mariyam dhupli

Inspirational Children

3.2  

mariyam dhupli

Inspirational Children

પુનરાવર્તન

પુનરાવર્તન

1 min
186


હસન દોડતો રસોડામાં આવીને ફાતેમાના શરીરને વીંટળાઈ વળ્યો. એના નાના દીકરાની આંખો અશ્રુઓથી ભીંજાઈ ચૂકી હતી. ડૂસકાંઓ ભરતા અમ્મી આગળ એણે મનના વિચારો છૂટા મુક્યા. 

" અમ્મી હું સાચેજ ડફોળ છું. મને કશુંજ આવડતું નથી. હું કદી સફળ ન બનીશ. " 

એ શબ્દો સાંભળતાજ ફાતેમા ધ્રૂજી ઊઠી.

એવું ન હતું કે એણે આ શબ્દો પ્રથમવાર ઘરમાં સાંભળ્યા હતાં. અંતિમ બે વર્ષોથી હજારો વાર આ શબ્દો ઘરમાં પ્રયોજાયા હતાં. પોતાના પતિ અનવરે વારંવાર પોતાના દીકરાને એજ રીતે સંબોધ્યો હતો. હસનની સ્મૃતિ શક્તિ કાચી હતી. કુરાનની આયતો યાદ કરવામાં એને તકલીફ થતી હતી. અનવર અકળાઈ ઉઠતો. એના મોઢેથી નકારાત્મક શબ્દોનો વરસાદ વરસતો. પણ આજે તો આ શબ્દો સીધાજ હસનના મોઢેથી.....

ફાતેમા આગળ કશું વિચારે એ પહેલા એનો મોટો દીકરો હુશેન રસોડા તરફ ધસી આવ્યો. એની આંખોમાં આનંદનો ઉત્સવ હતો. 

" અમ્મી આજે આખું યાસીન મોઢે થઇ ગયું. હું દરરોજ યુટ્યુબ ઉપર નિયમિત યાસીન સાંભળતો હતો.અબ્બા સાચુંજ કહે છે. જે શબ્દો વારંવાર કાન ઉપર પડ્યા કરે એ મગજમાં પોતાનું સ્થાન ચોક્કસ બનાવી લે છે. " 

પોતાની ખુશીનો ઉત્સવ અબ્બા જોડે આગળ વધારવા હુશેન રસોડાની બહાર તરફ નીકળી ગયો. 

ફાતેમાએ હસનને એક ચુસ્ત આલિંગનમાં ઘેરી લીધો. એના ડૂસકાં હજી પણ યથાવત હતાં. 

(*યાસીન =કુરાનનું હૃદય ગણાતી આયત )


Rate this content
Log in

Similar gujarati story from Inspirational