STORYMIRROR

Bhumiba P. Gohil

Comedy Drama Romance

4  

Bhumiba P. Gohil

Comedy Drama Romance

પ્રીતથી પાનેતર સુધી - 2

પ્રીતથી પાનેતર સુધી - 2

3 mins
173

આગળ આપણે જોયું કે...

બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા હતાં. રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે બે દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે જેને તે હજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.

હવે આગળ....

શ્રુતિ: હેય રાધી સાંભળને, હું શું કહું છું કે આપણે ફ્રેશરપાર્ટીમાં સાડી પહેરીએ તો ? આઈ મીન બધા વેસ્ટર્ન કપડાં પહેરશે તો આપણે કંઈક હટકે કરીયે તો મજા આવશે. શુ કહેવું ?!

રાધિકા:હમ્મ આઈડિયા બુરા નહીં, મજા આવશે ચાલ મારા તરફ થી ડન!! એનિવે મને થોડું કામ છે તો હું નીકળું.હું તને પછીથી કોલ કરીશ. 

કહી તે જતી રહે છે. પણ પાર્કિંગ માં ફરી એ રુદ્ર સાથે અથડાય છે અને પાછળની તરફ પડતી જ હોય છે કે રુદ્ર એને કમરથી પકડી લે છે અને બંને ફરી એકબીજામાં ખોવાય જાય છે..ત્યાં જ શ્રુતિના આવવાથી બંને સ્વસ્થ થાય છે...અને રાધિકા આ વાર પણ ખોટો ગુસ્સો બતાવતા બોલી." 

   "મિસ્ટર આઈ થિંક તમને કાં તો દેખાતું નથી કાં તો કંઈક વધારે જ દેખાય છે ! યાર તમને ભટકાવા માટે હું જ દેખાવ છું ?! " 

   "હા એવું જ કંઈક... "તે બસ રાધિકા ને જોઈ જ રહે છે... રુદ્ર એટલો તેનામાં ખોવાયેલો હતો કે તે શું બોલે છે તેને ખૂદ ને પણ ભાન નહોતું. 

   "હેં.... " આ સાંભળીને રાધિકા એકદમ તેની સામે આંખો પહોળી કરીને જોઈ રહે છે.

   "હેં...હમ્મ...હા...ના...એવું નથી એ તો બસ ભૂલમાં...આઈ એમ સોરી " એકાએક તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેનું માથું શરમથી જુકી જાય છે. 

   રાધિકા જવાબ આપ્યા વગર જ જતી રહે છે. જેનું રુદ્રને ઘણું દુઃખ લાગે છે. પણ શું થાય શરૂઆત જ એવી રહી. પણ તેને વિશ્વાસ છે કે તે રાધિકાને મળીને માફી માંગી લેશે અને તે પણ જતો રહે છે.

રવિવારે સાંજે

   રાધિકા પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહી હોય છે કે તેના મોબાઈલની રિંગ વાગે છે. જોવે છે તો શ્રુતિનો કોલ હોય છે. તે તૈયાર થતા થતા જ ફોન ઉઠાવે છે. "

   "હેલો "

   "હેલો રાધી કેટલી વાર તું રેડી થઈ કે નહીં ?! "

   "અરે હા બસ 2 જ મિનિટમાં આવું છું. તું ક્યાં છે ? "

   "હું બસ નીકળું જ છું "

   "સારું તો પહેલા મારા ઘરે આવ, આપણે બંને અહીંથી જ સાથે જઈએ "

   શ્રુતિ ફોન મૂકીને તરત જ રાધિકાને લેવા તેના ઘરે પહોચે છે. 

   શ્રુતિ આવતા જ રાધિકાના આવા સુંદર દેખાવને જોઈને અંજાય જ જાય છે, “ઓહો હવા હવાઈ કહાં ચલી બીજલી ગીરાને ! ? ? "

   "શ્રુતિ.....એ છોડ તું મને એ કે આ સાડી બરાબર લાગે છે ને ?!!! " શ્રુતિ આટલું બોલી તો પણ રાધિકાને હજુ ખબર નહોતી કે તે કેટલી સુંદર લાગતી હતી. 

   "મેરી જાન સજને સવરને કિ તુમ્હે ક્યાં જરુરત હૈ... કયામત ઢાને કે લિયે તો તુમ્હારી સાદગી હી કાફી હૈ.

   "જાને હવે નોટંકી."રાધિકા શરમાઈ જાય છે.

   "ઓહકે ઓહકે બિટીડબ્લ્યુ રુદ્ર તો ગયો આજે " આજે જે ઘટના બની તેનાથી શ્રુતિ અજાણ નહોતી. 

   "કેમ વળી ? " રાધિકા પણ વિચારમાં પડી ગઈ કે આને કેમ ખબર પડી. 

   "તો મેડમ તમને એવું લાગતું હોય કે મને કંઈ જ ખબર નથી તો એ વહેમ છે, જે તમે પાળ્યો છે. " શ્રુતિ રાધિકાની તરફ ત્રાંસી નરજથી જોવા લાગી.

     "માની લે રાધી યુ આર ઇન લવ !'

  "એવું કંઈ નથી યાર અને એને મળ્યે હજુ બે દિવસ જ થયા. "

  "બટ ડાર્લિંગ પ્રેમ કરવા માટે તો બે ક્ષણ જ કાફી છે "

  "શુ ?!! પ્રેમ અને મને એ રોમિયો સાથે નો વે "

   "મારે કંઈ પ્રેમ-બેમના ચક્કરમાં નથી પડવું. "

   "બટ ડાર્લિંગ પ્રેમ કરવો તો કોઈને નથી હોતો. પણ પ્રેમ લાગણી જ એવી છે કે ક્યારે થઈ જાય ખબર પણ નથી પડતી. "

   "તું તારુ પ્રેમનું જ્ઞાન તારી પાસે જ રાખ. " 

   “અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો ? ?”

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Comedy