Ishita Raithatha

Drama

4.3  

Ishita Raithatha

Drama

પ્રેમની યાદોનાં ખાબોચિયાં-૧૮

પ્રેમની યાદોનાં ખાબોચિયાં-૧૮

5 mins
12


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે. તો વાચક મિત્રો આગળ જોઈએ કે, શું કરણે, પૂજાને અંધારામાં રાખી ? પૂજાના કરણ સાથેના સપના, પ્રેમભરી વાતો, વિશ્વાસ બધું તૂટી જશે ? આ દીકરી કોની છે ? અને તે કરણને શા માટે પપ્પા કહે છે ? આવી અનેક વાતો માટે મારી નવલકથા વાંચતા રહેજો અને તમારો કિંમતી પ્રતિભાવ આપતા રહેજો.

અત્યાર સુધીની વાર્તા

આટલું કહે છે ત્યાં કરણની આંખોમાં આંશુ આવી જાય છે એ જોઈને પૂજા કરણને પોતાના ખોળામાં સુવડાવે છે અને કહે છે, "આજે મેં તમારું ઈમોશનલ રૂપ પણ જોયું." આગળ પૂજા કંઈ કહે તે પહેલાં રૂમનો દરવાજો કોઈ ખખડાવે છે. કરણ તરત પોતાના આંસુ લુઈને દરવાજો ખોલે છે તો સામે એક નાનકડી છોકરી હોય છે, પૂજા પણ ત્યાં બાજુમાં જ ઊભી હોય છે. દરવાજો ખોલતા ની સાથેજ એ નાનકડી છોકરીને તરત કરણ તેડી લે છે અને તે છોકરી પણ કરણને ટાઇટ હગ કરીને કહે છે,"સરપ્રાઇઝ, પપ્પા હું જલ્દી આવી ગઈ." આ સાંભળીને પૂજાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો પૂજાને.

હવે આગળની વાર્તા

કરણ : "અરે મારી દીકરી ક્રિના તારો કેમ્પ પૂરો થઈ ગયો ?"

ક્રિના : "અરે ના પપ્પા, કેમ્પ તો હજુ બે દિવસ છે પણ હવે મને તમારી બોવ યાદ આવતી હતી માટે હું આવી ગઈ."

કરણ : "પણ તું એકલી, નિશા આન્ટી ક્યાં છે ?"

ક્રિના : "નિશા આન્ટી રૂમમાં સામાન મૂકે છે."

નિશા : "હું પણ અહીં જ છું, જ્યાં તમે બંને હોય ત્યાંજ હું પણ હોવ ને, બરાબરને મારી ઢીંગલી."

કરણ : "હાય નિશા, ક્રિના એ તને હેરાન તો નથી કરી ને ?"

નિશા : "અરે ના સર, તમે ચિંતા ના કરો ક્રિના સમજદાર છે, આટલી નાની ઉંમરમાં તેને ઘણી સમજણ છે."

કરણ : "ગુડ, હવે તું આરામ કર, આજે મારે ક્રિના સાથે વાતો કરવી છે."

નિશા : "ઓક સર, ક્રિના જલ્દી વાતો કરીને સુવા આવી જજે."(આટલું કહે છે ત્યાં નિશા નું ધ્યાન પૂજા પર જાય છે, જે આ બધું સાંભળતી હતી પરંતુ થોડી આઘાતમાં હતી.)

કરણ : "ચાલો ક્રિના અંદર ચાલો."

નિશા : "સર, આ તમારી મેડમ કોણ છે ?"

કરણ : "શી ઈઝ માય વાઈફ પૂજા."

નિશા : "વાઇફ! તમે ક્યારે મેરેજ કર્યા ?"

ક્રિના : "યે યે, મારી પાસે હવે મમ્મી પણ છે."

કરણ : "નિશા તું અને પૂજા કાલે વાતો કરજો અત્યારે તું જઈ શકે છે."

ક્રિના : "અરે આન્ટી તમે પપ્પા માટે જે ગિફ્ટ લાવ્યા હતા તે તો આપતા જાવ."

નિશા : (પૂજા ની શામે જોવે છે અને ગીફ્ટ ને છુંપાડીને કહે છે)"અરે ના ના કંઈ નથી, બેટા તું જલ્દી આવી જજે."

આટલું કહે છે ત્યાં કરણ દરવાજો બંધ કરે છે ત્યારે પૂજા જોવે છે કે નિશાની આંખમાં આંસું હતા. પૂજાને કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે ? કરણ તો ક્રિના ને લઈને અંદર રૂમમાં જાય છે ત્યારે પૂજાનો પણ હાથ પકડીને તેને પણ અંદર સાથે લેતો જાય છે. પૂજાના મનમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ કરણને એ વાત પર ધ્યાન નહોતું. કરણનું તો બધું ધ્યાન ક્રિના પરજ હતું.

કરણ બંનેને બેડ પર બેસાડે છે અને બંનેની ઓળખાણ કરાવે છે. ત્યારે પૂજતો કંઈ રિયેક્ટ કરી શકે એવી હાલત માંજ નહોતી, પરંતુ ક્રિના ખૂબ ખુશ હતી. ક્રિનાએ પોતાના નાના નાના હાથ પૂજાના હાથ પર રાખ્યા અને ખૂબ મીઠો પણ થોડો ગોગળા વાળતી આવાજ માં ક્રિના બોલી,"શું હું તમને મમ્મી કહી શકું ?" આ સાંભળીને પૂજાએ પહેલીવાર ક્રિના ને સરખી રીતે જોઈ, ક્રિના ના કુરકુરિયા અને ભૂરા વાળ જે ક્રિના ના શોલ્ડર સુધી આવતા હતા, ક્રિનાની ગોરી સ્કિન જે ક્રિના હશે તો તરત લાલ થઇ જતી, અને ક્રિનાનો મિઠો અવાજ, પૂજાને તેની તરત ખેંચતો હતો.

પૂજા થોડી કંફ્યુંસ હતી શું જવાબ આપે તે કંઈ સમજાતું નહોતું ત્યારે કરણે તરત પૂજાનો હાથ પોતાના હાથમાં લીધો અને પૂજાના મોઢાને પોતાની તરફ કરીને કહ્યું," ટ્રસ્ટ મી એન્ડ જસ્ટ સે યેસ." પૂજા આ સાંભળે છે અને કરણે જેમ કીધું તેના પર પૂજાને આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનું મન થયું અને એમ પણ ક્રિના એટલી ક્યૂટ હતી કે કોઈપણ તેને કંઈ પણ માટે ના નો કહી શકે, માટે તરત પૂજાએ ક્રીનાને પોતાના ખોળામાં લીધી અને કહ્યું,

પૂજા : "અરે હા, મારી ઢીંગલી તને જે મન થાય તે તું મને કહી શકે છે."

ક્રિના : "ઓકે મમ્મી."

આટલું કહીને ક્રિના એ તરત પૂજાના ગાલ પર કિસ કરી. કરણ આ બધું જોતો હતો અને જાણતો હતોકે પૂજાના મનમાં ઘણા પ્રશ્નો હશે પરંતુ ક્રિના ની શામે તો કઈ રીતે વાત થાય માટે કરણ આ બધું ત્યાં બેઠો બેઠો નોટિસ કરતો હતો અને પૂજા પ્રત્યે કરણ ને મનમાં માન પણ વધી ગયું.

પૂજા : "બેટા તે જમી લીધું ?"

ક્રિના : "હા મને નિશા આન્ટી એ પહેલાંજ જમાડી પછી જ અહીં લાવ્યા, કારણકે એમને આ રૂમમાં આવવાની પરમિશન નથી માટે એ મને જમાડીને અહીં મૂકી ગયા."

પૂજા : "પરમિશન નથી ?"

ક્રિના : "હા એ આપડા બંનેની જેમ આખા વર્લ્ડ માંથી પપ્પા માટે સ્પેશિયલ નથીને માટે, કારણકે, પપ્પા સાથે જે સ્પેશિયલ હોય તેજ રહી શકે નહિતર તો પપ્પાને,,"

કરણ : (તરત ક્રીનાની વાત વચ્ચે થી કાપે છે) અરે બસ બેટા હવે સૂવાનો ટાઈમ થઇ ગયો છે, ચલો પપ્પા અને મમ્મી ને ગુડ નાઈટ કિસ આપો અને નિશા આન્ટી પાસે જાવ તે તારી રાહ જોતા હશે."

પૂજા : "પણ કરણ એ કઇક વાત કરતી હતી તે તી કરવા દો."(કરણ, પૂજાની વાત ને ઇગનોર કરે છે.)

ક્રિના : "ના પપ્પા આજે મારે તમારી અને મમ્મી ની સાથે સૂવું છે."

કરણ : "તું તો મારી ગુડ ગર્લ છે ને, તો ચાલો હવે જલ્દી જાવ."

કરણ આગળ કંઈ કહે તે પહેલાં પૂજા ક્રીના ને તેડીને બેડ પર લઈ જાય છે અને સ્ટોરી કરતા કરતા સુવડાવે છે. કરણ ને થયું કે જો ક્રિના અત્યારે અહીંથી જાય તો હું પૂજાને બધી વાત કરું પરંતુ પૂજાને મારા ભૂતકાળ વિશે જાણવું નથી લાગતું ઠીક છે તો મારે પણ કંઈ કહેવાની જરૂર નથી.

આવા વિચાર સાથે કરણ પણ સૂઈ જાય છે અને પૂજા વિચારતી હતિકે ક્રિના સૂઈ જાય પછી પોતે કરણ ને પહેલાં બધું પૂછશે, હાથે હાથે કોઈપણ ધારણા બાંધશે નહીં. પણ ક્રિના સૂતી તે પહેલાં તો કરણ સૂઈ ગયો હતો. પૂજા ને થયું કે સવારે કરણ સાથે વાત કરશે અત્યારે કરણ ને જગાડવા નથી. પૂજા આટલું વિચારતી હતી ત્યાં રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો.

કરણ અને ક્રિના હજુ હમણાં જ સુતા હતા માટે પૂજા તરત દરવાજો ખોલે છે જેથી કરણ અને ક્રિનાની નીંદર ના બગડે. પૂજા દરવાજો ખોલે છે તો સામે નિશા હોય છે. પૂજા નિશાને અત્યારે સરખી રીતે જોવે છે, નિશા લાંબી, પતલી અને રૂપાળી હોય છે, સ્પીચ પણ સારી હોય છે. તરત પૂજા, નિશાને અંદર આવવા કહે છે પરંતુ નિશા કહે છે,"ના મને એલાવડ નથી."

***

તો વાચક મિત્રો શું પૂજા, નિશા પાસેથી કરણ અને ક્રિના નાં સંબંધ વિશે જાણશે ? કે પછી કરણ વાત કરે ત્યાં સુધી રાહ જોશે ? શું ક્રિના અને નિશા ના આવવાથી કરણ અને પૂજા ન સંબંધ માં કોઈ ફ્રે થશે ? આવા અનેક પ્રશ્નોના જવાબ માટે મારી નવલકથા જરૂરથી વાંચજો.

ક્રમશ :...


Rate this content
Log in

Similar gujarati story from Drama