોહિત:- તો યોજના આ પ્રમાણે છે કે રાઘવ અને સ્વરા રવિવારે મુવી જોવાનો પ્લાન બનાવશે. કાલે શનિવાર છે અને કેન્ટીનમાં રાઘવ સ્વરાને કહેશે કે મુવી જોવા જઈએ. રાઘવ સમ્રાટને અને શામોલીને મુવી જોવા આમંત્રણ આપશે.

રાઘવ:- નાઇસ...નોટ બેડ

સામ્રાટને ખ્યાલ આવી ગયો હતો કે એમ શામોલી પોતાના હાથમાં સહેલાઈથી આવી જવાની નહોતી. સમ્રાટની નજર સમક્ષ વારંવાર ચણિયાચોળીવાળી શામોલી આવી જતી.

સમ્રાટે શામોલી સાથે પ્રેમનું નાટક કરવાનો મનોમન નિર્ણય તો કર્યો પણ આ જ વાત સમ્રાટને ખટકતી રહી. કારણ કે આ રીતે પ્રેમનું નાટક કોઈ સાથે કર્યું નહોતું. આજ સુધી સમ્રાટ જેટલી છોકરીને મળ્યો છે એમને સ્પષ્ટપણે કહી દીધું હતું કે પ્રેમ જેવી બાબતમાં મને કોઈ રસ નથી. છોકરીઓ જોડે હરવું ફરવું અને મજા કરવી બસ એટલું જ. એથી વિશેષ કંઈ નહિ. પણ શામોલી એટલી આસાનાથી એના હાથમાં નથી આવવાની તો પ્રેમનું નાટક કરવું જ રહ્યું.

બીજા દિવસે કેન્ટીનમાં રાઘવ અને સમ્રાટ બંન્ને

સ્વરા અને શામોલી હોય છે ત્યાં આવે છે.

એકબીજાને હાઈ કહે છે.

રાઘવ:- સ્વરા કાલનો શું પ્લાન છે તારો?

સ્વરા:- કંઈ ખાસ નહિ.

રાઘવ:- કશે ફરવા જઈએ કે મુવી જોવા જઈએ?

સ્વરા:- મુવી જોવા જઈએ.

રાઘવ:- સમ્રાટ તું પણ આવજે.

સમ્રાટ:- ના ના મારે કબાબમાં હડ્ડી નથી બનવું.

હા કોઈ મારી સાથે આવે તો મને વાંધો નથી.

રાઘવ:- શામોલી છે ને એ પણ સાથે આવશે. કેમ શામોલી આવીશ કે નહિ?

શામોલી તો મનોમન ખુશીથી ઉછળી પડી પણ ચહેરા પર ખુશીના ભાવ આવવા ન દીધા.

સમ્રાટ:- વાય નોટ..... શામોલીની કંપની મને ગમશે. કમ ઓન શામોલી શું વિચારે છે? મને કંપની આપીશ ને?

શામોલી:- ઓકે

સાંજે સ્વરા રાઘવને કહે છે કે "સમ્રાટને શું કરવા આપણી સાથે મુવી જોવા ઈન્વાઈટ કર્યું? મને સમ્રાટ ખાસ પસંદ નથી."

રાઘવ:- સમ્રાટના મનમાં શામોલી પ્રત્યે ફીલીંગ્સ છે એટલે એ લોકો એકબીજાને નજીકથી જાણી લે તો સારું. એટલે જ એમની વચ્ચે દોસ્તી થાય માટે જ સમ્રાટ અને શામોલીને મુવી માટે કહ્યું.

સ્વરા:- સમ્રાટ? અને પ્રેમ? અસંભવ..!!!

રાઘવ:- પહેલા એ લોકો વચ્ચે દોસ્તી તો થવા દે. શું ખબર બંન્ને વચ્ચે પ્રેમ થઈ જાય.

સ્વરા:- ઓકે

રવિવારની સાંજે સ્વરા અને શામોલી ચાર રસ્તા પર રાહ જોતા ઉભા હોય છે. પાંચ મિનીટ થઈ હશે ને રાઘવ અને સમ્રાટ પોતપોતાની બાઈક લઈને આવે છે. શામોલી તો સમ્રાટને જોઈને જ ફીદા થઈ ગઈ. બ્લુ જીન્સ, વ્હાઈટ શર્ટ, જેકેટ અને ગોગલ્સમાં ખૂબ હેન્ડસમ લાગતો હતો સેમ.

બાઈક ઊભી રાખીને શામોલીને હાઈ કહ્યું. શામોલીએ પણ સ્મિત સાથે હાઈ કહ્યું.

"ચાલ બેસી જા." સમ્રાટે બાઈક ચાલું કરતા કહ્યું.

શામોલી બાઈક પર એક સાઈડ પર બેસી ગઈ.

સમ્રાટે બાઈક હંકારી મૂકી.

સમ્રાટને એમ કે શામોલી જીન્સ કે સ્કર્ટ પહેરીને આવશે. પણ શામોલીએ તો બ્લેક એન્ડ રેડ કલરનો ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો. શામોલી સમ્રાટને થોડી અલગ લાગી.

સ્વરા-રાઘવ અને શામોલી-સમ્રાટ ચારેય જણ ક્યારેક મુવી તો ક્યારેક ગાર્ડન કે ફાર્મ હાઉસ જતા હતા. આ સમય દરમ્યાન શામોલી અને સમ્રાટ ખૂબ સારા ફ્રેન્ડ બની ગયા હતા અને દરરોજ વોટ્સએપ પર ચેટિંગ પણ થતી રહેતી. શામોલી તો જાણે કે હવામાં જ ઉડી રહી હતી.

એક દિવસે સાંજના સમયે સમ્રાટે રાઘવ અને સ્વરાની હાજરીમાં શામોલી સામે ઘૂંટણ પર બેસી રેડ રોઝ આપીને પ્રપોઝ કરી દીધું.

સમ્રાટ:- આઈ લવ યુ શામોલી. ડુ યુ લવ મી?

શામોલીએ શરમાઈને હા કહી રેડ રોઝ લઈ લીધું.

શામોલીની ખુશીનો તો પાર જ ન રહ્યો.

ઘરે રૂમનો દરવાજો બંધ કર્યો. સોંગ ચાલું કરી દીધું અને ડેન્સ કરવા લાગી.

..તુમ મિલે તો લમહે થમ ગયે..તુમ મિલે તો પાયા હૈ ખુદા......

રાતના સમ્રાટ સાથે ઓનલાઇન પર ચેટિંગ કરીને શામોલીએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ જ ન આવી. બસ સમ્રાટના જ વિચારો આવ્યા કરતા અને સમ્રાટ સાથે વિતાવેલી દરેક પળને યાદ કરતી. મોડેથી માંડ માંડ ઊંઘ આવી. પછી તો શામોલી અને સમ્રાટ લગભગ દર શનિ રવિ મળતા.

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Sandhya Chaudhari

Similar gujarati story from Drama