Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

પુસ્તકની કહાણી

પુસ્તકની કહાણી

2 mins
671


એક દિવસ રાજુભાઈ એક શાળાના પુસ્તકાલયમાં ગયા. ત્યાં તેમણે એક બોલતું પુસ્તક જોયું.પુસ્તક હતું ગાંધીજીની આત્મકથા. રાજુભાઈ તો તેની સાથે વાતચીત કરવા લાગ્યા.તે કહે છે કે, તું આંખો દિવસ આમ બંધ કબાટમાં મુરઝાઇ નથી જતું.

ત્યારે પુસ્તકે તેને કહ્યું, "હું છું એક પુસ્તક.મારુ નામ છે ગાંધીજીની આત્મકથા. આમ તો મારું પ્રકાશન લગભગ પંદરેક વર્ષ પહેલાં થયુ હતુ. ત્યારપછી હું એક સુરતની મોટી બુક સ્ટોલમા લાવવામાં આવ્યું. ઘણી બધી વખત ઘણાં લોકો પુસ્તકની ખરીદી કરવા આવે. પુસ્તકોના થપ્પા ભેગો મને પણ બહાર કાઢવામાં આવે. લોકો મને ખોલીને જુએ પરંતુ મારી સાઈઝ અને પુસ્તકનાં પાનાં જોઈ તરત બંધ કરી ત્યાં જ રાખી દે.

કદાચ મારા પુસ્તકનાં પેઈઝ વધારે હતા. એટલે કયારે પુરું થશે એ વિચારીને જ મને એ જ હાલતમાં બંધ કરી ફરી બુકસ્ટોર્સમા ગોઠવી દેવાય. આમને આમ વર્ષો સુધી હું તેજ બુક સ્ટોરમાં ધૂળની ડમરીમાં વીંટળાઈને પડ્યું રહેતું. હું ઘણું બધું કહેવા માગતું હતું. વિચારતો કે કોઈ મને આવીને અહિંથી લઈ જાય અને મારું વાંચન કરે.પરંતુ મારી મનની મનમાં જ રહી જતી.

પણ એક દિવસ મારી આતુરતાનો આખરે અંત આવ્યો. શાળામાં પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવાની ગ્રાન્ટ આવી. સુરતની એક સરકારી શાળામાં મને લઈ જવામાં આવ્યું. મારી સાથે ઘણાં પુસ્તકો હતા. પરંતુ મને ખૂબ આનંદ હતો કે હાશ આજે હું આ બંધ કબાટમાંથી બહાર નીકળ્યું છું. હવે મુક્ત મને લોકો સુધી પહોચીશ અને મારા વિચારો તે તેના જીવનમાં અપનાવશે.પરંતુ આ બધું જેટલું સહેલું દેખાય છે તેટલું સહેલું નથી.

સુરતની એ શાળામાં ફરી મને બંધ કરી કબાટમાં ધૂળ ખાવા બંધ કરી દેવાયું. મારો જીવ આ બંધ કબાટમાં મુંઝાતો હતો. હું પોકારી પોકારીને સૌને કહેવા માગતું હતું કે, "મારામાં ઘણી બધી વાત પડેલી છે. તમે બધા એ વાંચો." પરંતું આ બંધ કબાટમાંથી મારો અવાજ સાંભળે જ કોણ.

એક દિવસ અચાનક મારું ભાગ્ય ખુલ્યું અને મારામાં વર્ષોથી બંધ પડેલો આત્મા રાજી થયો. બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં ગાંધીજીની આત્મકથા વિશે વક્તવ્ય બોલવાનું હતું. ધોરણ સાતના એક બાળકે મને ખોલ્યું. અને મારામાં વર્ષોથી બંધ પડેલું જ્ઞાન આજ શાળાના દરેક વિદ્યાર્થી અને શિક્ષક સુધી પહોંચ્યું.આજ મારા આનંદનો પાર ન રહ્યો.

આ છે મારા જીવનની કથા.પણ ત્યાર પછી ફરી અહિ શાળાના એક કબાટમાં બંધ જ છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational