STORYMIRROR

Bhumiba P. Gohil

Comedy Drama Romance

4  

Bhumiba P. Gohil

Comedy Drama Romance

પ્રીતથી પાનેતર સુધી - 5

પ્રીતથી પાનેતર સુધી - 5

3 mins
227

રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એવું લાગ્યું બંને ને "

"થોડે દૂર ઊભો શિવ પણ શ્રુતિ ને એક મીઠી મુસ્કાન સાથે જોઈ રહ્યો હતો, શ્રુતિ પણ રેડ ડિઝાઈનર સાડીમાં ખુબજ સુંદર લાગી રહી હતી જાણે લાલ મખમલમાં વીંટાળેલી સોનાની મૂર્તિ જ જોઈ લ્યો.....પણ એનો ગુસ્સો જોઈને શિવ દૂર જ રહ્યો... "

શિવ પોતાના દિલ પર હાથ રાખતા મનમાં જ મલકાઈ રહ્યો !

"એક તો સુરત પ્યારી ઉપરસે ગુસ્સે કી લાલી...

બચના એ દિલ આજ હે કોઈ બીજલી ગિરનેવાલી.. "

શિવ જોઈ રહ્યો છે એ શ્રુતિએ નોટિસ કર્યું અને રાધિકા તરફ જોયું તો એ અને રુદ્ર પણ પ્રેમભરી નજરોથી એકબીજાને નિહાળી રહ્યા હતાં આ જોઈ શ્રુતિ કટાક્ષ કરતા શિવ સાંભળે એમ એના તરફ જોતા બોલી. "આજનું વાતાવરણ કંઈક વધારે જ રોમાન્ટિક છે જ્યાં જોવો ત્યાં લોકો પ્રેમમાં પડ્યા છે !"

"આ સાંભળી શિવ ત્યાં ઊભો ખડખડાટ હસી પડ્યો... આ જોઈ શ્રુતિથી પણ હસી જવાયું અને તેને શરમાતા નજર ફેરવી લીધી. "

  "આ તરફ રુદ્ર અને રાધિકા એ પોતાના નંબર એક્સચેન્જ કર્યા અને પાર્ટીમાં પણ સાથે જ રહ્યા. ધીમે ધીમે દોસ્તી ગાઢ થતી ગઈ. બંને એકબીજા માટે લાગણી ધરાવતા હતા પણ રાહ હતી કે કોણ પહેલ કરે. "

  એ જ દોસ્તીમાં બે વર્ષ નીકળી ગયા રુદ્ર-રાધિકા,શિવ-શ્રુતિ નું એક ગ્રુપ જ બની ગયું ચાંડાલ ચોકડી હંમેશા સાથે જ હોય.

   અને આ તરફ હાથમાં ફોન રાખીને રુદ્ર ચા ની ટપરી પર બેઠો શિવની રાહ જોઈ રહ્યો હતો. જેના માટે ચા એક ચા નથી પણ એક લાગણી છે તેના માટે ચાની ટપરી એ ટપરી નથી પણ કેટલીક યાદોની બેઠક છે આ બેઠક સાથે જિંદગીની બેસ્ટ યાદો સંકળાયેલી હોય છે.

પ્રેમ ભરી આંખોથી એ

રાધિકાનો ફોટો જોતો હોય છે....

ને સાથે ગીત વાગતું હોય છે ..

હું તને શોધ્યા કરું પણ....હું તને પામ્યા કરું..

તું લઈને આવે....લાગણી નો મેળો રે....

સાથ તું લાંબી મજલનો...સાર તું મારી ગઝલ નો

તું અધૂરી વાર્તા નો છેડો રે....

મીઠડી આ સજા છે દર્દો ની મજા છે....

તારો વિરહ પણ લાગે વ્હાલો રે..

વ્હાલમ આવો ને....વ્હાલમ આવો ને.....

 "રુદ્ર પણ રાધિકાના વિચારોમાં હતો કે શિવ આવ્યો અને બોલ્યો.

કાં ભાઈ શું કરે ભાભી ?

"એલા પણ બનવા તો દે શું મંડાઈ પડ્યો પણ "

"કેમ ભાઈ તારી લવસ્ટોરી હજુ ત્યાં જ છે ? "

"હા યાર રાધિકા સામે બોલી જ નથી શકતો કંઈ, એ સામે આવે એટલે હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય છે એમાં એને કેમ કેહવું કે હું એને ચાહું છું ! "

"પણ ભાઈ હિંમત તો કર ક્યાંક એવું ના બને કે તું ફૂલની આજુબાજુ ભમરો થઈને ફર્યા કરે અને કોઈ બીજું આવી તારું ફૂલ તોડી જાય ! "

"એવું ના બોલ એલા હું રાધિકા વગર મારી લાઈફ ની કલ્પના પણ ના કરી શકું એના વગર મારા જીવનનો કોઈ મતલબ નથી "

"પણ તું એકવાર વાત તો કર રુદ્ર હવે બસ એક જ વર્ષ રહ્યું છે અત્યારે નહીં તો ક્યારેય નહીં!! "

"સાચી વાત છે શિવ હું કાલે જ વાત કરીશ રાધિકા સાથે!! "

"સારું ત્યારે ચાલ હવે હોસ્ટેલ જઈએ "

"હા ભાઈ ચાલ "

પણ શિવથી આ ગંભીર વાતાવરણ સહન ન થયું...અને તેણે રુદ્રની ખેંચવાનું ચાલુ કર્યું.

શિવ: યદિ વિવાહ કી અભિલાષા હો ઓર યદિ કન્યા ભી યહી ચાહતી હો...પરંતુ વિવાહ કે રસ્તે મેં કોઈ અડચન હો તો ક્ષત્રિય ધર્મ યહ કહેતા હૈ...કી કન્યાકા હરણ કરલો.

"તું બંદ થા નોટંકી નહીં તો મારી જાન માં નહીં લઈ જાવ તને.... "

"બસ ને દોસ્ત દોસ્ત ના રહા....પ્યાર પ્યાર ના રહા... "

"શિવવવવવવ..... "


Rate this content
Log in

Similar gujarati story from Comedy