ફેસબુકની લવસ્ટોરી
ફેસબુકની લવસ્ટોરી
પાંખી આજે બહુ જ ખુશ હતી, પાંચ વર્ષના ફેસબુકની મિત્રતા પછી એ રેહાનને મળવા જઇ રહી હતી. એક એવા મિત્રને મળવા એ આતુર હતી જેનો ચેહરો આજ સુધી જોયો ન હતો. બસ થતી હોય તો ફેસબુક પર વાતો તે પણ રાતે 11 વાગ્યા પછી. દરરોજના જીવનની નાની વાતો શેર કરતા બીજું શું? પણ રેહાન પાંખીને મનોમન ચાહવા લાગ્યો હતો, તેના માટે સમય પસાર કરવો મુશ્કેલ બની રહ્યો હતો, દિવસે કોલેજ રાતે નોકરી કરતા તે પાંખી સાથે વાત કરી લેતો. પણ આજે મેસેજના રીપ્લાય ન આવતા રેહાને સીધો પાંખીના એફબી પર કોલ કર્યો, પણ ફોન ન ઉપાડતા એની ચિંતાઓ વધી ગઈ. આજ દિન સુધી ક્યારેય આવું નહિ થયું, તેનું મન વિચલિત થયું. અને મનોમન નકકી કરી લીધું કે જેવી વાત થશે કે એ મુલાકાત માટેનું પૂછી લેશે. અને બીજા દિવસે સવારે પાંખીનો રીપ્લાય આવ્યો.
પાંખી-માફ કરજો દોસ્ત હું ગામ ગઈ હતી તો તમારી સાથે વાત ન થઈ. અચાનક જવાનું નક્કી થયું એટલે નીકળી ગયા. મને ખબર હતી કે તમને મારી સાથે વાત કર્યા વિના જરાય ન ચાલે. બોલો હું અહી સુરત શહેરમાં છું. પાંચ દિવસ માટે તો.. મુલાકાત ?
રેહાન-હેય શું વાત કરે છે તું અને સુરત શહેરમાં.
વાહ ગઈ કાલે પ્રભુ પાસે બીજું કંઈ માંગતે તે પણ મળી જતે. હાય રે મારુ નસીબ ચમકયું
પાંખી- સારું તો મળીયે આપણે.
રેહાન જરૂર બોલો ક્યાં ફરવા જવું છે. અંબાજી કે ડુમસ
પાંખી અંબાજી. પણ મેં જોયુ નથી.
રેહાન તમે રેડી થાવ હું લેવા આવું અને ફેસબુક લોકેશન શેર કર્યું.
ત્રીસ મિનિટ પછી બંનેએ સાથે અંબાજીના દર્શન કર્યા. અને ચોપાટી ગાર્ડનમાં ગયા ધીમે રહીને રેહાને પોતાના ચેહરા પરથી રૂમાલ દૂર કર્યા બાદ હાથને લંબાવતા જ પાંખીએ હાથ જીવનભર માટે પકડી લીધો.

