STORYMIRROR

Mittal Chudgar Nanavati

Romance

4  

Mittal Chudgar Nanavati

Romance

પ્રેમ એટલે

પ્રેમ એટલે

3 mins
68


રોમિયો જુલિએટ, આદમ ઇવ, દેવદાસ પારો જેવી ક્લાસિક લવસ્ટોરી જેમને આપણે આદર્શ ઓફ લવ ગણિયે એમાં સહજીવન અને લાંબો સહવાસ સુંદર રીતે કેમ ગાળવો એનું કોઈ એક્સપ્લેનેશન કે એક્ઝામ્પલ નથી. પ્રેમમાં પડી જવું સહેલું છે પણ એજ પ્રેમને વર્ષો સુધી ટકાવી રાખવો અઘરો છે અને ઘણાં કિસ્સાઓમાં પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે. એનું કારણ કદાચ ઇન્ટેગરિટી અને વિલલિંગનેસનો અભાવ હોય છે. જેવી રીતે રોજે ખિચડી ખાઈને કંટાળો આવે એમ આ લાંબો સહવાસ પણ કંટાળાજનક બની જતો હોય છે. એને ઇન્ટરેસ્ટિંગ એન્ડ હેપ્પેનિંગ રાખવાં માટે ચેફ બનવું પડે, જે એજ બોરિંગ ખિચડીને અલગ સ્વાદ, રૂપ, રંગ અને અંદાજે પેશ કરે. ડેકોરેશન એન્ડ ગાર્નિશિંગનું પણ એટલુંજ મહત્વ હોય છે. ચેફનો એની વાનગી પ્રત્યેનો પ્રેમ એની બનાવની લગન અને પેશકશમાં દેખાય છે. મન, મગજ,પોતાનામાં રહેલી સઘળી આવડત, સર્જનાત્મકતા અને સમય જ્યારે એ સાદી વાનગીમાં ભળે છે ત્યારે જ એ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર વાનગી બને છે.

અતિશય ભુખ લાગી હોય ત્યારે સ્વાદિષ્ટ વાનગીની જરૂર નથી હોતી, એન્જિન નવું હોઈ ત્યારે મેઈનટેનન્સની જરૂર ઓછી પડે છે તેવીજ રીતે પ્રેમ જયારે પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે માવજતની જરૂર ઓછી પડે છે, પરંતુ સમય જતાં એની ઇફેસીયંસી ઘટે ત્યારે એને દેખ રેખ, જાળવણી અને કાળજીના લ્યુબ્રિકેશનની જરૂર પડે છે. પ્રેમ ના મધ્યાંતરે વિવિધતા અને રંગો સાથેનો સંગ જોઈએ જ્યારે અંતિમ તબક્કે સમય અને કાળજીનો સંગ જોઈએ.

મેં નજરે જોયેલું સહજીવન અને અપાર પ્રેમનું ઉદાહરણ મારા નાનાજી હતાં. એમનો પ્રેમ મેં એમની યુવા

ની દરમિયાન તો નથી જોયો પણ ઘડપણમાં ખૂબ જોયો છે. અપાર પ્રેમની સીધી સાદી વ્યાખ્યા એટલે "અપાર કાળજી" જેની સામે ફૂલો, ભેટ,ડાયમંડ રિંગ, રોમાંસ અને શબ્દો પણ ફિક્કા લાગે. કોઈની કાળજી લેવી એટલે તમારાં દિલ અને દિમાગમાં એમના માટે સતત કંઈક સારું કરવાની ચાહ અને એ કરવા માટે અપાતો અમુલ્ય સમય. મારાં નાનાજી એ એમનો પુરો સમય મારા નાની માટે ફાળવ્યો હતો. નાનીને ઢીંચણ નો વા હતો, બેસવા ઉઠવામાં તકલીફ થાઈ તો માલિશ પણ કરી આપે, સમયે સમયે આદું લીંબુનું પાણી અને અનેક જાતના ઘરગથ્થુ નુસખા કરી નાનીની સેવા કરે. મને ત્યારથીજ સમજાય ગયું હતું કે પ્રેમમાં વાતો અને પ્રેમની વાતો કરવી ખૂબ સેહલી છે, અઘરું છે તો બસ એ પ્રેમમાં પોતાનાં શરીર, સમય અને અહંકારનું બલિદાન આપવું.

મારા મગજમાં ત્યારથીજ લવ એટલે કેર એ વ્યાખ્યા છપાય ગઈ. અને કેર કરવા માટે સાથે રેહવું પડે એ પણ સમજાઈ ગયું. એટલે જો પ્રેમમાં પડીએ કે કોઈ વ્યક્તિ જોડે સહજીવનનું વિચારીએ તો એ આજીવન જ હોવું જોઈએ એમ હું માનું છું. જો આ સંબંધનો પાયોજ કાચો હોય અને મુઝવણ કે સમાધાનથી બંધાયો હોય તો આ સહજીવન એક સજા બની જાય છે. સજા ભોગવી તો શકાય પણ માણી ના શકાય. એટલેજ પ્રેમ કરીએ અને સહજીવનનું વિચારીએ ત્યારે માઈન્ડ ક્રિસ્ટલ ક્લીઅર અને નિર્ણય રોક સોલિડ રાખવો પડે. બસ, પછી કાળજીની છત્રી વડે જીવનના આકરા તડકાનો સામનો કરવાનો જેથી પ્રેમના રંગો નિસ્તેજ ના થઇ જાય.

Love is never about you, it is always about your loved one.

Love is never about gaining , it is always about giving.


Rate this content
Log in

Similar gujarati story from Romance