પરિશ્રમ એ જ પારસમણિ
પરિશ્રમ એ જ પારસમણિ
અવની ખૂબ હોંશિયાર હતી. તેને નાનપણથી કંઈક કરી બતાવવાની ભાવના હતી. શાળામાં હંમેશા અવ્વલ જ આવે. દરેક પ્રવૃત્તિમાં ભાગ લે.
પોતે નક્કી કર્યું કે કંઈક કરી બતાવવું છે. એ માટે તેણે ખૂબ મહેનત કરી. દસ બારમાં પ્રથમ નંબરે પાસ થઈ.
"હોય દ્ર્ઢ ઈચ્છા જો મનમાં
દરેક સપના થાય પૂરા."
એ માટે તેમણે રાત દિવસ જાગીને સખત મહેનત કરી. બધા જ કામ બાજુ પર મૂકીને એક જ ધ્યેય ભણવું ભણવું અને ભણવું.
જેના સપનામાં જાન હોય
તેના દિલમાં ઈશ્વર હોય.
આખરે અવનીની મહેનત એક દિવસ રંગ લાવી. તેણે જી.પી.એસ.સી ની પરીક્ષા ટોપ ટેનમાં પાસ કરી અને જિલ્લા કલેકટર બની ગઈ. આખું ગામ અવનીની આ મહેનત પર ગર્વ કરવા લાગ્યું. મહેનત હોય તો આવી.
