STORYMIRROR

Kaushik Dave

Drama Classics Inspirational

3  

Kaushik Dave

Drama Classics Inspirational

પુસ્તક અને મદદ

પુસ્તક અને મદદ

1 min
166

લાયબ્રેરીયન પટેલ સાહેબ સ્વભાવે કડક પણ દિલથી નરમ હતા. કોલેજની લાયબ્રેરીને દસ વર્ષથી સરસ રીતે સંભાળતા હતા. વાર્ષિક ઈન્વેન્ટરી વખતે કોઈ પુસ્તક ગુમ થયેલું માલુમ પડે તો તેઓ પોતાના ખર્ચે બજારમાંથી એ પુસ્તક ખરીદીને લાયબ્રેરીમાં ઉમેરતા હતા. કોઈ સ્ટુડન્ટ કોઈ પુસ્તકના પાનાંઓ ફાડ્યા હોય તો એની પાસે પેનલ્ટી પણ ભરાવતા હતા.

આજે એમણે જોયું કે એક સ્ટુડન્ટ એક પુસ્તકને પોતાના શર્ટમાં સંતાડતો હતો. પટેલ સાહેબની નજરમાં આવી ગયું.એ વખતે કંઈ બોલ્યા નહીં. પછી એ સ્ટુડન્ટ વિશે તપાસ કરતા એ ગરીબ હતો. એના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી.

બીજા દિવસે પટેલ સાહેબે પેલા સ્ટુડન્ટને બોલાવ્યો. એની પુછપરછ કરતા ખબર પડી કે આર્થિક સ્થિતિ સારી ના હોવાથી મોંઘા પુસ્તક ખરીદી શકતો નથી. પરિક્ષા નજીક આવતી હોવાથી પાસ થવું જરૂરી હતું પણ પુસ્તક નહોતું એટલે એ પુસ્તક સંતાડીને લઈ ગયો હતો.કાલે વાંચીને પાછું મુકીશ માટે માફ કરજો. મેનેજમેન્ટમાં જાણ કરશો તો મારું જીવન બગડશે.

આ સાંભળીને પટેલ સાહેબની આંખોમાંથી આંસુ આવી ગયા.બીજા દિવસે પેલા સ્ટુડન્ટને મદદ કરવાનું વચન આપીને જરૂરી પુસ્તકો અપાવ્યા. ખરેખર જેને ભણવાની જરૂર છે તેમજ પુસ્તકોની જરૂરિયાત છે એવાને મદદરૂપ થવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama