Kiran Goradia

Inspirational

3  

Kiran Goradia

Inspirational

ડબકાં

ડબકાં

2 mins
7.2K


ડબકાં?

ડબકાં, નામ સાંભળતા જ પ્રીતી એ મોઢું બગાડ્યું. જોરથી બોલી, "હું ઘરે નહીં જમું જ્યારે ને ત્યારે તારે સાદી રસોઈ જ બનાવવી હોય. ખીચડી મુઠીયાં ઢોકળાં."

તરલા બોલી, "સાંભળ તો ખરી, હું તો માસી સાથે વાત કરતી હતી કે ડબકાં..."

"અરે વળી પાછા ડબકાં."

તરલા હાથ જોડીને બોલી, "મારી મા! શાંત થા. તું ડબકાં મૂકવાનું બંધ કર. જો કોઇ વાત કરતું હોય અને વચ્ચે વચ્ચે બોલે તેને ડબકાં મૂકે એને ડબકાં મૂકવાનું બંધ કર એમ કહેવાય સમજી? મારી ઢબુડી."

પ્રીતી ખડખડાટ હસી પડી. "આ તમારી ગુજરાતી ભાષા પણ જબરી છે હો."

તરલા ગુસ્સાથી બોલી, "આ વળી તમારી ગુજરાતી ભાષા એટલે શું? તું કાંઇ અંગ્રેજની ઓલાદ છે?"

પ્રીતી બોલી, "મમ્મી.. મમ્મી... શાંત થા. હું અંગ્રેજની ઓલાદ તો નથી પણ નાનપણથી અંગ્રેજીમાં ભણવા મૂકી, ભણવાનું અંગ્રેજીમાં, ગાવાનું અંગ્રેજીમાં, તું પણ અમારી સાથે અંગ્રેજીમાં જ વાત કરતી હતી મને અંગ્રેજી શીખવાડવા માટે યાદ છે તને?" તરલા બોલી, "મને યાદ છે. જમાનાની સાથે તાલમેલ રાખવો પડે પણ એવુ નથી કે તમારે પોતાની જાતને અંગ્રેજ બનાવી દેવાની. એ ભાષામાં રંગાઇ જવાનું. આપણે કર્ણાંટકમાં રહીએ છીએ એટલે બાકી જો ગુજરાતમાં રહેતાં હોત તો તને ગુજરાતી ભાષાનું મહત્વ સમજાત. ગુજરાતી બોલવાની પણ અલગ અલગ શૈલી છે. સુરતી, અમદાવાદી, મુંબઇના ગુજરાતી બધા જ ગુજરાતી

બોલે પણ વાત કરતા જ ખબર પડી જાય કે અમદાવાદી છે કે સુરતી મુંબઇની ભાષા."

પ્રીતી બોલી, "મમ્મી, આ વખતે વેકેશનમાં મને ગુજરાત જ લઇ જા. મને તો તારી વાત સાંભળીને ગુજરાતી શીખવાની તાલાવેલી લાગી છે. તારા ડબકાં એ તો ભારે કરી હો." અને બન્ને હસી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational