એકલો
એકલો

1 min

72
કોઈ પ્રસંગમાં ઘરનાં એક ખૂણામાં એક છોકરો એકલો બેઠો છે.
ત્યાં એક છોકરી આવે છે અને પૂછે છે, 'હું અહીં બેસી શકું છું ?'
'હા બિલકુલ' છોકરાએ આવકાર આપ્યો.
'એકચ્યુઅલી હું મારી ફ્રેન્ડ સાથે આવી છું. એ એની ફેમિલી સાથે વ્યસ્ત છે અને હું બીજાં કોઈને ઓળખતી નથી એટલે અહીં બેસવા આવતી રહી. અને તમે ?' છોકરીએ છોકરાની તરફ જોતાં પૂછ્યું.
'અને હું, બધાને ઓળખું છું એટલે અહીં બેઠો છું' છોકરાએ સહર્ષ જવાબ આપ્યો.