Dipak Chitnis

Romance

3  

Dipak Chitnis

Romance

પુન: મિલન

પુન: મિલન

5 mins
155


હિંદુસ્તાનની કુબેરનગરી તરીકે જેની ગણના થવા પામે છે તેવા મુંબઈ શહેરના વિલે પાર્લે સ્ટેશનના વેઈટિંગ રૂમમાં પલક એક બાજુ અને પલ્લવી બીજી બાજુ બેઠાં હતાં. તેઓને પોતાને તો ખબર ન હતી કે બંને એકબીજાને આ જગ્યાએ મળશે. પરંતુ કહેવામાં કહેવત બહુજ સુંદર છે કે, ન જાણે જાનકી નાથે કાલે શું થવાનું છે તે જાણવાની જિજ્ઞાસા માનવીમાં સો ટકા હોય પરંતુ તે જાણી શકતો અને નથી જાણી શકતો એટલે જતે માનવી છે. બાકી નહીં તો માનવી એનાથીપણ ઉંચે સ્થાનેપહોંચી ગયો હોત. આટલો સિમિત માનવીને રાખ્યો છે જે યોગ્ય અને બિલકુલ વ્યાજબી છે. નહીં માનવી સંગેમરમરના મંદિરોમાં પણ પોતાની મૂર્તિ મૂકતાં ન અચકાત. 

બંને જયાં બેઠા હતાં તે એકબીજાને વર્ષો પહેલાંથી જાણતા હતા પરંતુ સમય-સમયની વિચિત્રતા જોવામાં આવે હાલ તેઓ સાથે હતાં પરંતુ નહોતા એવું હતું. ત્યાં જ અચાનક પલક ખૂબ જ ઉધરસ ખાય છે. તે બીમાર હતો. તેની ઉધરસનો અવાજ સાંભળીને પલ્લવીની તે રૂમની બાજુએ જઈને જુએ છે તો ભયંકર ઉધરસ ખાતા પલકને જોઈને તે સહસા એકદમ ચોંકી જાય છે. આ પલક અને તે આ સમયે અહીંયા ? અને પલક ખૂબ જ વધુ પ્રમાણમાં ઉધરસ કેમ ખાય છે ? તે ઊભી થઈને તેની પાસે પહોંચી જાય છે.

પલક : દવા ! 

પલ્લવી આમ તેમ જુએ છે.

પલક : મારી બેગના બોક્સમાં છે દવા !

પલ્લવી દવા અને પાણી પલકને આપે છે, દવા લીધા પછી પલકને થોડા અંશે રાહત થાય છે અને તે પલ્લવીને જોઈને હેરાન થઈ જાય છે. ત્યાં જ અચાનક પલકનો મદદનીશ આવી જાય છે અને તકનો લાભ લઈને પલ્લવી ત્યાંથી રૂમની બીજી બાજુ ચાલી જાય છે.

પ્રકાશ : શુ કહું પલક ! અરે ! તમને પાછી ખેંચ આવી ?! 

પલક : હા ભાઈ ! તે ખૂબ મોડું કરી દીધું. ક્યાં ચાલ્યો ગયો હતો ?!

પ્રકાશ : તમારી માટે સ્ટ્રેચર શોધવા ગયો હતો પણ, કશે જ મળ્યું નહિ.

પલક : ભાઈ ! પ્રકાશ. જીવનામાં મરવાનું તો એક દિવસ છે જ. પણ તું તો મરતા પહેલાં જ કાંધો આપવા માંગે છે. આવું બોલી પલ્લવ જોર જોરથી હસે છે. કોઈ વાત નહિ ! હજુ પણ જીવનામાં દમ અને ગમ બંને બાકી છે. એવા તમારા લોકોનો સહારો લઈને ચાલી શકું છું.

બીજી બાજુ પલ્લવી ઉદાસ છે અને તેની સાથે આવેલી લેડી વોર્ડન તેને પૂછે છે.

લેડી વોર્ડન : તું એ માણસ ને ઓળખે છે ?

પલ્લવી હા નો ઈશારો કરીને વેઈટિંગ રૂમની બહાર ચાલી જાય છે. તે બહાર જઈને ચૂપચાપ ઉદાસ બેસી રહે છે. ત્યાં પલકનો મદદનીશ પલ્લવી પાસે આવીને કહે છે.

પ્રકાશ : મેડમ, પલકસરને TB ની બીમારી છે. એમણે કહ્યું કે તમે તમારા હાથ જંતુનાશક કરવા સાબુથી બરાબર ધોઈ નાંખો.

પલ્લવી : ક્યારથી છે એમની આવી હાલત ?

પ્રકાશ : ખૂબ દિવસો થી ! તમે એમનાં સંબંધી છો કે ?

પલ્લવી : ના, પણ હું એમને સારી રીતે જાણું છું.

પ્રકાશ : તો પછી તમે એમના જીવન વિશે પણ ખૂબ જાણતા હશો. એમની આ હાલત જોઈ મઅ-આત્મા દુઃખથી ભરાઈ આવે છે. બધું જ ગુમાવી દીધું દેશ માટે. આખી જિંદગી જેલોમાં જ કાઢી દીધી. જેલમાંથી નીકળ્યા બાદ લગ્ન કર્યા પણ સુખી ન રહી શક્યા. કારણકે, લગ્ન એમણે એમની મજબૂરીમાં કરવા પડ્યા હતાં.

પલ્લવી : મજબૂરી માં કેમ ?

પ્રકાહ : મજબૂરીમાં એટલા માટે કારણ કે, એમના જેલમાંથી છૂટ્યા બાદ પાર્ટીના લીડરે એમને એક ખૂબ મોટા પોલીસ અધિકારીના સંબંધીની છોકરી સાથે લગ્ન કરવાનો હુકમ કર્યો હતો.

પલ્લવી : પોલિસ અધિકારીના સંબંધી ?

પ્રકાશ : હા. પલકે પહેલા તો સાફ ઈનકાર કરી દીધો કારણકે, તેઓ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા અને એ છોકરીની તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપી ચુક્યા હતા. પણ પાર્ટીના આ હુકમ પાછળ એક ગંભીર વાત હતી. એ છોકરીની મદદથી પોલીસના ભેદ જાણવાના હતાં.. પલકને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે પોતાના દેશ પ્રેમ ખાતર પોતાના પ્રેમની કુરબાની આપી દીધી. પણ, એમની એ પત્ની તો જલ્દી જ મૃત્યુ પામી. બીમાર થઈ ને નર્સિંગ હોમ માં દાખલ થઈ હતી. પરંતુ પલક સરનું કહેવું છે કે ત્યાં એણે આત્મહત્યા કરી લીધી.

પલ્લવી : હવે તમે એમને ક્યાં લઈ જાઓ છો ?

પ્રકાશ : જીદ કરીને પોતાના ગામ જાય છે. હાલ તો ત્યાં ના કોઈ ડોકટર છે ને ના કોઈ એમની દેખરેખ રાખનારું કે ન કોઈ સેવા કરનારું. અમે એમને ખૂબ સમજાવ્યું પણ, ભાઈ એક જ રટ લગાવીને બેઠાં છે. "હવે જીવીને શુ કરું ?" 

તમે જલ્દી થી હાથ ધોઈ લો. મારે તેમને લઈ જવા માટેની ટ્રેનમાં પ્લેફોર્મ-પ ઉપરની ટ્રેનમાં જઈને જગ્યા રોકવાની છે.

પલ્લવી : તમે તમારે ચીંતા કર્ગા વગર જાઓ. હું હાથ ધોઈ લઈશ.

પલક ઉઠે છે અને વેઈટિંગ રૂમમાં પ્રવેશે છે. તે ખૂબ ઉદાસ તો હતી અને તેની ઉદાસીમાં વધુ ઉમેરો થાય છે. બીજી બાજુ પલક પણ ચૂપચાપ બેઠો છે. અને રૂમમાં બે-પાંચ મિનિટ શાંતિ રહે છે.

પલક : ખાંસી ખાય છે. પલ્લવી ?

જાણું છું આજે તું મારી કોઈપણ વાત સાંભળવા માંગશે નહિ. મારા લીધે તને ખૂબ તકલીફો થઈ, બદનામી પણ સહન કરવી પડી. હું મારો પોતાનો બચાવ નથી કરતો પણ, વિશ્વાસ કર. જે કઈ પણ થયું એ મારી ઈચ્છા વિરુદ્ધ થયું. મેં ચિઠ્ઠીમાં બધી જ વાતો સાફ સાફ લખી દીધી હતી. પણ એ ચિઠ્ઠી મારી પાસે પાછી આવી ગઈ. કદાચ, તમે લોકો તે સમયે ગામ છોડીને ચાલ્યા ગયા હશો.

પલ્લવી : (ઉદાસ થઈને) ના. હવે આ વાતો થી શુ ફાયદો? 

પલક : ફાયદો તો કઈ નથી પલ્લવી ! પણ મને કહી લેવા દે. કિસ્મતે મુલાકાત કદાચ એટલા માટે જ કરાવી છે કે હું તારી પાસે થી માફી માંગી શકું. નહિ તો, કોને ઉમ્મીદ હતી કે આપણી પાછી મુલાકાત આ રીતે છેલ્લા સમયે આ જગ્યાએ થશે.

પલ્લવી ! મને સાચે જ ખૂબ દુઃખ હતું કે મેં તારી જિંદગી મુશ્કેલીઓથી ભરી દીધી હતી. પણ, મેં આજ સુધી ભગવાન પાસેથી કશું જ નથી માંગ્યું. પ્રાર્થના પણ નથી કરી. પણ હવે, જ્યાં સુધી જીવતો રહીશ આ જ પ્રાર્થના કરીશ કે તું હંમેશા સુખી રહે. સુખી રહે !

પલ્લવી રડે છે અને પલક ચૂપ થઈ જાય છે. બીજી બાજુ પૂના તરફ જતી ટ્રેન અને અમદાવાદ તરફથી ટ્રેનના હોર્ન સાથે જ વાગે છે અને પલક તેના પ્રકાહ સાથે અમદાવાદ તરફ અને પલ્લવી તેની સાથે આવેલી લેડી વોર્ડન સાથે પર્નાની ટ્રેન તરફ રવાના થાય છે.

છેવટે તેની ટ્રેન પાસે પહોંચીને પલ્લવીનું હૃદય દ્રવી ઉઠે છે. અને તે પલક પાસે જવા માટે તેની પૂના તરફ જતી ટ્રેન તરફ દોડે છે. ટ્રેન જવા માટે રવાના થાય છે અને તે ટ્રેન પણ ચાલું થાય છે. ત્યાં......2

લેડી વોર્ડન : પલ્લવી ? ક્યાં જાય છે ?

પલ્લવી : જેની પાસે મારે જવું જોઈએ.

લેડી વોર્ડન : પલ્લવી પાગલ ન બન ! આપણો રસ્તો એ બાજુ નથી.

પલ્લવી : ના મેડમ. મારો રસ્તો એ બાજુ જ છે. મને જવા દો. આપણા હેડ સાહેબને કહેશો કે મને માફ કરે 

લેડી વોર્ડન : જોર થી બુમો પાડે છે.

પરંતુ પલ્લવી સાંભળતી નથી તે અમદાવાદ જતી ટ્રેન તરફ દોડે છે અને ચાલુ ટ્રેનમાં પહોંચી જાય છે. પલકને એકલો બેસેલો તે જુએ છે અને તે પલકને જોઈને ખુશ થાય છે અને બંને એકબીજાને ગળે ભેટી ને રડવા લાગે છે.

આમ અગાઉ મેં જાવેલ તેમ ‘‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ?’’ આ પંક્તિ અહીંયા પણ મદદગાર બને છે અને બંને પલક-પલ્લવી પ્રેમીઓનું ફરી પાછું મિલન થાય છે...........

જીવનમાં લાખો દુઃખ પડે તો પણ મુખને હસતું રાખજો,

કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો પણ ઠોકર મારી ઠુકરાવજો

પરંતુ કોઈ સાચો પ્રેમ કરે તો તેને જિંદગીભર નીભાવજો.


Rate this content
Log in

Similar gujarati story from Romance