Anami D

Drama Romance Tragedy

3.4  

Anami D

Drama Romance Tragedy

નાટકીય આલાપ

નાટકીય આલાપ

3 mins
241


સિદ્ધિ - તે મને કહ્યું કેમ નહિ...?

યુસુફ - તને બધું કહેવું હું જરૂરી નથી સમજતો.

ગ્રીનરૂમ કોરિડોરથી ઝઘડતાં ચાલતા આવતાં યુસુફ અને સિદ્ધિ મંચ પર ગોઠવાય છે.

નાટય મંચ.

પડદા પાછળ.

યુસુફ- અત્યારે આપણે જે કરી રહ્યાં છીએ એમાં ધ્યાન આપીએ ?

સિદ્ધિ(આંસુ લૂછતાં) - હા, આ નાટક છે...

પડદો ઉઠે છે...

દ્રશ્ય ૧ અનિરુદ્ધનું ઘર

સિદ્ધિ(આર્મીમેન અનિરુદ્ધની પત્ની માયાનાં કિરદારમાં) - જવું જરૂરી છે ?

યુસુફ (આર્મીમેન અનિરુદ્ધનાં કિરદારમાં) - જવું જ પડશે....

માયા - પણ અનિ... એટલું જરૂરી તો નથી. તું રજા પર છે અને જો જરૂરી હોત તો કોઈ ફોન આવ્યો હોત, કોઈ પત્ર આવ્યો હોત...

અનિરુદ્ધ - તું કેવી વાતો કરે છે માયા, દુશ્મન દેશ તરફથી સરહદ પર હુમલાઓ થઈ રહ્યા છે... દેશને મારી જરૂર છે. હું કોઈ ફોનની રાહ જોઇને થોડો બેસી રહું. તું જીદ ન કર પ્લીઝ...

નાટક આગળ ચાલે છે.

દ્રશ્યો બદલાય છે.

નાટક પૂર્ણ.

પડદો પડે છે.

તાળીઓનો ગળગળાટ...

પડદા પાછળ...

યુસુફ સિદ્ધિને અવગણતો ચેંજીંગ રૂમ તરફ જઈ રહ્યો છે.

સિદ્ધિ એની પાસે જઈને..

સિદ્ધિ - યુસુફ મારી વાત સાંભળ...

યુસુફ - તું પ્લીઝ આપણાં બન્નેનો તમાશો ન બનાવ...

સિદ્ધિ- તમાશો તો તું બનાવવા જઈ રહ્યો છે.... તે ક્યારે આર્મી માટે એપ્લાય કર્યું.. ક્યારે પરિક્ષા આપી... ક્યારે તું પાસ થયો... અને તું આવતીકાલે જઈ રહ્યો છે અને એ પણ હંમેશાં માટે... પણ તે મને કશું નથી કહ્યું.. કેમ યુસુફ ? મારા પ્રશ્નના જવાબ આપ... આપણે લગ્ન કરવાના છે... (સિદ્ધિ રડવા લાગી)

ચેંજીંગ રૂમની બહાર એક ખુરશી પર સિદ્ધિ ને બેસાડતાં...

યુસુફ - લગ્ન ? (યુસુફ ખોટું હસે છે) સાંભળ... તને પ્રેમ કરું છું અને કરતો રહીશ પણ તું, તારા પેરેન્ટ્સ કહે ત્યાં પરણી જજે. તું તો જાણે જ છે કે કોમી રમખાણોમાં હું પાંચ વર્ષની ઉંમરે જ પરિવાર ગુમાવી ચુક્યો છું. માસી અનાથ આશ્રમમાં મૂકી ગયા. મોટો થતો ગયો. ભણતો ગયો. કોલેજમાં આવ્યો. રંગભૂમિનો રાહી બન્યો. કલાકાર બન્યો. અહીં મને તું મળી. તને પ્રેમ કરવા લાગ્યો.

સિદ્ધિ, હું મુસ્લિમ છું એમાંય પાછો અનાથ. તું હિન્દૂ ને વળી બ્રાહ્મણ... તારા પેરેન્ટ્સ ક્યારેય આપણા પ્રેમનો સ્વીકાર નહિ કરે. ક્યારેય લગ્નની મંજૂરી નહિ આપે. તું સમજ...

સિદ્ધિ - આપણે મનાવીશું બધાને. અને તારા સપનાનું શુ ? આ મંચ, આ કલાકારી, આ દર્શકો આ તારું સપનું છે અનિરુદ્ધ.. આપણે હજુ એક નાટય કંપની ખોલવાની છે. આપણું પોતાનું થિયેટર ઉભું કરવાનું છે. આર્મીમાં જવું જરૂરી છે ??

યુસુફ - પાગલ લડકી... (ફરી ખોટું હસે છે) તારા વગર આ શહેર મને ખાઇ જશે. અને હું અહી તો શું દુનિયાના કોઈ શહેરમાં રહેવા નથી માગતો એટલે જ મેં આર્મીમાં જવાનું વિચાર્યું. કાલે જાઉં છું. ટ્રેનિંગ અને પછી જ્યાં પોસ્ટ આવે ત્યાં. ક્યારેય પાછો નહિ ફરું. હું આ બધું તને એક પત્રમાં લખીને કહેવાનો હતો. ખબર નહિ આ ઇમરાન મિયાં... એમણે જ કહ્યું ને તને ?

સિદ્ધિ - હા, અહીં આવવા નીકળી ત્યારે રસ્તામાં ઇમરાનભાઈ મળ્યા હતા. તું વિચાર ફરી એકવાર, મને આશા છે કે બધું ઠીક થઈ જશે.

થોડીવારના મૌન પછી...

યુસુફ- સિદ્ધિ, આ પ્રેમના ઉઝરડાં મને બહુ દુઃખી કરશે. અને આવા દુઃખના ભય વચ્ચે કોઈ ઉમ્મીદ કામ નથી આવતી. કોઈ ઉમ્મીદમાં નથી જીવી શકાતું... હકીકત નામનું પણ કંઈક હોય છે. અને આ કેવું થયું છે કે મંચ પર આખિરિવાર જે પાત્ર ભજવ્યું છે અસલ જિંદગીમાં હવે એજ આર્મીમેન બની રહેવાનું છે.

ફરી પાછું મૌન !!

પછી...

સિદ્ધિ- યુસુફ, જવું જરૂરી જ છે ?

યુસુફ - હા..

સિદ્ધિ - (રડતાં) જો હું ખાલી થઈ રહી છું કે ન જા... પ્લીઝ !

યુસુફ - કોઈ આવશે... ભરાય જઈશ.

સિદ્ધિ થોડી નીચે નમી... ધ્રુજતા હાથ યુસુફના ચહેરે મૂકી યુસુફના હોંઠ પર હોઠ મૂકી દીધા.

યુસુફ દૂર ખસે છે...

યુસુફ- આ શું કરી રહી છે તું... આપણે એકાંતમાં પણ ફક્ત એકબીજાનો હાથ પકડી બેઠા છીએ ને હથેળીને ચૂમી છે બસ.

સિદ્ધિ હસે છે.

અને ઉભી થઈને ચાલવા લાગે છે ચેંજીંગ રૂમ તરફ...

સિદ્ધિ- છેલ્લી સાંજ આપ....

યુસુફ હજુ પણ ત્યાં જ બેઠો છે પલાંઠી વાળીને...

સિદ્ધિ ચેંજીંગ રૂમમાંથી બધાને બહાર જવા ઈશારો કરે છે.

યુસુફ ઊભો થયો ને ડગ ભરે છે ચેંજીંગ રૂમ તરફ..

યુસુફ અને સિદ્ધિ સિવાય રૂમમાં હવે કોઈ નથી.

દરવાજો બંધ થાય છે.

યુસુફ અને સિદ્ધિના જીવન નાટકનું એક અહમ દ્રશ્ય પૂરું થયું.

કે પછી શરૂ થયું ?


Rate this content
Log in

Similar gujarati story from Drama