Kiran Goradia

Inspirational Children

2  

Kiran Goradia

Inspirational Children

બીકણ સસલું

બીકણ સસલું

3 mins
8.7K


ઘનઘોર જંગલમાં જંગલી વાઘ, સિંહ જેવા ખુખાર પ્રાણીઓની સાથે - સાથે બીકણ સફેદ સસલાંની ટોળી બીન્દાસ જંગલમાં હરતી ફરતી. બધાંજ નાના પ્રાણીઓ વાઘ સિંહની ત્રાડ સાંભળીને આઘાંપાછાં થઇ જતાં. પોતપોતાના માળામાં ગુફામાં કે ઝાડ ઉપર છુપાઇ જતા પણ બીકણ સસલાં તો વાઘની પીઠ ઉપર ચડીને ઘોડો ઘોડો રમતાં.

હાથી, શિયાળ, કુતરા, જંગલી બિલાડા, પોપટ, મેના... બધાંને નવાઇ લાગતી કે બીકણ સસલું... જે જરાક અમસ્તો અવાજ સાંભળીને બખોલમાં ઘુસી જાય... એ... કેમ ઘોડો ઘોડો... રમે છે?

બધાં આપસ - આપસમાં બોલીને ચૂપ થઇ ગયાં પણ ચતુર શિયાળને ચેન પડે નહીં, "આવું કેમ...?" એણે એક તરકીબ શોધી વાતનો તાગ મેળવવા, એક દિવસ વાઘ અને સિંહ બે ત્રણ જાનવરોને ફાડીને મીજબાની કરીને સુઇ ગયા પોતાની ગુફામાં. ચતુર શિયાળ સમજી ગયું કે હવે બે દિવસ સુધી આ વાઘ અને સિંહ આ ગુફામાંથી નહીં નીકળે એટલું ખાધું છે. એટલે શિયાળ બીતાં બીતાં ગુફા પાસે ગયું. ગુફામાં નજર કરી તો દ્રશ્ય જોઇને શિયાળની આંખ ચાર થઇ ગઇ! બીકણ સસલું વાઘ, સિંહના શરીરને પંપાળી રહ્યાં હતાં અને બીજું સસલું રખવાળી કરી રહ્યું હતું અને લુચ્ચું શિયાળ ત્યાં પહોંચી ગયું અને શિયાળ બોલ્યું, "સસલાભાઇ તમે તો ભારે હીંમતવાળા છો... ખુંખાર વાઘ અને સિંહનો તમને ડર નથી લાગતો કે કોઇકવાર ફાડીને ખાઇ જાશે..." 

સસલું બોલ્યું, "ડર કોનો હું તો... એ લોકોને ડરાવું છું... મને તો વાઘ સિંહ પોતાની સાથે રાખે છે ડરના માર્યો... કે જો તમને લોકોને ખબર પડી કે ખુંખાર વાઘ સિંહ મારા જેવા નબળા પ્રાણીથી ડરે છે... તો જંગલના રાજાનું બીરુદ પાછું આપી દેવું પડશે. સમજ્યા શિયાળ ભાઇ હવે ભાગો અહીંયાથી... સસલાંની આવી વાહીયાત વાતો સાંભળીને શિયાળને શાંતીનો થઇ. જરુર કોઇ ગડબડ છે જ... પણ સસલાંભાઇ તો છાતી ફુલાવતા ફુલાવતા ગુફામાં ઘુસી ગયા કે જાણે મોટો મીર માર્યો હોય એમ...!

હવે એક દિવસ એવું બન્યું કે સસલું ધીમે ધીમે જંગલમાં ચાલી રહ્યું હતું. ત્યાં તો આકાશમાં જોરદાર વીજળીનો અવાજ આવ્યો અને સસલાંભાઇ તો આમતેમ ડરના માર્યો કુદકા મારી રહ્યા હતા. ત્યાં શિયાળ પહોંચી ગયું અને સસલાંને રંગેહાથ પકડીને બોલ્યા, "તને ખુંખાર પ્રાણીનો ડર નથી લાગતો અને આવી મામુલી વીજળીથી શેનો ડર લાગે છે સસલાંભાઇ... સસલું છોભીલું પડી ગયું અને બોલ્યું, "ડર - ડર શેનો આ તો વરસાદ પાણીના છાટાં પડવાથી શરીરને ઠંડી લાગે છે."

દોડીને પાછું ગુફામાં ઘુસી ગયું. હવે શિયાળને ખાતરી થઇ ગઇ કે આ બીકણ સસલું એ શું જાદુ કર્યો છે કે વાઘ અને સિંહ એને પોતાની સાથે રાખે છે. લુચ્ચા શિયાળની તો રાતની ઊંઘ હરામ થઇ અને એક દિવસ એવું બન્યું કે સિંહ અને વાઘને આપસમાં વાતો કરતા શીયાળે જોયા અને શિયાળભાઇ એ કાન માંડ્યા અને સંભળાણું કે આ સસલાંભાઇ આપણી આગળપાછળ ફરે છે.

એની વાતો આખા જંગલમાં ફેલાઇ ગઇ છે. અને પંચાતિયું શિયાળ એની પાછળ પડી ગયું છે. હવે આપણે કેમ કરીને જંગલના પ્રાણીઓને સમજાવવું કે આ બીકણ સસલાંના પૂર્વજો બહુ બહાદુર હતા. એણે આપણને મોટી ઉપાધીમાંથી બચાવેલા. યાદ છે ને આખા જંગલમાં આગ લગાડી હતી આપણ ને પકડવા માટે... પણ એનાથી બચાવીને આપણને બીજી જગ્યા એ લઇ ગયેલા એનું કરજ ચુકવીએ છીએ અને બીકણ સસલાં એટલા ક્યુટ છે ને કે એને મારી ને ખાવાનું મન થતું જ નથી રુની પુણી જેવા છે. સિંહ બોલ્યો, "ભલે બધા જંગલ ના પ્રાણીઓ અંદર અંદર વાતો કરે પણ આપણી સામે આવવાની કોઇની હિંમત નથી.

વાતો કરતાં કરતાં સિંહ અને વાઘ ગુફામાં ઘુસી ગયા. હવે શિયાળભાઇને શાંતી થઇ કે સાચું કારણ જાણવા મળ્યું કે કોઇનો ઉપકાર ભૂલવો નહીં... અને બાળકો આપણે પણ કોઇનો ઉપકાર ન ભૂલવો. જો ખુંખાર પ્રાણીઓ ન ભૂલે તો આપણે તો પામર મનુષ્ય છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational