પ્રેમની અભિવ્યક્તિ પરિવાર
પ્રેમની અભિવ્યક્તિ પરિવાર
પ્રથમ અને આકાશ જીગરી દોસ્ત, બંને ને એકબીજા વગર ન ચાલે. ને આ દોસ્તી ને રોજ જોતી હતી એક પ્રજ્ઞા. પ્રજ્ઞા આકાશની કઝીન . પ્રથમ સોહામણો ને રમુજી પણ એના પિતાના નિધન પછી . શાંત થઈ ગયો હતો. બસ આ વાત જે આકાશને ન ગમતી ને સાથે પ્રજ્ઞાને પણ, કેમ કે પ્રજ્ઞા પ્રથમને પ્રેમ કરવા લાગી હતી. આની જાણ આકાશને હતી પણ. પ્રજ્ઞા તો બસ પ્રથમ ને જોઈ ને મલકાતી. હવે આકાશ પાસે એક તક હતી. પ્રથમ ને પહેલાં જેવો કરવો અને પ્રજ્ઞાના પ્રેમની વાત માટે. જન્મદિવસ હતો આકાશનો દર વર્ષની જેમ આ વખતે પણ બર્થડે ઉજવવા માટે પોતાના ફાર્મ હાઉસમાં જાય છે. બધા જ મિત્રો આવી ગયા હોય છે. પ્રજ્ઞા પણ બાકી હોય છે પ્રથમ જેનું મન ન હોય પણ મમ્મી જવાનુ કહે છેઃ પણ જતો નહીં. ત્યારે ત્યાં. જીગર આવી ને કહે છે (1 વર્ષે નાનો ભાઈ )ભાઈ જાઓને આકાશ ભાઈ તમારાં વગર ઊજવશે નહિ ને તમે. એમના પરિવાર વારા તો કેસે કે કેવો મિત્ર કે જન્મદિને ન આવ્યો. તમારી ફ્રેન્ડ પ્રજ્ઞા એને કેટલું ખોટું લાગશે. પ્રથમ પ્રજ્ઞાનું નામ સાંભળતાં જ રેડી થઈ જાય છે. અને પાર્ટીમાં પહોચે છે. જયાં પહેલે થી આકાશ રાહ જોતો હોય છે એને આવતાં જોતાં એ ભેટી પડે છે. અને પાર્ટી શરૂ થાય છે. હવે પ્રથમની આંખો પ્રજ્ઞાને શોધે છે. પણ મળતી નહિ. તો એમતેમ નજરો દોડાવે છે ત્યાં જ એની નજર સ્વિમિંગ પુલ પાસે પડે છે જયાં પ્રજ્ઞા પાણીમાં ચાંદા ને જોતી હોય છે. ને પ્રથમ પ્રજ્ઞાને. પ્રજ્ઞા આજે અલગ જ દેખાતી હતી ભારતીય પરિધાનમાં ડ્રેશમાં ઘણી વાર જોઈ હતી. પણ આજે તો પ્રેમરૂપી રુપમાં નિખાર અલગ જ દેખાતું હતું. પ્રથમ પ્રજ્ઞા પાસે જાય છે અને બેસે છે, પણ પ્રજ્ઞા નું ધ્યાન ન હતું. એટલે પ્રજ્ઞાના હાથમાં હાથ નાંખી ને જગાડે છે. ત્યારે પ્રજ્ઞાની આંખોમાં આંસુ હોય છે. ને બને મન એક બીજાને જોતા રહે છે ને પ્રેમનો અનુભવ કરે છે. આકાશની ખુશી ડબલ થઈ જાય છે. ને ખુશી ખુશી ના કલરવથી કોલેજ પૂર્ણ થાય છે આકાશ ફેમીલી બિઝનેસ ને પ્રથમ પિતાના સપનામાટે પોલીસ માં જોડાય છે. પ્રજ્ઞા કોલેજ માં હોય છે. ફ્રી સમયમાં મળતાં રહે છે. અને દિવસો સુખમયી જાય છે, હવે પ્રથમના ઘરમાં લગ્નની વાત માટે કહે છે પણ તે ના પડે છે એનું કારણ તે કોઈને નહિ જણાવતો. આકાશને પણ નહીં. પ્રજ્ઞા જયારે પ્રથમને મળે છે તો સીધું કહી દે છે તું નહિ તો હું બીજા કોઈ સાથે લગ્ન નહિ કરું. અને પ્રથમ મજાક માં બોલે છે હું ન હોવું તો ત્યારે એ મારા ભાઈ જોડે પણ ની. અને બંને હસી પડે છે. પણ વાત નસીબ સાંભરી ગયું હોય છે. અને પ્રથમ લગ્ન માટે હા પાડે છે. ને સાદાઈથી લગ્ન વિધી પૂર્ણ થાય છે. ને જેની રાહ જોઈને બે હૈયા એક થવા માટે તરસે છે. પ્રણયની રાત ને સુંદર સવાર લઈને આવે છે. રોજની જેમ દિનચર્યા શરૂ થાય છે . આમજ ખુશી ભર્યા દિવસો પસાર થતાં હતાં. ભાઈ ભાભી નણંદ મસ્તી મોજમાં અચાનક જ પ્રજ્ઞા બેભાન થઈને પડે છે. જીગર પ્રથમને જાણ કરે છે પ્રથમ આકાશ ને ડો. આવીને ચેક કરે છે અને કહે છે કે પ્રજ્ઞા માં બનવાની છે ઘરમાં ખુશીનો માહોલ હોય છે. ને પ્રથમને કોઈ જાણ કરતું નહિ બધા પોતપોતાની વાતોમાં મસ્ત હોય છે ને પ્રજ્ઞા આરામ કરતી હોય છે. ને પ્રથમ ઘરે આવે છે. ને જોય છે કે બધા ખુશ છે પણ પ્રજ્ઞા નહિ દેખાતી તો સીધો રૂમમાં જાય છે. ને આરામ કરતાં જોતા જ કહે છે કે શું થયું વહાલી ને કપાળ પર ચુંબન કરે છે ત્યારે પ્રજ્ઞા શરમાઈ જાય છે ને બોલે છે તમે પાપા બનવાના. ને પ્રથમ નાચવા લાગે છે. . ધૂનમાં કાંઈક આમ કહે છે હું તો ભીંજાયો તારા પ્રેમમાં.
તને જોતા જ ખોવાઈ ગયો તારા હાસ્યમાં.
કુદરત પણ ઘાયલ છે આ નયનમાં.
હું મહેકી ઊઠ્યો મધુર અવાજમાં.
સુધબુધ ખોવાયું તારા આ મુખડામાં.
સવાર ની પરોઢમાં શરૂ થાય ફરી એ રોજના કામો પણ હવે બધા પ્રજ્ઞા નું ધ્યાન રાખતાં હતા. ને પ્રથમ પણ ને પ્રજ્ઞા પણ એના બાળક માટે તકેદારી રાખતી હતી. બધું જ સરસ ચાલતું જ હોય છે કે પ્રથમને પ્રોમોસોન મળે છે અને બહાર જવાનું હોય છે જે એક મિશન માટે જેમાં એનો જીવ પણ ચાલ્યો જાય પાછા આવવનાની ગુંજાઈશ ઓછી હોય છે કેમ કે આ દેશભક્તિના દેશનું માન હોય છે. જતા પહેલા એના પપ્પાના આશીર્વાદ લેય છે. દેશમાટે જ પપ્પા એ પણ બલિદાન આપ્યું હતું એ વાત યાદ કરે છે ને આંખોમાં આંસુ હોય છે . ને ભાઈને જણાવે છે કે હું હોવ કે ન હોવું ભાભી નું ધ્યાન રાખજે જ હું ન પણ આવું તો તારી જવાબદારી છે કે ત્યારે તું મારી જગ્યા લે. ને પ્રથમ પ્રજ્ઞાને આરામ કરતી જોઈને નીકળી જાય છે. મિશન પહોંચીને ને સીધો ફોન કરે છે ને જણાવે છે. ને દરરોજ વાતો થતી હોય છે. આમ ને આમ પ્રજ્ઞા ની સાથે પણ વાતો થાય છે, ચાર માસ પછી પ્રજ્ઞા બાળકને જન્મ આપવાની હતી. આજ દિનની રાહ જોઈને સમય બેઠો હશે કે શું. અચાનક પ્રજ્ઞા ને દુખાવો થતા હોસ્પિટલ માં લઈ જય છે જ્યાં તે બાળકને જન્મ આપે છે. બધા ખુશ હોય છે ઉત્સવનો માહોલ હોય છે એ બાજુ આકાશ પ્રથમને જાણ કરે છે ત્યારે તો રાજા આવ્યો છે ને પ્રથમ ખુશ થઈને મિશન ના અંતિમ તબક્કામાં હોય છે જયાં તે મિશન ને પૂર્ણ કરીને આવતાં જ ઘાયલ હાલત માં એનું મૃત્યુ થાય છે. ને બધા જ નાના મહેમાનની સ્વાગતમાં તૈયારીમાં હોય છે . નામ બાળકનું રાખે છે અમર. ને પ્રથમ શહાદત માં અમર થાય છે ને ચહેરા પર સ્મિત હલકું લાવે છે. હવે પરિવાર રાહ જોતું હતું. બસ પ્રથમની જેની આવવાની કોઈ અવકાશ હોતો નથી. બસ હોય છે તો શબ જે લોકો ના ભલાય માટે કુરબાન કર્યું. ન્યૂઝ ચૅનલોમાં સમાચાર શરૂ થાય છે. ગુજરાતના પોલિસ જવાન મેજર પ્રથમ પટેલ નું મીશન માં શહીદ થયાં. પરિવાર ના પગતળેથી જમીન ખસી જાય છે. ને પ્રથમનું શબ ઘરે આવે છે. માન સમ્માન થી. ને પદવી સાથે બિરદવવામાં આવે છે. જીગર ને લેટર આપે છે જેમાં પ્રથમ એ લખ્યું હોય છે કે મારા બાળકને પ્રજ્ઞાની જવાબદારી તને સોપું છું મને આશા છે કે તું નિભાવીશ. ને પરીવારને ખૂશ રાખશે. ને જીગર રડી પડે છે. આ લેટર આકાશ જોય છે ને પ્રજ્ઞા ને જીગર સાથે લગ્ન કરવા કહે છે. જીગર બાળક ને પ્રજ્ઞાનું દરેક બાબતમાં માન ને તકેદારી રાખે છે જેની નોંધ પ્રથમે કીધી હતી.
આમ કહાની નો દુઃખદ પણ સુખની પરિવાર માટે આશા કરતું ભાવિ નો ઉલ્લેખ થયો છે.
મિત્રો પ્રેમ કરવો. ને પામવો મહ્ત્વ નહિ. પણ પ્રેમને નિભાવવો જરુરી છે. પ્રેમનું રૂપ છે ત્યાગ સમર્પણની ભાવના.
