Kiran Goradia

Romance Inspirational

3  

Kiran Goradia

Romance Inspirational

પ્રેમ શાશ્વત છે..

પ્રેમ શાશ્વત છે..

4 mins
13.8K


અનંત છે...પ્રેમની પરીભાષા...(પ્રેમમા સમર્પણ હોય... વિશ્વાસ હોય.) વીનીત સુધાના લવમેરેજ 14 ફેબ્રુવારીના થયા.... ભાગીને કોર્ટ મેરેજ કર્યા...સુધાના મમ્મીપપ્પા સુધાને સમજાવી સમજાવીને થાક્યા કે તુ ચાલીસીસ્ટમમા નહી રહી શકે. રસોઇકામ, ઘર નુ કામ તુ નહી કરી શકે. પણ કહેવાય છે ને પ્રેમ આંધળો છે. અને બેઉજણા લાગ જોઇને ભાગી ગયા. સુધા એ કાઇ વિચાર્યું નહી...અને..કોઇ ને વિચારવાનો મોકો પણ ન આપ્યો.(વીનીત ની ટુકી આવક મા) લગ્ન પછી પોતે વીનીતમય બની ગઇ. આજે 14 ફેબ્રુવારી હતી વીનીતના લગ્નને આજે પંદર વર્ષ પુરા થતા હતા. વીનીત ખુબ જ પ્રેમ કરતો હતો એની પત્ની સુધાને.(વીનીતના લગ્ન થયા ત્યારે વીનીત નોકરી કરતો સાધારણ પરીવારનો ચાલીસીસ્ટમ મા રહેતો).સુધા સુખી પરીવાર ની દીકરી હતી.

લગ્ન પછી સાસરે આવીને કોઇ દીવસ પીયરની મોટાઇની વાતો કોઇ ને કહેતી નહી પણ વીનીત ને મદદરુપ બની. ટ્યુશનો કરીને ગુજરાન ચલાવતી એનુ વીનીતને ગૌરવ હતુ. નોકરીમાથી ધંધા ની લાઇન મળી અને આજે પંદર વર્ષમા જ ધંધાકીય રીતે ઘણો આગળ નીકળી ગયો હતો. સારો પૈસો બનાવી નાખ્યો. બે બાળકો અને પોતે બેઉજણા હર્યોભર્યો સંસાર આજે લગ્નતીથી હોવાથી વીનીત સુધાને સરપ્રાઇઝ પાર્ટી આપીને સુધાની બધી ઇચ્છા પુરી કરવા માંગતો હતો. સુખ જ સુખ પૈસાની કોઇ કમી નોતી. આજે મોટી હોટલમાં એનાથી પણ વધારે એ સુધાને સરપ્રાઇઝ ફોરેન ટુરની ટીકીટ આપી ખુશ કરવાનો હતો. ઘણા વખતથી સુધાને ફોરેન જવાની ઇચ્છા હતી. આજે એ પણ પુરી થવાની હતી. બાળકો પણ મમ્મીને પોતાના હાથે બનાવેલ કાર્ડ આપવાના હતા. સુધાને બોલાવવા વીનીત ઘરે આવ્યો ડોરબેલ વગાડી. પણ દરવાજો ન ખુલ્યો વીનીતને થયુ કે બાળકો સાથે બહાર ગઇ હશે.

બાજુ ના ઘરેથી ચાવી લઇને દરવાજો ખોલ્યો.ત્યા તો એણે સુધા ને જમીન ઉપર ઉંધા માથે પડેલી જોઇ દોડી ને સુધા પાસે જાય છે. સુધા ઉભી નોતી થઇ શકતી અને સુધાની હાલત જોઇને વીનીત સુધા ને ખભે નાખીને ફેમીલી ડોક્ટર પાસે દોડી  ગયો. ડોક્ટર સુધાને જોઇ ને દવા આપીને રીપોર્ટ કઢાવવાનુ કહ્યુ. વીનીત રીપોર્ટ લઇ ડોક્ટર પાસે જાય છે. રીપોર્ટ જોઇ ને ડોક્ટરે કહ્યુ કે, 'સુધાને આર્થરાઇટીસ રોગ લાગુ પડ્યો છે (વાનો રોગ)એનુ પરીણામ ભયંકર છે. ધીરેધીરે એના સ્નાયુઓ સંકોચાતા જશે. શરીર ઘટતુ જશે.'

વીનીત બોલ્યો, 'દવા ઓપરેશન કાઇક તો ઇલાજ હશેને ડોક્ટર બોલ્યા આનો કાઇ ઇલાજ નથી. હુ તને ક્લીયર કટ કહી દઉ છુ કે તુ અંધારામા ન રહે. હાડપીંજર હોય એવી હાલત. વીનીત સાંભળી ન શક્યો દવાખાનાની બહાર નીકળીને ઘરે આવ્યો. ડોક્ટરે માહિતી આપેલા ભયંકર બીમારી વિષે વિચાર કયૉ અને વિચાર્યુ કે હજુ સુધા પરવશ નથી થઇ. પથારીવશ નથી થઇ ત્યા સુધીમાં એની હર એક ઇચ્છા પુરી કરવી છે. ફોરેનટુરની ટીકીટો તૈયાર હતી પણ, સુધા તૈયાર નોતી. ડરી ગઇ હતી. તેને પોતાની પરીસ્થીતી નો અંદાજો આવી ગયો હતો. વીનીત બોલ્યો, 'હુ છુ પછી શુ કામ ડરે છે વીનીત ફીલ્મી અંદાજ મા બોલ્યો" મૈ હુ ના" અને સુધા હસી પડી તૈયાર થઇ ગઇ જવા માટે સ્વીઝરલેન્ડના રંગીન નઝારાઓ જોવા માટે. પણ ત્યા જઇને બર્ફીલા વાતાવરણમા સુધા ના પગ ચાલે નહી. વિનીત વ્હીલચેરમાં બેસાડીને ફરતો. ફરી ને પાછા આવ્યા ધીરેધીરે સુધાનુ હલનચલન બંધ થઇ ગયુ. શરીરમાંથી ચેતના ઓછી થવા લાગી. શરીર ઘટવા લાગ્યુ. સુધા પોતે પણ આ બીમારીથી ડરવા લાગી. આખો દીવસ વ્હીલચેરમાં બેસીને વિનીત અને બાળકોની સામે રડી પડતી. પણ વિનીત એને કંઈઓછુ આવવા ન દેતો. વ્હીલચેરમાં પણ સુધાને સુધાની બહેન અને ભાઇભાભીની સાથે ગાડીમાં આજુબાજુ ના રમણીય સ્થળે ફરવા લઇ જતો. ચાલીસ વર્ષનો વીનીત હવે મોટેભાગે સુધા પાસે રહેતો. સુધાને પણ વીનીત આમ ઘરમાં રહી ને પોતાની સેવા કરે એ પસંદ ન હતુ. પણ લાચાર હતી. વીનીતને કહેતી ભગવાન મને લઇ લે તો સારુ. તુ બીજા લગ્ન કરીને મારા છોકરાઓ માટે નવી મા લાવજે. વીનીત કહેતો મારા માટે તો તુ એક જ છે સમજી. આવી વાત બીજીવાર કરતી નહી. આમ ને આમ વષૉ પસાર થતા રહ્યા. હવે તો વ્હીલચેરમાં સુધાનુ હાડપીંજર ફરતુ રહેતુ. એને વીનીત ખવડાવે તો ખાય. કોઇ જાતની અપેક્ષા નોતી સુધાને. એની આંખ વીનીતને જ શોધતી રહેતી. અને વીનીતને જોતાજોતા જ સ્થીર થઇ ગઇ. આડત્રીસ વર્ષ ની સુધા વીનીત નો પુર્ણ પ્રેમ પામી...


Rate this content
Log in

Similar gujarati story from Romance