હી ઇઝ માય 'મધર'
હી ઇઝ માય 'મધર'


"એ રોજ સવારે મારી પહેલા જાગી જાય છે. હું ઊઠીને તૈયાર થાઉં ત્યાં સુધીમાં એ મારા માટે નાસ્તો બનાવી રાખે છે. મને શાળાએ મૂકવા આવે છે. એ દરેક પેરેન્ટ્સ મીટીંગમા અચૂક હાજર રહે છે. એ ઓફિસેથી આવ્યાં પછી સાંજે મારી સાથે રમે છે. મને ફરવા લઈ જાય છે. શોપિંગ કરવા પણ લઈ જાય છે અને હોમવર્ક પણ કરાવે છે. એ મારું બહુ ધ્યાન રાખે છે. એ મને બહુ પ્રેમ કરે છે.
ઘણાં લોકો કહેતા હોય છે કે આરાધ્યાના મૃત્યુ પછી પ્રશાંતે દીકરીને છેલ્લા આઠ વર્ષથી 'મા' બનીને સાચવી છે. અહીં ત્રીજી હરોળમાં વાદળી રંગનો શર્ટ પહેર્યો છે તે મારા પપ્પા... પ્રશાંત પારેખ ! એન્ડ હી ઇઝ 'માય મધર'."
દસ વર્ષની રિયાએ "માય મધર" વિષય પરની તેની સ્પીચ પૂરી કરી.