The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Sandhya Chaudhari

Romance

3  

Sandhya Chaudhari

Romance

પ્યાર ઈમ્પોસિબલ- ભાગ ૧૫

પ્યાર ઈમ્પોસિબલ- ભાગ ૧૫

5 mins
514


રાઘવ અને સ્વરાએ વિચાર્યું કે શામોલી અને સમ્રાટને આપણે મળાવવા જ જોઈએ. પણ કેવી રીતે ? બંન્ને એકબીજાને ચાહતા હતા પણ કહી નહોતા શકતા. આખરે રાઘવ સમ્રાટને સમજાવશે અને સ્વરા શામોલીને એવું બંન્ને જણા નક્કી કરીને ગયા.

સ્વરા:- શામોલી જો તું અહમમાં રહીશ તો તું સમ્રાટને ખોઈ બેસીશ. સમ્રાટ આજકાલ શિવાંગી સાથે વધારે સમય પસાર કરે છે. પછી તારી ઈચ્છા.

શામોલી:- સમ્રાટને હું ચાહું છુ પણ એ શિવાંગી સાથે ભલે ખુશ રહેતો. એના સેલ્ફ રીસ્પેક્ટને મેં ઠેસ પહોંચાડી છે તો બની શકે કે એ હવે મને પ્રેમ ન કરતો હોય.

સ્વરા:- ધારો કે સમ્રાટ તને મળવા તૈયાર થાય તો ?

શામોલી:- મને મળવામાં વાંધો નથી પણ એ મને મળવા તૈયાર થશે ?

સ્વરા:- હું રાઘવ સાથે વાત કરીશ.

શામોલી:- ઓકે.

આ બાજુ રાઘવની સમજાવટથી સમ્રાટ પણ શામોલીને મળવા તૈયાર થઈ ગયો. સમ્રાટે એક મેસેજ કર્યો કે કાલે તૈયાર રહેજે. હું લેવા આવીશ. આપણે ફાર્મહાઉસ જઈશું. શામોલીએ ઓકેનો રિપ્લાય આપ્યો. શામોલીએ બીજો મેસેજ કર્યો પણ સમ્રાટ તરફથી કોઈ રિપ્લાય ન આવ્યો. ત્રીજો મેસેજ કર્યો છતા પણ કોઈ રિપ્લાય ન આવ્યો.

આખી સ્કૂલની સામે મેં એના પ્રપોઝલને એકસેપ્ટ ન કર્યું. એની સ્વમાન ને ઠેસ પહોંચી છે. ત્યારપછી મારી સાથે કોઈ ફોન પર કે મેસેજથી વાત પણ નથી કરી. એણે મને વિશ્વાસ દેવડાવવા કેટલો પ્રયત્ન કર્યો પણ મેં જ એના પર વિશ્વાસ ન કર્યો. કેટલી પથ્થર દિલ બની ગઈ હતી હું. સમ્રાટે મને મનાવવા પોતાના આત્મસમ્માનને ગીરવે મૂકી દીધો. સમ્રાટે તો પ્રેમ નિભાવ્યો. અને મેં શું કર્યું ? માત્ર પ્રેમ કર્યો પણ નિભાવ્યો તો નહિ જ. હવે તારો વારો છે પ્રેમ નિભાવવાનો. ભલે સમ્રાટ હવે મને પ્રેમ નહિ કરતો હોય પણ આજે મળીને કમસેકમ એની માફી તો માંગી લઈશ. સમ્રાટને મળવાનો નિર્ણય કરી શામોલી ઊંઘી ગઈ.

બીજા દિવસે શામોલી સમ્રાટની રાહ જોતી ઉભી હોય છે. સમ્રાટ કાર લઈને આવે છે. શામોલીએ કારમાં બેસતા બેસતા સમ્રાટ તરફ નજર કરી. કારમાં ગીત વાગતું હતું.

जितनी दफ़ा देखूं तुम्हें

धड़के ज़ोरों से

ऐसा तो कभी होता नहीं

मिलके गैरों से

दूर जाना नहीं

तुमको है कसम

खुदसे ज्यादा तुम्हें

चाहतें हैं सनम

આ ગીતસાંભળતા શામોલીની આંખમાં ઝળઝળીયા આવી ગયા. સમ્રાટ જોય ન જાય તે માટે પોતાના વાળને ચહેરા પર લાવી દીધા અને બારી બહાર જોઈ ગઈ. સમ્રાટે આ વાત નોંધી લીધી. સમ્રાટ પણ કદાચ ઈમોશનલ થઈ ગયો હશે એટલે ખિસ્સામાંથી ગોગલ્સ કાઢી પહેરી લીધા.

ફાર્મ હાઉસ આવ્યું ત્યાં સુધી બંન્ને વચ્ચે મૌન જ છવાઈ રહ્યું. સમ્રાટની પાછળ પાછળ આવી. રૂમમાં જઈ સમ્રાટે પૂછ્યું,

"શું વાત કરવી છે તારે મને અહીં મળવા કેમ બોલાવ્યો ?"

શામોલી:- મેં તને મળવા નથી બોલાવ્યો. તે મને મળવા બોલાવી છે.

સમ્રાટ:- તને કોણે કહ્યું કે હું તને મળવા માંગુ છું ?

શામોલી: સ્વરાએ

બંન્ને સમજી ગયા કે બંન્નેએ એકબીજાને મળવા નથી બોલાવ્યા પણ સ્વરા અને રાઘવે બંન્નેને અમને મળાવવા માટે ખોટું બોલ્યા છે. થોડીવાર બંન્ને વચ્ચે મૌન છવાઈ રહ્યું.

સમ્રાટ:- ઘરે જઈએ ?

શામોલી:- મારે તને એક વાત પૂછવી છે ?

સમ્રાટ:- બોલ શું કહેવું છે ?

શામોલી:- શું તું શિવાંગીને.....મતલબ કે કે તું અને શિવાંગી.....

સમ્રાટ : "મારા અને શિવાંગી વિશે જાણીને શું કરવું છે તારે. મારી શું હાલત છે તે તું જાણે છે ? પણ તને શું ફરક પડે છે ?"

સમ્રાટના આ વાગ્બાણોએ શામોલીના હ્દયને ઘાયલ કરી દીધું. પોતે એટલી બધી પથ્થર દિલ થઈ ગઈ હતી કે સમ્રાટને પોતાના હાલ પર જ છોડી દીધો.

"પ્લીઝ સમ્રાટ મને માફ કરી દે.

હું જાણું છું કે મેં તારા હ્દયને કેટલી ઠેંસ પહોંચાડી છે. આઈ એમ રીયલી સોરી. તે મારો વિશ્વાસ જીતવા તારા આત્મસમ્માનને ગીરવે મુકી દઈ મને આખી સ્કૂલ સામે પ્રપોઝ કર્યું પણ મેં તારા પર વિશ્વાસ ન કરી બહુ મોટી ભૂલ કરી છે. તે પ્રેમ કર્યો અને નિભાવ્યો પણ. પરંતુ મેં તારા પર વિશ્વાસ ન કરી પ્રેમને નિભાવી ન શકી. મેં માત્ર પ્રેમ કર્યો પણ હું એને નિભાવી ન શકી. હું તારે લાયક નથી. શિવાંગી બહુ સારી છોકરી છે. તું અને શિવાંગી ખુશ રહેજો. Byeબાય" એમ કહી શામોલી ત્યાંથી જતી હોય છે કે સમ્રાટ એને રોકતા કહે છે

"એક મિનીટ શામોલી. મારે પણ તને એક વાત પૂછવી છે."

શામોલી:- બોલ

સમ્રાટ:- આઈ નો, કે તું મને પ્રેમ કરે છે. પણ હું તારા મોઢેથી સાંભળવા માંગુ છું કે તું મને પ્રેમ કરે છે ?

શામોલી:- હા હું તને પ્રેમ કરું છું અને તારા માટે કંઈપણ કરી શકું.

આ સાંભળી સમ્રાટને ખુશી થઈ. શામોલીની નજીક જઈ એક હાથ દિવાલ પર રાખી સમ્રાટે કહ્યું "મારા માટે શું કરી શકીશ ?

શામોલી:- તું એક વાર કહી તો જો.

પોતાનો ચહેરો શામોલીના ચહેરાની નજીક લાવે છે. સમ્રાટની નજર શામોલીના હોંઠ પર પડે છે. હોઠોનું નજીવું જ અંતર હોય છે. આપોઆપ શામોલીની પાંપણો બીડાય જાય છે. બંન્ને એકબીજાના શ્વાસોની ગરમાહટ મહેસુસ કરે છે. ધીમે રહીને સમ્રાટ શામોલીના હોઠને કિસ કરે છે. શામોલી આંખો બંધ કરી સમ્રાટના મીઠા ચુંબનોને માણે છે. ઘણીવાર સુધી સમ્રાટ શામોલીના હોઠનું રસપાન કરતો રહ્યો. શામોલીના શ્વાસ રૂંધાવા લાગ્યા એટલે સમ્રાટ શામોલીથી સહેજ અળગો થયો.

એક ક્ષણ સમ્રાટ શામોલીને જોઈ રહ્યો. શામોલી નીચી નજર કરી શરમાઈ રહી હતી. બીજી ક્ષણે શામોલીને પોતાની બાહોમાં લઈ લીધી.

શામોલી:- શું તું શિવાંગીને....

સમ્રાટ:- મેં તને કહ્યું હતું ને કે આપણી વચ્ચે ગમે તેટલો મોટો ઝઘડો થઈ જાય પણ હું તને ક્યારેય છોડીને નહિ જાઉં. તે એવું વિચારી પણ કેમ લીધું કે હું તારા સિવાય બીજી કોઈ છોકરીને પ્રેમ કરીશ. હું માત્ર તારો અને તારો જ છું. પણ તું મારી શામોલી લાગતી નથી.

શામોલી:- કેમ એવું કહે છે? હું તારી જ છું. માત્ર તારી.

સમ્રાટ:- મારી શામોલી હોત તો મને વળગીને રડે. આ રીતે મારાથી આંસુ ન છુપાવે.

શામોલી:- તો મિસ્ટર સ્માર્ટ તમે શું કરવા ગોગલ્સ પહેર્યા હતા?

સમ્રાટ:- અરે, એ તો મેં.....

શામોલી:- એ તો મેં પછી શું ?

સમ્રાટ:- એ તો મેં એટલે પહેર્યાં હતા કે.....

શામોલી:- રહેવા દે. કશું બોલવાની જરૂર નથી.

આટલા દિવસોથી સમ્રાટથી દૂર રહેલી શામોલી સમ્રાટની બાહોમાં આવતા જ ઘણી રાહત અનુભવે છે.

અવકાશ નથી હવે તારી ને મારી વચ્ચે

અજાણ્યા બની રહેવાનો

હવે તો બસ હક્ક છે મને,

તને વેલની જેમ વીંટળાઈ વળવાનો.

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Romance