જન્મદિનની માંગણી
જન્મદિનની માંગણી
નમસ્કાર મિત્રો હું તમને એક નાની વાર્તા કહું છું.
એક 8 વર્ષનું નાનું બાળક,એનું નામ જય. જન્મદિનની શું તે ખબર નહિ, પણ બાળકની મમ્મીએ સીમાએ પૂછયું, 'શું જોઈએ જન્મદિન પર ?'
બાળકે તરત જ વિચાર્યા વિના જ કહ્યું કે "મને મારા માતાપિતા સાથે વાત કરવા કે રમવા માટેનો સમય જોઈએ છે તે પણ દિવસનો થોડોક સમય."
હવે બાળક હતું તો સારા ઘરનું પણ માતાપિતા નોકરિયાત તો સાંજે જ બાળકની દેખરેખ કરતા, આટલું સાંભળતા જ પછી શું, મા એ તરત કહ્યું એ તો હું તને આપું છું ને સમય. આજે તને ભેટમાં જોઈએ એ માંગ, બાળકે કહ્યું કે એક ઘર આપો.
બાળકના પપ્પા પણ આ બધું જોતા જ હતા તો એ તરત ભેટમાં લાવેલા રમકડાનું ઘર આપી દિધું, ગિફ્ટ ખોલી જોયું પછી બાળક બોલ્યો આ નહિ પપ્પા સાચું ઘર. આપણા ઘર જેવું, માતા પિતા ઉચ્ચ વિચારવાળા અને અબજોપતિ હતા એટલે બાળકને કહ્યું દીકરા "તું 18 વર્ષનો થશે ત્યારે ઘર તારા નામ પણ થશે."
બાળક કહે, "સારું પપ્પા તમે ત્યારે પણ તમે મારી સાથે રહેજો, હું તમને કંઈક બતાવીશ."
આટલું સાંભળ્યા પછી જયના મમ્મી પપ્પા તો સાંભળીને વિચારમાં પડી ગયા. પિતાએ જયને એક ડાયરી આપી. અને ડાયરીમાં પોતાના સપના વિશે લખતો. તે દિવસે બાળકે સરળ અને સરસ રીતે જન્મદિન ઉજવ્યો. ભેટ સોગાદ મળી. પોતાની ઈચ્છા મુજબ ગમતું બધું કર્યું. અને ત્યારબાદ તે રોજ ડાયરીમાં નોંધ કરતો.
દરરોજની જેમ મંદિર બાળક ફેમિલી સાથે દર્શને જતા હતા. અને ત્યાં મંદિરની બાજુમાં નાની ઝુપડી બેઠેલા વૃદ્ધ દાદા દાદી માટે કઈ લઇ જતો, અઠવાડિયામાં એકવાર તો મુલાકાતમાં એ એમના માટે કઈક લઇ જતો અને તેના બદલે સામેથી વ્હાલભર્યો લાડ પ્રેમનો આશીર્વાદ વરસાવતા. આમ જન્મદિન પણ મંદિર 10 વર્ષ પછી બાળક જન્મના દિવસે એમના પપ્પા પાસે ગયો, પપ્પાને ભેટીને કહે "પપ્પા મારુ ઘર." બાળકના બોલ પર પપ્પા કહે "દીકરા તને યાદ છે ?"
બાળક કહે "હા પપ્પા હું જન્મદિન પર નોટમાં નોંધુ છું અને આજે આ દિવસની રાહ જોતો હતો"
પપ્પા કહે "એક મિનિટ હું તને ઘરના પેપર આપું."
"બાળક કહે પપ્પા ચાવી આપોને મને."બાળકના પપ્પા
એ ચાવી આપી.
તરત જય બહાર દોડતો નીકળી ગયો અને જતા જતા બોલ્યો "પપ્પા હું કહું ત્યારે ઘરમાં હાજર રહેશો ને ?'
પપ્પાએ કહ્યું "હા હું અહી જ હોઈશ'
જય બહાર નીકળી ગયો, એને આમ જોતાં એના પપ્પા પણ ખૂબ ખુશ થયા,
જય ખુશ થતા મંદિરે ગયો ત્યાં દર્શન કરીને ત્યાં મંદીરે રહેતા વૃધ્ધ દાદા દાદીને લઈને નવા ઘરે આવ્યો, અને મમ્મી પપ્પા ને બોલાવ્યા સાથે આરતી પૂજા કરીને ઘરમાં પ્રવેશ આપ્યો.
જય એ કહ્યું "આજથી તમે અહીં રહેશો, આ ઘરમાં મારા મમ્મી પપ્પા સાથે દાદા દાદી,"વૃધ્ધ દાદા દાદીની આંખમાં આંસુ આવી ગયા.
ત્યારે જયના પપ્પાએ કહ્યું "અમેં તો અનાથ છીએ બા બાપુજી શું માતાપિતાનો પ્રેમ શું તે પણ અમે જાણતા નથી. પણ મારા દીકરાએ આજે અમને દાદા દાદીના સંસ્કાર બતાવ્યા તે બદલ હું એનો આભારી રહીશ. "
આટલું બોલતા જ ખુશીના આંસુ આંખમાં આવી ગયા. પ્રભુના દર્શન કરીને હળીમળીને પરિવાર રહેવા લાગ્યું. એક બાળકે પોતાના સંસ્કારોના વિચાર સાથે જન્મદિન પર માતા પિતાને અમૂલ્ય ભેટ આપી, મા બાપના વ્હાલની સરવાણી આપી.
ઉપરના ભાગની વાર્તામાં જન્મદિનની માંગણી શું હોવી જોઇએ એ તો આપણા સંસ્કાર પ્રમાણે જ ખબર પડી જાય પણ આજકાલના છોકરાઓને ક્યાં ખબર હોય. 'કૂવામાં હોય તો જ હવાડા માં આવે.'
એ તો હર કોઈ જાણે છે. વસ્તુ લેવી કે માંગવી શું કામ પણ જે જરૂર પડે તે આપણી સમક્ષ હાજર કરે છે. તો પણ આજકાલની પેઢી મોંઘીદાટ વસ્તુઓ માંગે છે, અને માતાપિતા તે હાજર પણ કરે છે અમુક લોકો તો બાઇક, કાર માંગે છે અને મહદઅંશે તે પુરી પાડવામાં આવે છે. પણ શા માટે જેટલી જરૂર એટલું જ લઈએ તો શું કામ વધારાનો ખર્ચો કરવો, અને એનાથી પણ વિપરીત તમે જે બાઇક આપો છો તેના કારણે ઘણી દુર્ઘટનાઓ ઘટી છે અને ઘણાએ એમના દિકરો ખોયો છે.
પણ કહેવાય ને 'વીતે એ લોકો જાણે બીજું તો શું સમય જાણે તેમને અવનવા પાઠ ભણાવે'
આપ સૌ મિત્રો સારી અને સરસ સેવાના કાર્ય રૂપી ઉપયોગ થાય એવા જન્મદિનની ઉજવણી કરો એવી મારી શુભેચ્છાઓ પાઠવુ છું. અને ભૂલે ચુકે કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય હોય તો માફ કરશો.