STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

2  

Neeta Chavda

Fantasy Others

પ્રકૃતિનાં ખોળે

પ્રકૃતિનાં ખોળે

2 mins
1.1K

શરદઋતુનાં સૌંદર્યને, રમણીયતાને અને તાજગીને માણવા નદી સરોવરને કાંઠે શરદપૂનમના દિવસે પ્રકૃતિનાં ખોળે બેસો. રાત્રે આકાશ તરફ જોશો તો આકાશમાં ઠેરઠેર રુના પોલ જેવી શ્વેત સુંવાળી વાદળીઓએ જાણે પોતાનાં આવાસ બાંધેલાં દેખાશે. અમે નાના છીએ પણ કંઈક કામના છીએ એની પ્રતીતિ કરાવતી વાદળીઓનાં રજધીરાજ સામ્રાટની જેમ મહાલતો સોળે કળાએ ખીલેલો ચંદ્ર નો રુઆબ જોયો ? 

ધરતી પર ચાંદની શીતળતા રેલાય તો ચંદ્ર માનવ સમુદાયને ઠંડકથી તરબર કરી દે છે. ધરતી પર આખું વાતાવરણ પ્રકૃતિના એક વિરટ શીતઘરમાં ફેરવાઈ જાય.

શરદરાત્રી સૌમ્ય પ્રાકૃતિક સૌંદર્યથી મન આનંદ વિભોર થઈ જાય છે. આખી રાત પ્રકૃતિની શીતળ ગોદમાં વિતાવ્યા પછીની સવાર અનોખી છે. વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ પર અદ્ભભુત રંગોની રંગોળી રચાય છે. રંગોમાંથી સૂર્યનાં કિરણો બહાર આવે છે ત્યારે પ્રકૃતિ જાણે મંદમંદ હસતી હોય તેમ લાગે છે. આસમાની આકાશ ધીરેધીરે પોતાનો પ્રતાપ ફેલાવી રહેલો સૂર્ય ધરતી પર જાણે સોનાની ઝરમર વરસાવે છે. એ ઝરમરનાં સ્પર્શથી આંનદથી ઝૂમવા લાગે છે. વૃક્ષોનો સમાધીભંગ થાય છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ એ સોનાના તેજમાં મોતીની જેમ ઝગમગવા લાગે છે. પક્ષીઓ તો કલરવથી વાતાવરણથી ગજવી મૂક્યું છે.

ગુલાબી ઠંડીથી સવારનું વાતાવરણ ખુશનુમા બની જાય છે. ગામડામાં ' દૂધ લ્યો ' ' દૂધ લ્યો ' એમ લહેકાથી ટહેલ નાખતી રબારણો, માથે બેડં મૂકી પાણી ભરવા નીંકળેલી પનિહારીઓ, ઘરમાં ગાજતાં ઘમ્મર વલોણાં મધુર કઠે પ઼ભાતીયાં અને દુહા ગાઈને ઈશ્વરને રીજ્વતા ભક્તજનોનાં હૈયામાં અને ચહેરા પર તાજગી અને સ્ફૂર્તિ વરતાય છે.

દરેક રુતુને એનું આગવું પ્રાકૃતિક સૌંદર્ય છે. એનો આનંદ ખૂલ્લા વાતારણમાં, નદી કે સરોવર ને કાઠે, પર્વતની ટોચ કે સમુદ્ર તટે, પ્રકૃતિને ખોળે બેસીને જ લઈ શકાય.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy