Nandkishor Vaishnav

Classics

4  

Nandkishor Vaishnav

Classics

પ્રતીક

પ્રતીક

8 mins
13.6K


ગઈકાલ સુધી ચાલેલી હડતાલ અંગેની વાતો હજી પણ શમી નહોતી. વાતાવરણમાં કોઈ નવા જ પ્રકારનો ‘મુડ’ હતો. બધા જ પોતપોતાની આગવી શૈલીમાં બેંકીગ ક્ષેત્રે પડેલી આ અભૂતપૂર્વ હડતાલ અંગેની વાતો કરતા હતા.

“તમે શું માનો

છો, દેસાઈ, આપણી આ વખતે રજુઆત અસરકારક રહી, નહીં?” શાહે દેસાઈને પાછળથી ધબ્બો મારતા કહ્યું.

“પણ, મારૂં માનવું છે કે આપણે આપણી થોડીક માંગણીઓના ઉકેલથી માત્ર સંતોષ અનુભવવો ના જોઈએ. આપણી બધી જ માંગણીઓનો ઉકેલ લાવવો જ જોઈએ !” - દેસાઈ પોતાના ચશ્માં સરખાં કરતાં જવાબ આપતા હતા. પેલી બાજૂએ રોજના ગ્રાહક મથુરાદાસ શામજીની કં. વાળા મૂળજીભાઈ ચાની પ્યાલી મોઢે માંડતા યુનિયનના સેક્રેટરી મિ.દોશી સાથે વાતોમાં તલ્લીન હતા.

“તમારૂં શું માનવું છે, દોશી? આ હડતાલથી તમે પ્રજાની તમારા પ્રત્યેની સહાનુભૂતિ ગુમાવી છે તેવું તમને નથી લાગતું?”

“ના, ના, મૂળજીકાકા, હવે જ અમને ખરો માર્ગ મળ્યો છે, હવે પછીની હડતાલ વધુ અસરકારક હશે.”

ત્યાં જ સીતાંશ દવેએ બ્રાંચમાં પ્રવેશ કર્યો અને મિ.દોશી અને બીજાઓ તેની તરફ ગયા. “કેમ, દવે સાહેબ, અમારાથી તમને લાભ થયોને ? બહુ યુનિયનનો વિરોધ કરતા હતા ને -” બધા જ ખડખડાટ હસી પડયા. “અરે, કોમરેડસ, તમારૂં યુનિયન અને તમારી પ્રવ્રુતિઓ સારી જ છે, પણ સાવ અસભ્ય વર્તન સારૂં ના કહેવાય !” સીતાંશે શાંતીથી જવાબ આપ્યો.

“હવે, એ વાતો જવા દો, દવે સાહેબ, તમારા નવા આસીસ્ટંટ જોયાં ? મીસ સ્મૃતિ કેલકર...” દેસાઈએ સીતાંશનો ખભો હલાવીને ધીમેથી કહ્યું... “થ્રુ છે - ડાયરેકટ !” 

“અચ્છા...” સીતાંશ નોકરી આપવાની આ નવી પદ્ધતિ અંગે વિચાર કરતો કરતો પોતાના ટેબલ પર બેસી ગયો. આ વર્ષમાં આવી નિમણૂંકો કેટલી થઈ ? તેની આંખ સામે લાઈનમાં ઊભેલા અનએમ્પ્લોઈડ ગ્રેજ્યુએટ્સ અને કેબીનમાં થતી તેઓની મશ્કરીઓ તરવરી ઊઠી. તેને એક વિચાર આવ્યો કે હવે માતા-પિતાએ પોતાના બાળકોના કોલેજના એડમીશનની સાથે ભવિષ્યની નોકરીઓ અંગે ઓળખાણો શોધી રાખવી પડશે.

“એક્સક્યુઝ મી, પ્લીઝ...” તેની સામે ઊભી હતી નવી આવેલી મીસ. સ્મૃતિ કેલકર. તેના વિચારો તેણે ખંખેરી નાંખ્યા, તેને કેમ જાણે કોઈ નવા જ પ્રકારનો ભાવ જણાતો હતો.

“યસ, એની ડીફીકલ્ટી...”

“સર... પેલા બેનને એકાઉન્ટ ખોલાવવું છે...”

“મોકલો અહીં - હું તેમને સમજાવી દઈશ...” સીતાંશ નીચું જોઈને સહી કરવા લાગ્યો. થોડીવારમાં એક સ્ત્રી તેના બાળકની સાથે તેની સામે આવી. તેણે સહી કરતાં કરતાં જ તેને સામેની ખુરશી ઉપર બેસવાનું કહ્યું.

“સીતાંશ...”

તેણે ઉંચે જોયું... “અહો, સ્મૃતિ આજે ? અહીં ?” એક સાથે કેટલાય પ્રશ્નો આંખો દ્વારા પૂછાય ગયા. તેઓ એકમેકની સામે જોઈ રહ્યા.

“અહીં જ છું, છેલ્લા પંદર

દિવસોથી અહીં રહીએ છીએ - આના પપ્પાની અહીં ટ્રાન્સફર થઈ છે.”

“અચ્છા, સરસ. એ તો

એન્જીનીયર છે, નહીં? કેમ, સારૂં છે ને ?”

“હા, બસ, તમારા આશીષથી

હું સુખી છું...” સ્મૃતિ નીચું જોઈને વાતો કરી રહી હતી... “તમે ?”

“હા, બસ, સુખી છું -

જીવું છું..” સીતાંશ તેની સામે સ્તબ્ધ થઈ ને જોઈ રહ્યો, સ્મૃતિની આંખોમાં ભીનાશ હતી. તેણે બેલ મારી પટાવાળાને

બોલાવ્યો અને પાણી લાવવા કહ્યું, “અરે, સ્મૃતિ, હવે તો અમારે ત્યાં અહીં આવેલી નવી કલાર્કનું નામ પણ મીસ સ્મૃતિ કેલકર છે - કેટલું સુંદર નામ છે નહીં ?”

“યાદ છે? આજથી કેટલાય વર્ષો પૂર્વેની એ સાંજ - જ્યારે કોલેજના એન્યુઅલ ફંકશન વખતે તમે મળ્યા હતા. તમારા સુંદર લેકચર પછી હું તમારી પાસે આવી હતી, ત્યારે તમે મને પૂછ્યું હતું - “સ્મૃતિ, તારૂં નામ શું

છે?” – “નામની ખબર છે તો પૂછો છો શું કામ ?”

“સ્મૃતિ જ જિંદગી જીવવા માટેનો સહારો છે, ત્યારે મને તમોએ કહ્યું હતું. તમે પણ મારા પપ્પાની જેમ

લેખકપણું કરશો નહીં હોં !” તમને મેં હસતા-હસતા કહ્યું હતું.

“બસ....બસ...સ્મૃતિ એ દિવસો યાદ નહીં કર. એ સંધ્યાઓ હવે ફરી ઉગવાની નથી. પડી ગયેલું ઝાડ કદી પણ ફૂલ ઉગાડી શકતું નથી... લો, પાણી આવી ગયું.” સીતાંશની નજર સમક્ષ એ કોલેજીયન સ્મૃતિ અને આજે સામે બેઠેલી સ્મૃતિ તરવરી રહ્યા. પોતે એક લેખક હતો અને કોલેજમાં તેની આગવી છાપને લીધે સહુ કોઈ તેના તરફ આકર્ષાતા, તેમાં પણ સ્મૃતિ તો તેની પાછળ પાગલ બનીને ફરતી.

પરંતુ... એક દિવસ કોલેજની બાજૂમાં આવેલા બગીચામાં તેને સ્મૃતિ મળી... “સીતાંશ, પપ્પાની

ટ્રાન્સફર થઈ ગઈ !” સ્મૃતિએ ભીનશભર્યા સ્વરે કહ્યું... “સીતાંશ, હવે હું તમારાથી દૂર ચાલી જઈશ. તમે મને યાદ કરશો ને ? પત્ર લખશો ને? આપણે એક બનીને જિંદગી વીતાવશું અને આપણી આ સફર દૂર દૂર સુધી લંબાતી જ જાય...બસ, લંબાતી જ જાય...”

“અરે, અરે, સ્મૃતિ તેં તો કેટલી મોટી વાત કરી નાંખી...” સીતાંશ મોટેથી હસી પડયો, “સ્મૃતિ તને ખબર છે ને ? મારા પપ્પા મને નાનો મૂકીને મરી ગયા હતા. પછી મારી માએ કેટલાય દુઃખો વેઠીને આજે મને આ તબક્કે પહોંચાડ્યો છે. સ્મૃતિ, આજ સુધીમાં મેં એક જ સ્ત્રીનો પ્રેમ મેળવ્યો - અને તે મારી માનો - હું ઈચ્છું છું કે તેમાં

ભાગ પડાવવા બીજું કોઈ ના આવે...”

“સીતાંશ...” સ્મૃતિએ જાગ્રુત થતી હોય તેમ પોતાના વિચારો દૂર કરીને પૂછયું, “સીતાંશ, માં શું કરે

છે ?”

“મા હવે આ પૃથ્વી ઉપર નથી... સ્મૃતિ, માની ઈચ્છા છેવટ સુધી તમને મારા ઘરમાં જોવાની હતી, પરંતુ મારો

સિધ્ધાંત...”

“એટલે તમે હજુ સુધી લગ્ન જ કર્યા નથી ?”

“ના, સ્મુતિ, માના ગયા પછી મેં મારી ટ્રાન્સફર ભાગલપુર કરાવી લીધી હતી. હમણાં આ નવી બ્રાંચ થઈ છે એટલે મારી અહીં ટ્રાન્સફર કરી છે... અચ્છા જવા દો એ વાતો... જૂના પગલાંઓ ઉપર સમયની રેતી ફેલાઈ ગઈ છે હવે ફરી તે જ પગલાંઓ ઉપર ડગ માંડવાનું યોગ્ય નથી. તમારે એકાઉન્ટ ખોલાવવું છે ને ? કોનું, બાબાનું કે બાબાના પપ્પાનું ?”

“ના, બાબાનું... આજે તેનો બર્થ-ડે છે....સીતાંશ, જો “અંકલ”ને પગે લાગ... આજે રાતે ડીનરમાં આવવાનું કહીશ ને ?” સ્મૃતિએ તેના બાબાને બાજૂમાં લઈને કહ્યું.

“બહુ જ શાંત છે! શું નામ રાખ્યું છે ? સીતાંશ !!?” સીતાંશ આશ્ચર્યસહ પૂછી બેઠો.

“હા, તમારા નામનું ‘પ્રતીક’ લઈ લીધું....” થોડીવારમાં તે ચાલી ગઈ, સીતાંશ તેની પાછળ જોઈ રહ્યો.... “તમારા નામનું ‘પ્રતીક’ લઈ લીધું.” સ્મૃતિ ચાલી ગઈ - શબ્દો મૂકીને...


Rate this content
Log in

Similar gujarati story from Classics