STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

પ્રવાસી

પ્રવાસી

2 mins
8

પ્રવાસી

એના રૂમમાં કોઈ નકશા દીવાલ પર નહોતા લટકતા, નકશા તો એની આંખોમાં જીવતા હતા. નામ હતું તન્વી.

જ્યારે બીજા લોકો રજાના દિવસે આરામ શોધતા, ત્યારે તન્વી બસની છેલ્લી સીટ પર બેસી, ખિડકીમાંથી ભાગતા દ્રશ્યોમાં પોતાને ગોઠવતી. એને માત્ર મુસાફરી કરવી ગમતી નહોતી— એને તો માર્ગો સાથે વાતો કરવી ગમતી.

ક્યારેક દરિયાકિનારે બેસી, લહેરોને પૂછતી— “તું આટલી બેચેન કેમ?”

ક્યારેક પહાડ પર ચઢતી વખતે, પગ થાકે છતાં મન હળવું થઈ જતું, કારણ કે ઊંચાઈથી એ શીખતી— જીવનની સફર પણ એક ચઢાણ જેવી જ છે.

લોકો પૂછતા, “એકલી ફરતી તને ડર નથી લાગતો?” એ હસીને કહેતી— “હું એકલી નથી, મારી સાથે અનુભવ છે, મારી સાથે રસ્તા છે.”

દરેક શહેરમાં એ પોતાની કોઈ સ્મૃતિ છોડી આવતી, અને કોઈ નવી સમજ લઈને આગળ વધતી. ક્યાંક ચા વાળાનું હાસ્ય, ક્યાંક અજાણ્યા સહપ્રવાસીની વાર્તા, ક્યાંક મંદિરની શાંતિ, ક્યાંક સ્ટેશનની અફરાતફરી.

અને પ્રેમ? હા, એને જીવનમાં પ્રેમ પણ થયો હતો. પણ કોઈ માણસથી નહિ— એને પ્રેમ થયો હતો સતત ચાલતા રહેવા સાથે.

અને જ્યારે કોઈ એને પૂછતું, “તારું ઘર ક્યાં છે?” એ થોડી ક્ષણ વિચારીને બોલતી— “જ્યાં હું નવીનતા અનુભવું, એ જ મારું ઘર.”

સાંજે ટ્રેન આગળ વધતી હતી, સાથે સૂર્ય આકાશમાં વિદાય લઈ રહ્યો હતો. તન્વી ટ્રેનની ખિડકી પાસે બેઠી હતી— એ આખરે નવો રસ્તો સ્વીકારી રહી હતી.

કારણ કે એને ખબર હતી— કે તે થોડા દિવસોની મહેમાન છે. બીમારીને સાથી બનાવીને ચાલતી તન્વી એક પ્રવાસી હતી. ડૉક્ટરની રિપોર્ટ કરતાં એને રસ્તાની ધૂળ વધારે સાચી લાગતી.

શરીર ધીમે ધીમે થાકતું જતું, પણ મન? મન તો હજી દોડતું હતું.

તન્વી લોકોની સંવેદનામાં જીવન અનુભવતી હતી. દયા નહીં— એને માનવિયતા જોઈતી હતી.

એ જાણતી હતી કે શરીર કદાચ સાથે છોડશે, પણ અનુભવ નહીં. એ માટે એ દર સફરમાં થોડું હસી લેતી, થોડું સાંભળી લેતી, અને થોડું… આપી જતી.

ક્યારેક પોતાની નબળાઈ, ક્યારેક આંખોમાં છુપાયેલો હિંમતનો દીવો.

અને જ્યારે રાતે એક અનામ શહેરમાં, હોટેલની બારીમાંથી આથમતો સૂરજ જુએ છે, ત્યારે એને પોતાની જિંદગીથી કોઈ જ અફસોસ નહોતો.

આખરે, એક પ્રવાસીનો પ્રવાસ પૂરો થયો હતો.

Epilogue ~

જિંદગી ની સફર છે સુહાની,
કોઈને લાંબી મળે, કોઈને ટૂંકી.
કોઈ ગંતવ્ય સુધી પહોંચે,
તો કોઈ રસ્તામાં જ અર્થ શોધી લે.
તન્વી પહોંચી ન શકી અંત સુધી—
પણ તે જીવતી રહી દરેક પગલાંમાં.
રસ્તાઓએ તેને ઓળખી  લીધી હતી,કરણ કે 
એણે જીવનમાં …
પોતે તો એક માત્ર પ્રવાસી છે એમ સ્વીકારી લીધું હતું.



Rate this content
Log in

Similar gujarati story from Drama