STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

3  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

પ્રકૃતિનો બચાવ

પ્રકૃતિનો બચાવ

1 min
128

ગામડેથી બસ આવી, રમેશભાઈ બસમાંથી ઉતરીને રિક્ષા સ્ટેશન તરફ ચાલવાં લાગ્યા. ઉનાળાના આ બળબળતા તાપમાં એક પણ રિક્ષાવાળો ન મળ્યો. ઘણો સમય રાહ જોયા પછી તેઓ ચાલવાં લાગ્યાં. ઉનાળાના તડકામાં રોડ પણ સૂમસામ પડ્યો હતો. વિસામો ખાવા રસ્તામાં છાયો આપે એવું એક ઘટાદાર વૃક્ષ ન મળ્યું. ચાલતા ચાલતા તેઓ હાફવા લાગ્યાં, રસ્તામાં ન આવ્યું પાણીનું પરબ કે ન આવ્યું કોઈ વૃક્ષ. તેઓ એકલા એકલા બબડતા હતા કે આના કરતાં તો અમારું ગામડું સારું કે જ્યાં ઘટાદાર વૃક્ષો હોય, પીવાના પાણીના પરબ હોય અને સુખ - શાંતિ હોય. આમ વિચારતા વિચારતા એક વિચાર બીજો પણ આવ્યો કે હવે હું શહેરમાં આવી જ ગયો છું અને મારે અહીં જ રહેવાનું છે તો હું કાલથી જ એક વૃક્ષનું વાવેતર કરીશ. તેઓએ આવનારી પેઢી માટે પ્રકૃતિને બચાવાનો વિચાર કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational