STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

પ્રપોઝ ડે

પ્રપોઝ ડે

1 min
204

મંથન બાકો, જીંદાદિલ આધુનિક યુવાન. મીરા ફટાકડી, આધુનિક યુવતી. મીરા બેન્કમાં નોકરી કરે. એકવાર મીરાનાં મોબાઈલમાં એક મીસકોલ આવ્યો. અને આ અજાણ્યો નંબર કયારે તેના દિલમાં ઘર કરી ગયો તે મીરાંને સમજ ન પડી. હવે રોજ હાઈ "ગુડ મોર્નિંગ" ને "ગુડ નાઈટ" થી ઓનલાઈન વાતો થવા લાગી. આ મીસકોલ મંથનનો હતો. મંથનને મીરાં એકબીજાનાં નામ પણ જાણતા ન હતાં. સામાન્ય મેસેજ માથી કયારે " જાનું" બેબી"ને" આઈ લવ યુ " સુધી પહોંચી ગયા ખબર ન પડી. આ સીલસીલો છ મહિના ચાલ્યો. હવે મંથનથી ઈંતજાર થતો ન હતો. તેણે મીરાંને મેસેજ કર્યો. 

"એમજ ન તડપાવ મને

 ન જાણું નામ, ન જાણું કામ

 ન જોયો તારો ચહેરો બસ

 દિલથી દિલ મળ્યાને થઈ 

 ગયો ઓનલાઈન પ્રેમ."

બંને એ ગાર્ડનમાં મળવાનું નકકી કર્યુ. છ વાગે. બંને એ એકજ લાલ કલરનાં કપડા ને લાલ ગુલાબ લઈ આવવાનું નકકી થયું. મીરાં લાલ સલવાર કમીઝમાં ગજબ લાગતી હતી. થોડી વારમાં લાલ શર્ટમાં લાલ ગુલાબ લઈ મંથન આવ્યો. પણ આ શું ? મંથન મીરાંને જોઈ હેબતાઈ ગયો. તેના હોશકોશ ઊડી ગયા. મીરા વ્હિલચેર પર હતી. તેના બંને પગ પોલિયોગ્રસ્ત હતાં. 

મીરા મંથન ને જોઈ બોલી કે,"તું મારા માટે તારી જિંદગી ન બગાડ તને મારા કરતાં સારી છોકરી મળી રહેશે." પણ મંથન મીરાંનો હાથ પકડી ચુમી લે છે. બંનેને કશું બોલવાની જરૂર પડતી નથી. આ હતો અનોખો ને બધાથી અલગ મંથન અને મીરાંનો ઓનલાઈન પ્રેમ. 

મંથને ઘુંટણીએ પડીને લાલ ગુલાબ આપીને મીરાને પ્રપ્રોઝ કર્યુ અને બંનેએ જીવનભર સાથ રહેવાના કોલ આપ્યા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance