"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૨
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૨
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું માયા બહેન ને શું તકલીફ થઈ હશે જેના કારણે માયા બહેન કરણ અને અર્જુનને રાડો પાડીને બોલાવતા હતાં. શું કરણ આરતી અને અર્જુન ભેગો મિક્સ થઈને રહેવા લાગ્યો એવી રીતે શું માયા બહેન અને વિપુલ ભાઈ સાથે પણ મિક્સ થઈ જશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા:"મે રૂમમાં સ્ટોપર પણ મારી છે, મને ખબર હતી કે તું આવીને ચાવી થી રૂમ ખોલિશ માટે મે સ્ટોપર પણ મારી દીધી છે."
અર્જુન:"એકતા જો રૂમ ખોલી દે નહીંતર તને ખબર છે ને મારો ગુસ્સો."
એકતા:"હા ખબર છે, બહુ ગુસ્સો આવે તો આઈસક્રીમ ખાઇલે જે, પણ આજે તો તને રૂમમાં આવવા જ નહીં મળે."
અર્જુન, એકતા અને કરણ વાતો કરતા હતા ત્યાં માયા બહેન કરણ અને અર્જુન ને જોર જોરથી રાડો પાડીને બોલાવે છે જે સાંભળીને કરણ અને અર્જુન તરત દોડીને જાય છે અને એકતા પણ તરત ડોર ખોલીને ત્યાં જાય છે.
હવે આગળની વાર્તા
ભાગ - ૭૨
માયા બહેનનો અવાજ સાંભળીને બધા ત્યાં આવી જાય છે અને જોવે છે તો માયા બહેન આરતીના રૂમમાં હતાં અને રડતાં હતાં. માયા બહેન નાં હાથમાં ચીઠ્ઠી હતી, આંખોમાં આંશું, માથા ઉપર પસીનો અને હાથ ધ્રુજતા હતાં. કરણ અને અર્જુન પણ આ જોઈને ગભરાઈ ગયા. કરણે માયા બહેન ને હાથ પકડીને ત્યાં ચેર પર બેસાડ્યા અને પાણી પીવડાવ્યું, એ દરમ્યાન અર્જુન અને એકતા એ માયા બહેન નાં હાથમાં જે ચીઠ્ઠી હતી તે વાંચી.
માયા બહેન ને ચક્કર આવી જાય છે અને કરણ ના શોલ્ડર પર માથું રાખીદે છે. અર્જુન તરત એકતા ને માયા બહેન માટે લીંબુ પાણી બનાવવા કહે છે. એકતા ફટાફટ લીંબુ પાણી બનાવીને લાવે છે એટલી વારમાં કરણ અને અર્જુન માયા બહેન ને પલંગ પર સુવડાવીને ત્યાં બાજુમાં બેસે છે. થોડીવારમાં માયા બહેન ને હોશ આવે છે અને એકતા માયા બહેન ને લીંબુ પાણી પીવડાવે છે.
અર્જુન:"મમ્મી તું ચિંતા ના કર હું હમણાંજ જાવ છું અને આરતીને લઈને આવું છું."(અર્જુન આટલું બોલ્યો એટલાં માં ત્યાં વિપુલ ભાઈ આવે છે.)
વિપુલ ભાઈ:"શું થયું? આરતીને ક્યાંથી લવવાની છે?"
કરણ:(ઊભો થઈને વિપુલ ભાઈ પાસે જાય છે અને વિપુલ ભાઈ નો હાથ પકડી તેને માયા બહેન ની બાજુમાં બેસાડે છે અને કહે છે)"પપ્પા આરતી અત્યારે ઘરે નથી."
વિપુલ ભાઈ:"આરતી ઘરે નથી! તો ક્યાં છે?"
અર્જુન:"પપ્પા આરતી સચિનને ગોતવા દિલ્હી જવા નીકળી છે."
વિપુલ ભાઈ:"સચિનને શોધવા? દિલ્હી!"
અર્જુન:"હા, પણ તમે ચિંતા ના કરો હું હમણાં જ જાવ છું."
કરણ:"હું પણ તારી સાથે આવું છું."
અર્જુન:"ના ભાઈ તમે અહીં જ રહો, મમ્મી અને ભાભી બનેનું ધ્યાન રાખો."
એકતા:"અર્જુન સાચું કહે છે, અને હું અર્જુન સાથે જઈશ, અમે બંને આરતીને લઈને જ આવશું."
કરણ:"ઠીક છે."
વિપુલ ભાઈ:"પરંતુ આરતી દિલ્હી શા માટે ગઈ?"
કરણ:"કદાચ સચિન દિલ્હી માં છે, મે આજેજ તપાસ કર્યું હતું તેમાં જાણવા મળ્યું કે સચિન દિલ્હીમાં છે અને ત્યાં એના પપ્પા નો બિઝનેસ સંભાળવા લાગ્યો છે. એ મેસેજ મે આરતીને ફોર્વડ કર્યો હતો."
વિપુલ ભાઈ:"શું તે સીધું આરતીને કહી દીધું!"
કરણ:"હા પપ્પા, કારણકે આરતી સચિન માટે ઘણી ચિંતા કરતી હતી, પરંતુ મે આરતીને મેસેજ પણ કર્યો હતો કે હું દિલ્હી જઈને સચિનને લઈને આવીશ."
અર્જુન:"એકતા ચાલ, આપડે જલ્દી નીકળીએ, કદાચ હજુ ફ્લાઇટ ગઈ ના હોય."
કરણ:"પણ આરતી ટ્રેન મા જતી હશે તો?"
અર્જુન:"ના ભાઈ, આરતીના ફોન નું લાસ્ટ લોકેશન એરપોર્ટ છે માટે આરતી ફ્લાઇટ માં જ જશે."
કરણ:"તો તમે જલ્દી નીકળો."
અર્જુન અને એકતા જલ્દી ત્યાંથી નીકળે છે અને માયા બહેન આ બધું જોતાં હોય છે પરંતુ કંઈ બોલવાની પરિસ્થિતિ માં નહોતા. વિપુલ ભાઈ, કરણ ને પોતાના રૂમમાં જવા કહે છે જેથી પૂજાનું પણ ધ્યાન રહે, અને માયા બહેન ધ્યાન તો વિપુલ ભાઈ વધારે સરખી રીતે રાખી શકત. કરણ ને પણ વાત બરાબર લાગી માટે કરણ પણ પોતાના રૂમમાં જતો રહ્યો અને વિપુલ ભાઈ અને માયા બહેન ત્યાં આરતીના રૂમમાં જ બેઠા હતાં.
કરણ રૂમમાં પહોંચે છે ત્યાં સુધીમાં તો પૂજા સૂઈ ગઈ હતી, પૂજાને વીકનેસ હતી માટે ક્યારની સૂઈ ગઈ હતી. કરણ રૂમમાં તો આવે છે પરંતુ કરણ ને નીંદર નથી આવતી અને આરતી અને માયા બહેન ની જ ચિંતા થાય છે, ત્યારે કરણ ને રિયલાઈઝ થાય છે કે પૂજા ની વાત સાચી હતી. કરણ ની બીમારી કરણના શરીરમાં નહોતી, પરંતુ કરણ ના મન માં હતી. કારણકે આજે કરણ માયા બહેન અને વિપુલ ભાઈ બંનેને જાતે હાથ પકડીને બેસાડ્યા અને એ લોકોને મમ્મી, પપ્પા પણ કહ્યું, છતાં પણ કરણ ને કંઈ થયું નહીં.
કરણ આ બધી વાતો યાદ કરીને ખુશ થતો હતો ત્યારે કરણ ના ફોન પર અર્જુનનો ફોન આવ્યો. અર્જુનના ફોનથી પૂજાની નીંદર બગડે નહીં માટે કરણ તરત ફોન સાઇલેંટ કરીને રૂમની બહાર આવી જાય છે.
કરણ:"હા બોલ અર્જુન."
અર્જુન:"ભાઈ અમે એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં તો દિલ્હીની ફ્લાઇટ નીકળી ગઈ હતી અને આરતી પણ એજ ફલાઇટમાં હતી."
કરણ:"તો હવે બીજી તરત જે ફ્લાઇટ હોય દિલ્હી માટે તેમાં તમે લોકો પણ નીકળો."
અર્જુન:"હા ભાઈ, એકતા એ ટિકિટ લઈ લીધી છે અને એક કલાક પછી ફ્લાઇટ છે સો અમે જઈએ છે."
કરણ:"ઠીક છે, મને બધું જણાવતો રહેજે."
આટલી વાત કરીને કરણ ફોન રખીદે છે. આ બાજુ આરતી સાચે દિલ્હી ની ફ્લાઇટ માં હોય છે અને તે ફ્લાઇટ દિલ્હી પહોંચી ગઈ હોય છે. આરતી ખૂબ જલ્દી જલ્દી બધી પ્રોસિઝર પૂરી કરીને એરપોર્ટ ની બહાર આવીને તરત ટેક્સી કરીને સચિનની ઓફિસે પહોંચી જાય છે. વહેલી સવાર હતી માટે સચિનની ઓફિસ બંધ હતી, માટે આરતી સચિનની ઓફિસ ની સામે ના રોડ પર એક ઝાડ નીચે બેન્ચ પર બેઠી બેઠી સચિનની રાહ જોવે છે.
આરતીને ભૂખ પણ લાગી હોય છે પરંતુ આરતી માટે અત્યારે એકજ વાત જરૂરી છે, સચિનને મળવું માટે આરતી ત્યાં બેઠી બેઠી રાહ જોવે છે. થોડીવારમાં સચિનની કાર ત્યાં આવે છે એ સમયે આરતીને થાક ના કારણે નીંદર આવી ગઈ હોય છે જેથી આરતીને ધ્યાન નથી રહેતું કે સચિન આવી ગયો. પરંતુ ત્યારે વરસાદ ચાલુ થાય છે જેના કારણે આરતીની નીંદર ઉડે છે અને આરતી સચિનને કાર માં જોવે છે.
આરતી સચિનને જોઈને કંઈ પણ વિચાર્યા વગર રોડ પર દોડે છે પરંતુ ત્યાસુધિમાં તો સચિન અંદર જતો રહે છે. ઓફિસ જોઈન કરવાના કારણે સચિન ની પર્સનાલિટી બદલી ગઈ હતી. આરતી બોલાવતી હતી પરંતુ સચિન કંઇપણ ધ્યાન આપ્યા વગર અંદર જતો રહે છે.
તો વાચક મિત્રો શું લાગે છે શું સચિન એકતા ને મળશે? સચિન શા માટે એકતાથી દુર જતો રહ્યો? શું અર્જુન સચિનને સમજશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.

