પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૧૪
પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૧૪


શામોલીએ કહી તો ધીધુ કે પ્રેમ પર વિશ્વાસ કરવું એના માટે ઈમ્પોસીબલ છે પણ પેલું કહેવાય છે ને કે પ્રિતની ઝંખના એક પાણી જેવી છે. થોડા સમય પછી તરસ લાગે જ લાગે. પ્રિત એ પ્રિત છે.
હાર્ટ બ્રેક વ્હેન પીપલ ચેંજ બટ સ્ટે ધ સેમ.
કોલેજનો પહેલો દિવસ હોય છે. સવારે નાસ્તો કરતા સમ્રાટને એના પપ્પા કહે છે કે " બેટા તારી કોલેજમાં શિવાંગી નામની છોકરી આવશે. શિવાંગી મારા ખાસ મિત્રની દીકરી છે. આ શહેર અને આ કોલેજ એના માટે નવી છે એટલે તારે ખાસ એનું ધ્યાન રાખવાનું છે. સમજ્યો?" આટલું કહી સમ્રાટને પોતાના મોબાઈલમાં શિવાંગીનો ફોટો બતાવ્યો.
શામોલી અને સ્વરા કોલેજ પહોંચે છે. સમ્રાટ અને રાઘવ આવતા હતા એટલામાં જ એક છોકરી ઉતાવળમાં આવતી હોવાથી સમ્રાટ સાથે અથડાય છે. એ છોકરી નીચે પડતા પડતા રહી જાય છે. એ છોકરી નીચે પડે તે પહેલાં સમ્રાટે બંન્ને હાથે એને કમરથી પકડી લે છે. કોઈ હીન્દી રોમેન્ટીક ફિલ્મ ચાલતી હોય એમ હીરો સમ્રાટ અને પેલી છોકરી હીરોઈન છે એવું લાગી રહ્યું હતું. હીરો હીરોઈનને નીચે પડતા બચાવી લે.
શામોલી જોઈ જ રહી. આ જોઈ શામોલીને ઈર્ષા થઈ આવી.
"ઑહ શિવાંગી તું છે." સમ્રાટ એને ઉભી કરતા બોલ્યો. સમ્રાટ શિવાંગીને ઉભી કરતો હતો ત્યારે શામોલીની આંખમાં એણે કશુંક જોયું. શામોલીની આંખોના ભાવ એણે પકડી પાડ્યા.
શિવાંગી:- સોરી. મારો ક્લાસરૂમ મળતો નથી એની ઉતાવળમાં તમારી સાથે ભટકાઈ. સૉરી. પણ તમને મારું નામ કંઈ રીતે ખબર?
"હાઈ આઈ એમ સમ્રાટ. પણ બધા મને સેમ કહે છે." સમ્રાટે શેક હેન્ડ કરતા કહ્યું.
શિવાંગી:- ઑહ તો તું સમ્રાટ છે.
સમ્રાટે પોતાના મિત્રોની ઓળખાણ આપતા કહ્યું. " આ રાઘવ..આ છે રાઘવની ગર્લફ્રેન્ડ સ્વરા..અને આ છે શામોલી.."
વારાફરતી શિવાંગીએ હાથ મિલાવી હાઈકહ્યું.
એમા શામોલીએ શિવાંગીનો હાથ થોડો જોરથી દબાવ્યો કે શિવાંગીના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. સમ્રાટ, રાઘવ અને સ્વરાએ આ નોટીસ કર્યું.
સ્વરા:- શું કરે છે?
શામોલી:- ઑહ આઈ એમ રીયલી સોરી.
શિવાંગી:- ઇટ્સ ઓકે.
સમ્રાટ:- હેઈ ગાઈઝ હું તમને પછી મળુ. શિવાંગીને ક્લાસ શોધવામાં હેલ્પ કરવી છે. બાય
"હું પણ શશાંક અને રોહિતને મળીને આવ્યો." એમ કહી રાઘવ પણ ત્યાંથી નીકળી જાય છે.
"સમ્રાટને શું જરૂર હતી એની હેલ્પ કરવાની. જાતે ક્લાસ ન શોધી લેવાય? હં..અને સમ્રાટ પણ દોઢડાહ્યો બની એની પાછળ ગયો." શામોલીએ મોઢુ મચકોડતા કહ્યું.
"શામોલી તને કશાકની સ્મેલ આવે છે?" સ્વરાએ કહ્યું.
"નહિ...પણ તને શાની સ્મેલ આવે છે?"
શામોલીએ કહ્યું.
"લગતા હએ કહીપે કુછ જલ રહા હે!" સ્વરા શામોલીને ચીડવતા બોલી.
શામોલી:- હું અને શિવાંગીથી જેલીસ?
ઇમ્પોસીબલ.
સ્વરા:- એ તો પછીથી ખબર પડશે.
શામોલી:- થઈ ગયું તારું? ચાલ હવે ક્લાસમાં જઈએ.
શામોલી અને સ્વરા ક્લાસમાં આવે છે. રાઘવ પણ આવે છે.
હજી સુધી સમ્રાટ ન આવ્યો? ક્યાં રહી ગયો?
શામોલી હજી આગળ વિચારે એ પહેલાં જ સમ્રાટ ક્લાસમાં દાખલ થાય છે.
હાશ પેલી શિવાંગીનો ક્લાસ જુદો છે નહિ તો ક્લાસમાં પણ સાથે હોત તો સમ્રાટની આસપાસ જ ફર્યા કરત. શામોલીને એવો વિચાર આવે છે એટલામાં જ શિવાંગી સમ્રાટની પાછળ આવતા દેખાય છે. શામોલીને જરાય ન ગમ્યું.
સમ્રાટની નજર તો શામોલીના ચહેરા પરના હાવભાવ પર જ હતી.
"મિત્રો શિવાંગી આપણા જ ક્લાસમાં છે." સમ્રાટે કહ્યું. એટલામાં જ પ્રોફેસર આવે છે અને લેક્ચર ચાલું થાય છે.
શામોલીનું તો ભણવામાં ધ્યાન જ નહોતું.
બીજી બેંચ પર બેસી રહેલી શામોલી પહેલી બેંચ પર બેઠેલા સમ્રાટ અને શિવાંગીને તાકતી રહી. શિવાંગીને પોતાની બાજુમાં બેસાડવાની શું જરૂર હતી? શામોલીને સમ્રાટ પર ગુસ્સો આવ્યો.
થોડા દિવસમાં સમ્રાટ અને શિવાંગી ખૂબ સારા મિત્રો બની ગયા. સમ્રાટ અને શિવાંગીને એકબીજા સાથે હસતા જોતી ત્યારે શામોલીને મનમાં લાગ્યું કે સમ્રાટ શિવાંગી સાથે ખુશ છે.
સચ પૂછો તો હકીકત
નઝર કે સામને હૈ કી વો
અપના નહી મગર ..
દીવાનગી એસી કઈ દિલ
રાઝી હી નહી હોતા
ઉસે ગેર અન લેને કો!
શામોલી અને સમ્રાટ બંન્ને એકબીજાને જોયા કરતા પણ કોઈની હિંમત ન થઈ બોલવાની કે
હું તને પ્રેમ કરું છું.
નથી મળી શકતા,
નથી અલગ થઈ શકતા,
"જીવી નથી શકાતું તારા વગર"
એવું પણ એકબીજાને
કહી નથી શકતા.
ક્રમશઃ