STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

પશુ -પક્ષીઓની દિવાળી

પશુ -પક્ષીઓની દિવાળી

5 mins
351

એક મોટું જંગલ હતું. જંગલમા બધાં પ્રાણીઓ અને પક્ષીઓ સાથે મળીને રહે. કોઈ જ પ્રત્યે કોઈ ભેદભાવ નહિ. સૌ શાંતિથી રહે અને એકબીજાને મદદ કરે.

એક વખત હાથીભાઈ એક શહેરમાં ફરવા ગયા. તેણે જોયું તો તે વખતે દીપાવલીના તહેવારની તૈયારી ચાલું હતી. તેણે શહેરના લોકો પાસેથી તહેવારનું મહત્વ તેની ઉજવણી કઈ રીતે કરવી બધું જાણી લીધું. હાથીભાઈતો તરત જ આવ્યા જંગલમાં. અને એક પછી એક પ્રાણીઓને બોલાવવા લાગ્યા.

 કા કા કરતા કાગડાભાઈ

ચીં ચીં કરતા ચકલીબેન

કુહૂ કુહૂ કોયલબેન

ટેહુક ટેહુક મોરભાઈ

આવો રે તમે આવો

હાથીભાઈ બોલાવે તમે આવો

કાગડાભાઈ, ચકલીબેન, કોયલબેન, મોરભાઈ તો તરત ઊડીને પહોંચી ગયા. પૂછવા લાગ્યા. શું થયું હાથીભાઈ કેમ આમને બોલાવ્યા ? 

હાથીભાઈ કહે," હમણાં બધાને આવી જવા દવ પછી તમને જણાવું. " ફરી હાથીભાઈ બોલાવવા લાગ્યા.

બે બે કરતા બકરીબેન

મ્યાઉં મ્યાઉં કરતા બિલ્લીબેન

હુપ હુપ કરતાં વાનરભાઈ

ચૂં ચૂં કરતાં ઉંદરભાઈ

 આવો રે તમે આવો

હાથીભાઈ બોલાવે તમે આવો

ત્યાં તો બધા જ પ્રાણીઓ તરત જ હાજર થઈ ગયાં. અને પૂછવા લાગ્યા કે હાથીભાઈ અમને બધાને આટલા જલ્દી જલ્દી કેમ બોલાવ્યા. શું થયું કહો તો ખરાં ! જંગલમાં ક્યાંય આગ લાગી છે કે શું ? 

હાથીભાઈ કહે," ના રે ના જંગલમાં ક્યાંય આગ નથી લાગી. એ તો હું આજે બજારમાં ફરવા ગયો તો. એટલે તમને બધાને બોલાવ્યા. "

સિંહભાઈ કહે," તમે ફરવા ગયા એમાં અમારા બધાનું શું કામ છે ? અમને બોલાવવાનું શું કારણ ?"

હાથીભાઈ કહે," જુઓ હું બજારમાં ગયો ત્યાં ખૂબ ભીડ હતી. લોકો ટોળાં ટોળામાં ખરીદી કરી રહ્યા હતા. શેની ખબર ? હમણાં દીપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે. એટલે લોકો દીપાવલીની ઉજવણી માટે ખરીદી કરી રહ્યા છે. "

બધાં પ્રાણીઓ એકસાથે બોલ્યા," તેનાથી આપણે શું ? એ તો દર વર્ષે દીપાવલીની ઉજવણી કરે છે. તમે અમને અહિં શા માટે બોલાવ્યા ? એ તો કહો.

હાથીભાઈ કહે," દીપાવલીનો તહેવાર તો બધાનાં જીવનમાં ખુશી લાવે. તો ચાલોને આપણે પણ આ વર્ષે સૌ સાથે મળીને જંગલમાં દીપાવલી ઉજવીએ. "

ચકીબેન કહે," વાત સાચી છે. પણ આપણે એની ઉજવણી કરશું કઈ રીતે ? એમાં કરવાનું શું હોય ?"

 હાથીભાઈ કહે," આસો મહિનામાં આ તહેવાર આવે. દીપાવલી એ એકસાથે પાંચ તહેવારોની ઉજવણી છે. ધનતેરસ, કાળીચૌદશ, દીપાવલી, નવું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસમાં લક્ષ્મીનું પૂજન કરવાનું. તે દિવસે ધન અને લક્ષ્મીની પુજા કરવાની. વેપારીઓ આ દિવસે જુના ચોપડા ચોખ્ખા કરી નવા ચોપડાનું પુજન કરે. "

કાળી ચૌદશના દિવસે શ્રીરામ ભક્ત હનુમાનજીના વડા અને લોટ ધરાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધુ કર્યો હતો તેથી તેને નરકચતુર્થી તરીકે મનાવવામાં આવે છે.

નરકાસુર નામના રાક્ષસે ભગવાન શ્રીકૃષ્ણ પાસે એક વરદાન માગ્યું હતું કે, આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરનારને નરકની યાતના ભોગવવી નહિ પડે. આ દિવસે પણ રંગોળી દોરવામાં આવે છે.  

ત્યારબાદ આસો વદ અમાસ એટલે દીપાવલી. દીપાવલૅ તહેવાર તો ધામધુમથી ઉજવાય. ઘરને શણગારી રંગોળી પુરવામાં આવે. દીવડાં પ્રગટાવવામાં આવે. જુદી જુદી મીઠાઈ બનાવવામાં આવે તેમજ નાના નાના બાલુડા ફટાકડા ફોડી આ તહેવાર ઉજવે છે.

 દિપાવલી એટલે દીવડાંઓની હારમાળા. આ દિવસે ભગવાન શ્રીરામ,લક્ષ્મણ અને સીતા માતા રાવણનો વધ કરી આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા. તેથી અયોધ્યાના લોકોએ આ દિવસે ઘીના દિવા પ્રગટાવી ઉજવણી કરી હતી. આ પર્વને પ્રકાશનું પર્વ પણ કહે છે.

અસત નો સત પર વિજય એટલે દીપાવલી. આ દિવસે શ્રીરામે અસત્યનો નાશ કરી સત્યનો વિજય કરેલ. અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી પ્રકાશનું સ્થાપન કરવું.

 ચકીબેન કહે,"દીપાવલીની ઉજવણી કરીએ એતો બરાબર. પણ ફટાકડા જંગલમાં ફોડવા નુકસાનકારક. તમે સાંભળ્યું હશે ઘણીવાર ફટાકડા ફોડવાને લિધે દુકાનમાં અને મકાનમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. અને આગથી નુકસાન પણ થયું છે. ઘણી વખત નાના બાળકો પણ વડિલોની ગેરહાજરીમાં ફટાકડા ફોડવા જતાં દાઝી જવાના બનાવો બન્યાં છે. "

 મોરભાઈ કહે," હા આપણે જંગલમાં લાકડાનું પ્રમાણ વધારે હોવાથી એને આગ બનતા વાર નહિ લાગે. માટે આપણે દીપાવલી મનાવીએ ત્યારે ફૂલજરી સિવાય અન્ય કોઈપણ જાતના ફટાકડાનો ઉપયોગ કરશું નહિ. આમ પણ ફટાકડાના વધારે પડતાં અવાજથી અવાજ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ પણ ફેલાય છે. "

હાથીભાઈ કહે," હા આપણે ઓછા અવાજવાળા ફટાકડાનો ઉપયોગ કરીશું. ત્યારપછી નો તહેવાર એટલે નવું વર્ષ. નવા વર્ષે લોકો સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈ નવાં કપડાં પહેરીને બધાને ઘરે ઘરે મળવા જાય છે. રામ રામ કહે છે. " આખા વર્ષ દરમિયાન થયેલ ભૂલની માફી માગે.

ત્યારપછી પાંચમો તહેવાર એટલે ભાઈ બીજ. આ દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. ભાઈબીજ એટલે ભાઈ બહેનના હેતનો તહેવાર.

આમ દીપાવલીનો તહેવાર આ પાંચ તહેવારોની સાથે ઉજવણી થાય છે. આ સાંભળી કોયલ બેન ગાવા લાગ્યા,

"આવી રે આવી દીપાવલી

લાવી રંગોળી મજાની

ઘેર ઘેર દીવડાં પ્રગટાવી

કરીએ સૌ ઉજાણી. "

 કબુતર કહે," હાથીભાઈ હાથીભાઈ એક વાત પૂછું. . ! મનુષ્ય લોક જાણે જ છે કે, ફટાકડાના લિધે હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ ખૂબ ફેલાય છે તો પણ તે લોકો કેમ આ બંધ કરવાને બદલે વધારેને વધારે અવાજવાળા મોટા ફટાકડા ખરીદે પણ છે. અને ફોડે છે. નવી પેઢીને પણ આમ કરતાં અટકાવવાને બદલે આમ કરવા પ્રેરે છે. આવુ કેમ ? કંઈ સમજાતું નથી.

હાથીભાઈ કહે," એનું એકમાત્ર કારણ છે, દેખાદેખી. મારા પડોશીએ આવા ફટાકડા ફોડયા, તો હું કંઈક એના કરતાં પણ વધારે સારું કરું. અને એના કરતાં વધારે અવાજવાળા ફટાકડા ધરાવે અને ફોડે. એનાથી કેટલું નુકસાન થશે એ નથી જોતા. એ નુકસાન તો દરેકને ભોગવવાનું. "

 મોરભાઈ કહે," આપણે સૌ એવું કશું નહિ કરીએ. આપણે તો આ તહેવાર સૌ સંગાથે, સૌની ખુશી માટે અને સૌ સંગાથે સમય પસાર કરવા ઉજવશુ. "

હાથીભાઈ કહે," ચાલો કોણ શું કામગીરી કરશે. તેની જવાબદારી નક્કી કરીએ. "આપણે સૌ એ સાથે મળીને જંગલને પાવન અવસરમાં ફેરવીએ.

ચકીબેન કહે," દીપાવલી દીવડાં ખરીદી અને તેને પ્રગટાવવાની જવાબદારી મારી છે. "

મોરભાઈ અને કોયલબેન કહે," રંગોળીના કલર લયાવી રંગોળી અમે કરીશું. "

  સસલાભાઈ અને ઉંટભાઈ કહે," અમે સાફસફાઇ કરી જંગલને શણગાર કરીશું. "

શિયાળાભાઈ કહે," દીપાવલીની મીઠાઈ બનાવવાની જવાબદારી મારી અને કાચબાભાઈની. "

 તો ચાલો સૌ પોતપોતાના કામે લાગી જઈએ,અને દિવાળીના તહેવારની તૈયારી શરૂ કરી દઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational