Gayatri Patel

Inspirational

3  

Gayatri Patel

Inspirational

ખાખીનું જીવન

ખાખીનું જીવન

3 mins
215


વિવેક મનહરભાઈપટેલનો પુત્રને બાળપણથી પોલીસ બનવાની ઘેલછા હતી અને આજે તે પોલીસના ખાખી વર્દીમાં સજ હતો. એને તમે જોવ તો એ છ ફૂટ હાઈટ ધરાવતો મધ્યમ બાંધાનો સોહામણો યુવાન. ખાખી વર્દીમાં સુરત શહેરમાં પ્રવેશ કરે છે. વિવેક પટેલ નામના યુવાનને જોતાં સત્તાવીસ વર્ષનો લાગે. અને તેના વાત કરવાના વ્યવહારને જોતા તો તેની પોસ્ટિંગ સુરત શહેરના એક એવા વિસ્તારમાં થાય છે જ્યાં કોઈ જાતનું નિયમ પાલન નથી. પણ એ પોતાની નેકદિલીથી તે વિસ્તારના લોકોનું મન જીતી લે છે. અને થોડાં જ સમયમાં ત્યાંના ઇન્સ્પેક્ટર તરીકે સારી નામના મેળવે છે.

પણ આ બધું કામ કરવા માટે તો પોલીસની નોકરી સ્વીકારી હતી. ખબર નહિ પરંતુ ક્યાંથી એનામાં એ જોશ અને જૂસ્સો છે કે એ પોતાના ઘરડા માતા પિતાની સેવા નહિ કરી શકતો કે પરિવારમાં કોઈને ત્યાં મળવા કે મુલાકાત લીધી નથી. આજ એક એવું પાસું છે ખાખીના જીવનનું કે એને બધા રંગમાં એક જ રંગ વધુ સારી રીતે જાણતો હોય તો તે ખાખી.

વિવેક એક સારો પોલીસ ઓફિસરની સાથે દીકરો પતિ અને પિતા પણ છે. જ્યારથી પોલીસ બન્યો છે ત્યારથી તે મિત્રોને દેશ સેવા અને તેના કામની ચર્ચા કરતો હોય. કોઈ દિવસ પિકચર કે ફરવા જવાનું કોઈ જાતનો શોખ નહિ.બસ ખાખીની સેવા જ એનો ધર્મ. 26મી જાન્યુઆરી હોય કે હોળી ધૂળેટીનો પર્વ એમને ખબર હોય કે આજે બંધોબસ્તમાં જવાનું છે. તહેવારો તો એમના માટે એક સેવાના જ હોય. ચોમાસું હોય કે શિયાળો એમને એમની નોકરી માટે ખડેપગે ઉભા હોય. ના કોઈ ઈચ્છા વીના એ પોતાનો ચહેરો હસતો રાખીને પોતાની જવાબદારી નિભાવે છે.

ધમધમતા તાપમાં કે ઉનાળા માં ખાખી 40 ડિગ્રીમાં તે બહાર કામ કરે છે. ના કોઈ પંખાના પવન વિના પરસેવે રેબઝેબ થઈને ભોજનની પરવા કર્યા વગર એ 24 કલાક કામ કરે છે. દેશમાં કરફ્યુ હોય કે પુર ભૂકંપ કે કોઈ નેતાની રેલી અને પોતાની થાકને દૂર કરી નોકરી નિભાવે છે. મહામારીના રોગ સામે પોતાના જીવનું રક્ષણ કર્યા વિના એ દરેક ભારતીયોનાં પરિવારનું રક્ષણ કરવા માટે રસ્તા પર મનની લાગણીને કાબુમાં રાખી આંખના આંસુને છુપાવી દરેક આવતા જતા વ્યક્તિઓને સમજાવે છે, અને પોતાનું ધ્યાન રાખવાનું કહે છે. કારણકે એ પણ એમનો પરિવાર જ છે.

પણ જ્યારે ખાખીની વાત આવે ત્યારે એમની સામે સો સવાલો ઊભા કરે છે, ક્યારેક આપણે ખાખીના જીવનની જિંદગી કેવી હોય છે તે જાણવાની વાત કરી નહીં ? ખાખીનું વાસ્તવિક જીવન કંઈક અલગ હોય છે એ હમણાં કોરોના રોગ સામે આપણી સેફટી માટે પોતે બહાર જીવના જોખમે સેવા કરતા જોયા છે પણ. આપણી સામે લાઠી ચલાવે છે પણ ત્યારે એમના પર શું વેદના થાય ખાખી જાણે. પણ દરેક ખાખી એ જીવનમાં આ તબક્કાથી પસાર થવું જ પડે છે. અત્યારના સમયમાં તે ઘણા પ્રકારના લોકોને મળી ચુક્યો હતો.

એક સેવાભાવી વ્યક્તિ તરીકે કામ કરે જ પણ પોતાના નોકરીના સમય પછી પણ તે બધાને મદદ કરી. એક પોલીસ પાસે બંદૂક સિવાય કંઈ ન હોય બસ પોતાની નોકરીને સચ્ચાઇથી નિભાવી જાણવાની રીત. 

વિવેક કોઈ પણ જાતના ભેદભાવ વગર એ પોતાની ઈમાનદારીથી ફરજ નિભાવે છે. અને આજ કાર્યમાં તે નિરંતર સેવા આપીને લોકોના પ્રશ્ન સુલજાવ્યા કરશે એ એનો પોલીસના નોકરીમાં લાગ્યાનો પહેલો નિયમ છ. બસ આટલું જ કેહવું છે કે

'ખાખીનું માન રાખી સમજાવે શાનમાં,

માનવતાના પ્રેમભર્યા કર્તવ્યો નિભાવે વાતમાં,

હે ખાખીના સેવકો તને મારા લાખો સલામ'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational