STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

પ્રેમની અનુભૂતિ

પ્રેમની અનુભૂતિ

1 min
233

પ્રેમ, સ્નેહ, પ્યાર, મહોબ્બત તેની અનુભૂતિ એક અદ્ભુત લહાવો છે. પ્રેમ એટલે શારીરિક નહીં પણ એક હૃદયનાં ઊંડાણમાંથી નીકળતી સરવાણી...... આપણે પ્રેમને બસ એક માળખામાં બાંધી રાખ્યું છે. જે ખોટું છે. આપણે પ્રેમ ને હવસ, વાસના સાથે સરખાવીએ છે. પણ પ્રેમ એક નિર્મળ અનુભૂતિ છે. જે ભાઈ, બહેન કે માતા સાથે પણ હોય શકે. જ્યાં કંઈ પણ લેવાની ભાવના ન હોય, બસ આપવું, બીજાને ખુશ જોવું, કે પછી તેનાં દુઃખમાં દુઃખી થવું એ પ્રેમ છે.

હાલનાં સમયમાં બસ પ્રેમને લોકોએ શરીર સાથે જોડી દીધું છે. અને સાથે સાથે આ મોબાઈલ, છીછરાં વાંચન આજની પેઢીને ગેરમાર્ગે દોરે છે. આજનાં સમયમાં પ્રેમ માત્ર ક્ષણિક બનીને રહી ગયો છે. પ્રેમલગ્ન કરનારને સમય જતાં પ્રેમ ઓસરી જાય છે.

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી.... બસ તેને દિલથી મહેસૂસ કરવાનો હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance