STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational Others Children

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational Others Children

પત્ર પ્રિય શિક્ષિકાબેનને

પત્ર પ્રિય શિક્ષિકાબેનને

3 mins
368

આદરણીય પ્રજ્ઞાબેન,

નમસ્કાર. જય ભારત. વર્ષો પહેલા ધોરણ 8અને 9માં તમે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન ભણાવતા હતાં. હું ત્યારે ધોરણ 8માં નવો જ પ્રવેશ પામેલ વિદ્યાર્થી. મને મારો નિશાળનો પ્રથમ દિવસ આજે ય યાદ છે. હું ખુબ જ શરમાળ વિદ્યાર્થી. કોઈ સાથે ઓળખાણ પણ નહિ.પ્રાર્થના પુરી થતાં ચુપચાપ છેલ્લી બેન્ચ પર બેસી ગયો.

નિશાળમાં સામાન્ય રીતે વર્ગમાં શાંતિ હોય. પણ અહીં ધીમો ધીમો અવાજ થતો હતો. વર્ગખંડમાં પ્રવેશદ્વાર પણ પાછળથી. અને સામે કાળું પાટિયું. અચાનક વર્ગમાં ઝડપથી તમારું પ્રવેશવું. અને તમારા હાથમાં કેટલા બધા પુસ્તકો !! હું તો નવાઈથી જોતો જ રહ્યો.

તરત જ બધા બાળકો ઊભા થઈને ગુ......ડ મોર્નિં........ગ ટી...... ચ....... ર એવું ઉત્સાહથી બોલ્યા. તમે સૌ પ્રથમ હાજરીપત્રકમાં મારું નામ ચડાવ્યું. અને મને નજીક બોલાવ્યો. પોતાના કબાટમાંથી પાઠ્યપુસ્તકનો સેટ કાઢવા કહ્યું. ટીચર.... પોતાના કબાટને બાળકોને અડવા દે. મને બધું બહુ જ જુદું જુદું લાગ્યું. સૂચના મુજબ પાઠ્યપુસ્તક લીધા. મારી સહી લીઘી.

 પછી આવ્યો તમારો ભણાવવાનો વારો. મને અંગ્રેજી બિલકુલ ના આવડે. બધા બાળકો પાસે તમે વારાફરતી જતા. મારી બેન્ચ પાસે આવી મને ય પૂછ્યું. શું આવડ્યું ? શું સમજાયું ? કઈ નહિ તો બોર્ડ પરથી પાઠનું નામ તો કહે. હું બિલકુલ ચૂપ. શરમથી માથું ઝુકાવીને ઊભો. તમે પ્રેમથી મારે માથે હાથ ફેરવીને પૂછ્યું, " બોલ બેટા, હવે શું ભણશું ? તું કહે ? તને જે આવડે તે બોલ. હું તને સાંભળું." હું તોયે માથું નમાવીને શરમથી ગરદન ઝૂકાવીને ઊભો રહ્યો. અને મનમાં ડરતો હતો. પણ તમે તો હસતા હસતા જતા રહ્યા.

ટીચર તમે પ્રેમથી મને પૂછ્યું, પણ હું કેમ કહું હું બોલતા હકલાઉ છું. મારું મન તમારી સાથે વાતો કરવા એવું તડપતું. પણ... પણ હું ચૂપ રહ્યો.

 તમે બધા બાળકોને વારાફરતી પૂછતાં હતાં. કોઈ લ્હેકો કરે, કોઈ લટકો તમે વળતા એવી જ રીતે લટકો કરી જવાબ આપતા. કોઈ ઝડપથી " ટીચર..ટીચર " બોલે કે તરત તમે નકલ કરી ઝડપી " બોલ બોલ " એવું કહેતા.

સમૂહમાં કોને કેટલું આવડે તે પૂછતાં અને બાળકો આવડતું હોય, તરત હાથ ઊંચો કરતા, બસ હું જ ચૂપ હતો. મને લખતા આવડતું, પણ.. બોલવું કેમ ? તમે તરત ધ્યાનમાં લીધું કે મેં હાથ ઊંચો એકેય વાર નથી કર્યો. પણ તરત જ મલકતા બોલ્યા, " કંઈ વાંધો નહિ, આવતીકાલે જવાબ આપજે. "

પછી શરૂ થઈ પ્રવૃતિઓ. અંગ્રેજી બાળગીત જે તમારું ખુદનું બનાવેલું અને સુંદર અભિનય પણ !! હું ક્યારે બધા સાથે અભિનય કરતો નાચતો થઈ ગયો, મને જ ખબર ના પડી. મને એવી મજા આવી. તમે એવા કુદકા લગાવતા કે હસી હસીને અમારા બધાના પેટ દુઃખી ગયા.

 અને ત્યાં તો દોડવાની એક્શન કરતા કરતા આગળ આવ્યા, ત્યાં પાણી ઢોળાયેલ જે તમને બિલકુલ ખબર નહોતી. તમારું ધ્યાન તો અભિનયમાં, પણ મારાથી ના રહેવાયું. હું બોલી ગયો, " પ..... પ..... પાણી છે ત્યાં ટીચર. " પણ તમારી ગાડી તો ફુલ સ્પીડમાં અને ટીચર તમે પડ્યા.

અને તમે પડ્યા ત્યારે જે ધબાકો થયો પ્રિન્સિપાલ નીચેના માળેથી દોડતા આવ્યા. નીચે નાના બાળકોનો વર્ગ.. બધા દોડીને મેદાનમાં. કારણકે તમે લપસ્યા એટલે પેલા ખુરશીનો સહારો લેવા ગયા, તમારી ખુરશી વર્ગમા વચ્ચે જ રહેતી. અને ખુરશી ગબડી... તેની ઉપરના ચોપડા પડ્યા.. તરત લપસતા આગળ જતા બેન્ચ પરના દફ્તરને પકડવા ગયા તો બધું પડ્યું... લપસતા લપસતા ક્યાંય જઈ પડ્યા.

 આખો વર્ગ ડઘાઈ ગયો. તમે પડ્યા ત્યારે તમારા મોઢામાંથી નીકળેલો ઉદ્દગાર તમને યાદ જ હશે." આઉંચ " અરે, અચાનક પડે કોઈ વ્યક્તિ તો " ઓઈ મા " કે " બાપ રે " બોલે પણ તમે તો પુરેપુરા ઈંગ્લીસ.

 હવે તો ઓળખી ગયા ને ટીચર હું તમારો પ્રિય વિદ્યાર્થી ચિંતન.

 પછી તો તરત જ તમે ઊભા થઈ ગયા અને ખોટું ખોટું ખીજાવા લાગ્યા, " કેમ ? તમે બધા પડ્યા વગર મોટા થઈ ગયા ? જીવનમાં પહેલી વખત કોઈ વ્યક્તિને પડી જતી જોઈ ? બધા સાથે તમેય ખડખડાટ હસતા હતાં. સાચું કહું ટીચર હું મારી જાતને માફી ના આપી શક્યો કે હું અચકાતો ના હોત, તો તમને સમયસર ચેતવી શકત. અને તમે આમ પડ્યા ન હોત.

 મારા માટે તો બધુ બહુ જ નવું હતું, વિદ્યાર્થીઓ તમારી પર હસે અને તમે સહજ લો. પાછા તમે ભણાવવા લાગ્યા, તે વખતે શિસ્તના આગ્રહી તમે, જરાય આડું અવળું ના ડગીએ, પણ પ્રવૃતિઓમાં બહુ મજા આવે !

તમારો પ્રિય વિદ્યાર્થી

ચિંતનના જય ભારત


Rate this content
Log in

Similar gujarati story from Inspirational