અધૂરી કહાની - 1
અધૂરી કહાની - 1
ગૌરવ - હાઈ
પિંકલ - બોલો. કેમ છો ગૌરવ ?
ગૌરવ કહે મસ્ત પણ તમને ક્રિકેટ ગમે છે ?
પિંકલ હા બહુ જ ધોની મારો ફેવ. અને તમે પણ સરસ રમો છો. હું પ્રાર્થના કરીશ કે તમે હજી આગળ વધો.
ગૌરવ-હા રમું છું મારુ પેશન છે પણ આગળ કયારેક ન વધી શકું.
પિંકલ ,કેમ
ગૌરવ,ઘણા નિયમો હોય છે તેની સામે કયાંક ?
પિંકલ ,પણ તમે સુરતની સાથે ગુજરાતમાં તો રમી શકોને.
ગૌરવ-હા જોઈએ હવે.
પિંકલ ,ઓકે બાય કામ આવી ગયું.
ગૌરવ -હેલો તમારું નામ તો પૂરું કહો.
હેલો.
હેય.
આમ 2 3 દિવસ પસાર થઈ ગયા અને મહિનો પૂરો થયો. ગૌરવ સુરતની સમાજની ગલી ક્રિકેટમાં છવાય ગયો.
અને એના નામની પોસ્ટ ફરી ફેસબુક પર ચર્ચા થવા લાગી.
અને એની પોસ્ટ જોતા જ પિંકલ એ લાઈક કરી.
અને અભિનંદનની સાથે 2 લાઈનો લખી દીધી.
આ તરફ ગૌરવ પિંકલના મેસેજની રાહના ફિરાકમાં જ હતો.
ત્યારે તો ઓન્લી ટેક્સ્ટ મેસેજ અને ફેસબુક જ હતું, 2012- 13ના સમયની વાત. ફોન પણ ઘણા ઓછા લોકો વાપરતા.
અને અચાનક નોટિફિકેશન આવી એફ. બી. ની કે તરત જ ગૌરવ એ એફ. બી ઓપન કર્યું અને મેસેજ કર્યો.
હેય ક્યાં છે તું ?શું કરતી હતી?.
કેટલા ડે તારા મેસેજની રાહ જોઈ?
મેસેજ પણ એફ. બી. પર કર્યા .
નો રીપ્લાય.
કેમ આવું?
તને સમજ પડે કે? નઈ.
અહીં કોઈ રાહ જોતું હોય તે.
એક સાથે 50 મેસેજ મોકલી દીધા.
આટલા એક સાથેના મેસેજ થી ગૌરવ વિચારે પડ્યો શું કહેશે મારા વિશે મને પણ? તે બધા માં જ ગણશે.
હવે શું કરું?
તરત મેસેજ ડીલીટ તો થાય નય તો શું કરું શુ કરું? કરતા એ બોલતા માથે ટપલી મારી.
અને મેસેજ કર્યો સોરી જી પી.
અને ફોન સાઈડમાં મૂકી દીધો અને પોતાના રોજિંદા કામમાં લાગી ગયો,રાતે નાઈટ શિફ્ટ હોવાથી એ ફ્રી થઈને સુઈ ગયો.
પિંકલ કામ કરીને ફ્રી થઈ અને જોબ પર જવા નીકળી. રસ્તામાં જતા થયું કે એફ. બી. ઓપન કરું.
ઓપન કરતા જ એના પર ગૌરવના આકર્ષણનો વરસાદ થયો. પહેલા તો એને વિશ્વાસ ન આવ્યો પણ. પછી એન્ડમાં જીપી જોતા એ મનમાં હસી. પણ પોતાના પર કાબુ રાખી.
ઓકે સોરી અને હવે સમય મળે તો મેસેજ કરીશ એમ લખી મોકલી દીધું અને સાથે જીતની ખુશીની પાર્ટી પણ માંગી. (પાર્ટી જોઈતી ન હતી પણ બસ કહ્યું શબ્દમાં,)
આ બાજુ ઓફીસ પહોંચતા ઓફીસ કલીગ કિનલ એ નોટિસ કર્યું કે પિંકલ ઘણા સમય પછી આજે એ ખુશ દેખાય છે. પરિવારમાં આટલું બધું કામ કરવા છતાં કોઈ દિવસ એની સામે જોઇયું ન હતું અને આટલું સહન કરતા પણ રોજ ઉદાસ આવતી આજે ખુશ જોતા એ મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગી. કે આને ક્યારેય દુઃખ ન દેતા અને પિંકલ મનમાં કહે કે પ્રભુ મને ખુશ જોનારા ને તું હમેશા દુઃખ થી દુર રાખજે. ભલે તકલીફ હોય તે મને આપી દેજે. ઓફિસમાં ટેબલ પાસે આવતા જ કિનલ ,ઘરે બધા સારા ને અને તું પણ કોઈ કઇ ?
કામ હોય તો કહેજે બસ તું હસ્તી રહે. અને કિનલ ત્યાંથી નીકળી ગઈ.
ગૌરવ -મેસેજની રાહમાં ઊંઘ ન આવતી હતી એટલે ઉઠી ગયો અને મેસેજ જોયા.
મેસેજ જોતા એની ખુશી નો પાર ન રહ્યો.
તરત જ રીપ્લાય કર્યો ઓકે મળી જશે પાર્ટી
જગ્યા અને પ્લેસ કહેજો.
મેસેજ કરી ફ્રેશ -જમીને જોબ જવા નીકળી ગયો.
જોબ જતા બાઇક પર એને પિંકલના વિચારો આવતા હતા ક્યારે મળશે શું કહેશે?
અને ઘણું બધું.
આ તરફ પણ પિંકલ ઘર કામથી પરવારી પથારીમાં સુતા સુતા મેસેજ જોવા લાગી. અને એને ઓનલાઈન જોતા તરત નેટ બન્ધ કરતી હતી કે પિંકલનો મેસેજ આવ્યો.
કેમ રીપ્લાય નહિ આપવો ?
જો ખોટું લાગ્યું હોય તો હું સોરી ન બોલું
અને તમને થેન્ક યુ પણ ન કહું હા ચોકેલેટ આપીશ પણ.
આટલું જોતા જ પિંકલ એ ઇમોજી મોકલું.
અને આમ જોતાં જોતાં એમની લવ લાઈફની વાત શરૂ થઈ.
રોજ રાત્રે 2 વાગે સુધી પિંકલને ઊંઘ ન આવે તેથી અવનવી ક્રિકેટ લેખનને લગતી વાત ગૌરવ કહેતો,સમય જતા એકબીજાની પસંદ ન પસંદ.
રમત ગમત બધું જણાવી દીધું પણ કોઈએ પ્રેમનો એકરાર ન કર્યો. સમય એની ધારે વહેતો ગયો.
હવે રોજ ગૌરવને પિંકલની આદત પડી હતી વાત કરવાની એક દિવસ ગાયત્રીનું એક્સીડેન્ટ થયું અને તેણીને 3 દિવસ હોસ્પિટલમાં રોકાવવાનું હતું. ભાનમાં તો હતી નહિ પિંકલ. અને ફોન તો તૂટી ગયો હતો.
1 દિવસ થયો 2 ,3 દિવસ સુધી મેસેજ ના જવાબ ન આવતા પિંકલના !
ગૌરવે સીધી બાઇક પિંકલના એરિયા બાજુ વાળી પણ સોસાયટી નામ ન ખબર હોવાથી તે ફરી ઘરે પરત ફળ્યો.
કોઈને પૂછવા ન જતા, 17 સવાલ થાય એના કરતા તેની ઈજ્જત બગડે એ હેતુથી ચૂપ રહ્યો.
સમય થતા તેણી સારી થઈ અને ઘરે મહેમાનો આવતા તે કોઈ જવાબ જોવાનું દૂર આપી પણ ન શકી. અને તે ચુપચાપ જોતી.
થોડાક દિવસ પછી તક મળતા ગૌરવને પૂરી વાતની જાણ કરી દીધી. અને પોતાના દુઃખ પી ગઈ.
સમય ની સાથે સાથે બંનેનું કમ્યુનિકેશન અને સમજણ મલતી ગઇ. પ્રેમમાં પડતા તેઓ એકબીજાના પ્રેમનો કરાર પણ કરી દીધો.
પણ મિત્રો કુદરતની કલા તો જુઓ જયારે એ લોકોને પ્રેમ થયો પણ મુલાકાત અધૂરી રહી ગઈ.
ક્રમશઃ

