પત્રની રાહમાં
પત્રની રાહમાં


To,
આ આકાશની નીચે જ ક્યાંક...
From,
આ ધરતીનાં પેટાળમાંથી.
પ્રિય,
તમે સાંભળો ને, તમને કહું છું ! આથમતા અદ્રશ્ય સૂર્યને સાક્ષી રાખીને, વાદળની સ્યાહીથી ઊંચે આકાશમાં કોયલના ટહુકાથી શણગારેલા કેટલાંક પ્રેમપત્રો લખ્યાં, પણ પ્રેમપત્ર ? પ્રેમ ? પ્રેમ તો ક્યાં હતો જ આપણી વચ્ચે ! એટલે ખાલી પત્રો લખ્યા પણ સરનામું તો નથી ! એટલે વળી પત્રોને ફાડીને તોડીને નાના ટુકડાઓમાં વહેંચીને વરસાદ વરસાદ રમી અને ખૂબ ભીંજાઈ... ભીંજાયેલી હું જ્યારે દર્પણ સામે આવીને ઊભી અને જોયું તો....તમે ! તમે અહીં મારી સામે કેવી રીતે ? આ સામે દર્પણમાં હું કેમ નથી ? તમે કેમ છો ? શું હજુ પણ પ્રેમ છે ? પણ પ્રેમ તો હતો જ નહીં આપણી વચ્ચે ! એને પ્રેમ ન કહેવાય એવું મને બધાં કહે છે... તો તમે કેમ છો ? હું કેમ નથી !! શું આ પ્રેમ છે ? તમે જ્યાં હશો ત્યાં પણ સૂર્ય ઊગતો ને આથમતો હશે.. વાદળ પણ ત્યાં હશે.. ને આકાશ તો છે જ ! વળતો પત્ર લખજો ! તમારાં પત્રની રાહમાં....
લિ. તમારી