Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

ધર્મના નામે હુકુમત કે શાશન ન હોય !

ધર્મના નામે હુકુમત કે શાશન ન હોય !

7 mins
214


એક અફઘાનીઅમેરિકી લેખક છે ખાલિદ હુસૈની. ખાલિદનો જન્મ કાબુલમાં થયો હતો. ૧૦વર્ષની ઉમરમાં પરિવાર સાથે એમણે કાબુલ છોડ્યું હતું અને હાલ US માં વસે છે. 'ધ કાઈટ રનર' અને 'અ થાવઝંડ સ્પ્લેનડીડ સન્સ' એમણે લખ્યાં છે [વિશ્વ વિખ્યાત શ્રેષ્ઠ વિક્રેતા પુસ્તકો છે] બંને નવલકથામાં એમણે તાલિબાન અને સોવિયેટ શાશન હેઠળના અફઘાનિસ્તાન,એના લોકો ખાસ કરીને સ્ત્રીઓ, ત્યાંની ખોફનાક પરિસ્થિતિઓનું આબેહૂબ વર્ણન વાર્તાના રૂપમાં કર્યું છે. આજે જે સ્થિતીમાં અફઘાનિસ્તાન છે તેમાં બહુ નવાઈ નથી. તેની હાલત તાલિબાન પહેલા પણ દયનિય જ હતી. ૧૯૭૮માં અફઘાન કૉમ્યૂનિસ્ટ પાર્ટી અને રશિયા વચ્ચે મૈત્રી કરાર થયો હતો પરંતુ જયારે ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાનમાં લશકરી દળ મોકલવાનું ચાલુ કર્યું ત્યારે ત્યાંના મુજાહિદીનોંને એ પોતે બનાવેલા ઈસ્લામ માટે ખતરો લાગ્યો. તેથી સોવિયેટ યુનિયનમુજાહિદ્દીન વચ્ચે 1979 1989 સુધી યુદ્ધ ચાલ્યું.અફઘાની કૉમ્યૂનિસ્ટ સરકાર[જે ઈસ્લામિક છે] અને સોવિયેટ એક તરફ અને મુજાહિદીન બીજી તરફ. ત્યારે અમેરિકા અને ચાઈના બંને એ મુજાહિદ્દીનોનું પાલનપોષણ કર્યું, શસ્ત્રો આપ્યાં,કારણ કે એ વખતે USSR થી બંનેને ખતરો હતો [USSR કૉમ્યૂનિસ્ટ અને મૉટે ભાગે રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ હતા]. પરિણામે, ૧૯૯૦ માં સોવિયેટ એ પીછેહટ કરી અને તાલિબાન શાશનમાં આવ્યું.આઈસીસ હોય કે તાલિબાન આંતકવાદી જૂથોને ઊભાં કરવામાં અમેરિકા અને ચાઈનાનો સૌથી મોટો હાથ છે. પાકિસ્તાન તો માત્ર પ્યાદું છે જે અમેરિકા, ચાઈના અને તાલિબાનના હુકમથી ચાલે છે. પરંતુ,આ તાલિબાને અમેરિકાના શસ્ત્રો વડેજ તેના વર્લ્ડ ટ્રેડ સેન્ટર[૯/૧૧] પર હુમલો કર્યો, ત્યારે અમેરિકી ઉશ્કેરાયા, રોષે ભરાયા. પોતે ઉછેરેલો સાપ પોતાનેજ ડંખી ગયો એટલે ૨૦૦૧માં અમેરિકાએ અફઘનીસ્તાન કોમ્યુનિસ્ટ પાર્ટીને સહાય આપી, ત્યાં સૈનિક દળ ગોઠવ્યું, ઓસામા બિન લાદેનને પતાવ્યો, પોતાના હથિયારો વેચી ધંધો કર્યો અને હવે પોતાનો સ્વાર્થ પૂરો થયો એટલે ઘરભેગા થયા. અફઘાનિસ્તાનના કિસ્સામાં કોઈએ ક્યારે પણ એના વિષે વિચાર્યું ન હતું અને કોઈ વિચારશે પણ નહીં. કારણ કે દરેક દેશની સરકારને પોતાના લોકોને જવાબ આપવાનો છે, પોતાના ભવિષ્ય વિષે વિચારવાનું છે. મદદ માટે ભાગતા રેફયુજીઓમાં આતંકવાદીઓના માણસો પણ હશેજ એમાં શંકાને કોઈજ સ્થાન નથી, તો એ લોકોને શરણ કેમ આપવું જે કાલે તમનેજ ગોળી મારી ઉડાવી દે ? સાચા શરણાર્થીઓ માટે આપણે સહાનુભૂતિ દાખવી શકીયે પણ એમનું સ્વાગત ન કરી શકીયે. બીજા દેશો કે લોકો તમને સહાય આપી શકે પણ તમારા માં 'વિલ ટુ લિવ' 'વિલ ટુ બી ફ્રી' 'વિલ ટુ ફાઈટ' નો જુસ્સો પેદા ન કરી શકે. એ આપણે જાતેજ કરવું પડે. આપણી સુરક્ષા અને સલામતી માટે આપણે પહેલા જવાબદાર છીએ માટે કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાનું અને પોતાના દેશનું વિચારવું એ દરેક સરકાર અને નાગરિકનો ધર્મ અને કર્મ છે.

હવે પ્રશ્ન છે ભારત નો ? આ પરિસ્થિતિમાં ભારત ઉપર પણ સંકટો ઓછા નથી.આજે ભારત પણ ચાઈના અને અમેરિકા માટે પ્રતિસ્પર્ધી છે. ભારત વિરુદ્ધ ષડયંત્રો રચાતાંજ રહ્યાં છે અને હજી વધારે રચાશે. ભારત પર ત્રણે બાજુથી અસુરોનો આતંક તો છે જ. બાંગલાદેશ, ચાઈના, પાકિસ્તાન અને હવે તાલિબાન. એક્સપાન્શન, કમ્યુનિઝમ અને ટેરરેરિઝમ સામે જો લડવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગુલામી સિવાય બીજું કશુંજ કરવાનું નહીં રહે અને ગુલામી એટલે શું એ કોણ નથી જાણતું ? પરંતુ આ વખતની ભારતની લડાઈમાં સૈનિકોની સાથે સ્ત્રીઓના ખભા ઉપર પણ મોટી જવાબદારી છે. કેમ ? 

કારણ કે...

આ તાલિબાની જે ઈસ્લામમાં માને છે કે ચાઈના જે કૉમ્યુનિસીમ કરે છે એને માનવતા સાથે કોઈ સંબંધજ નથી અને જેમાં માનવતા ન હોય એવો ધર્મ કયો ? માત્ર 'ધર્મના નામે શાશન ચલાવવું એજ ધ્યેય છે'. માત્ર ઈસ્લામ માટે લડતા હોત તો મુસ્લિમો કેમ મુસ્લિમ દેશ છોડીને ભાગે ? અને શાશન કરવાં માટે સર્જનહારને ગુલામ બનાવવાં જ પડે કારણ કે 'શાશકો હંમેશા સર્જકો પર નિર્ભર હોય છે' આ સર્જકો છે 'સ્ત્રીઓ'. કુદરતે સ્ત્રીને ગર્ભ આપી સૌથી શક્તિશાળી બનાવી છે પણ આ રાક્ષસી અને સત્તાધારીવૃત્તિ ધરાવતા પુરુષોને એ કબૂલ નથી. એટલે સ્ત્રી પર જ આધાર રાખતો પુરુષ એને બળજબરીથી, દબાવથી અને અત્યાચારોથી ગુલામ બનાવી ચૂપ કરે છે. માત્ર પોતાના વંશજો અને વસ્તીનું બળ વધારવા અનેક સ્ત્રીઓનો ભોગ લે છે. વિશ્વના ઈતિહાસના પાના ઉથલાવીને જોઈએ તો સમજાશે કે યુદ્ધ, આતંક અને શાશનની લડાઈમાં સ્ત્રીઓ પર અત્યાચાર કરીનેજ પુરુષ જીત્યો છે. અલબત્ત, વિશ્વના ઘણાં દેશોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરી છે અને સુધારવીજ જોઈએ કારણ કે સ્ત્રી છે તો માનવજાત છે. પણ એ શક્તિ ને સલામ કરવાને બદલે આ કહેવાતા ધર્મના રખવૈયા માત્ર એનો ઈસ્તમાલ કરે છે. સાચો ધર્મ માનવતા વિહોણો હોયજ ન શકે એ માત્ર 'આતંક' જ હોય. જિહાદીઓ,મુજાહિદીનોં અને કોમ્યુનીસ્ટો માટે સ્ત્રી માત્ર એક સંભોગ અને વસ્તી વધારા માટેની એક વસ્તુ છે, માનવી નહીં. એમની માનસિકતા ક્યારેય પણ નહીં બદલાય માત્ર વ્યૂહરચનાઓ અને કાયદાઓ બદલાશે.

ખાલિદ હુસૈનીએ જે સ્ત્રીઓનું 'થાવઝંડ સ્પ્લેનડીડ સન્સ'માં વર્ણન કર્યું છે[૧૯૯૬૨૦૦૧] એ વાંચી ધ્રુજારી સાથે હું રડતી હતી એક નહીં પણ ઘણાં દિવસો સુધી. જે સ્ત્રીઓએ આવા અધમ કૃત્યો સહન કર્યા હશે એમની મનોસ્થિતિ કેવી હશે ? શું વિતતું હશે એ વિચારી કોઈપણ સ્ત્રી કાંપી ઉઠે!

 એક સ્ત્રી તરીકે અને વળી આઝાદ ભારતમાં આઝાદ વિચારો સાથે મોટી થયેલી સ્ત્રી તરીકે જયારે ત્યાંની સ્ત્રીઓ વિષે જાણીયે તો સમજાય કે જ્યાં તમને માનવ નહીં માત્ર મશીન સમજાય, શરીર અને ચહેરો ન ઢાંકો તો ગોળીબાર થાય તો આપણે માનવો નહીં દાનવો સાથે રહીયે છીએ અને એ જગ્યા નર્કથી પણ દુષ્ટ છે. ૧૬ વર્ષની છોકરી સાથે ૬૦ વર્ષનો માણસ લગ્ન કરે અને બચ્ચા પણ પેદા કરે અને છતાં સ્ત્રી એની સાથે રહે કારણ કે કોઈજ સહારો કે વિકલ્પ નથી. 

એકલી સ્ત્રી જો ઘરની બહાર નીકળે તો પથ્થરમારો કરી સજા આપવામાં આવે. સમાનતાની તો વાત જ ક્યાં કરવી ? કેટલી પરાધીનતા ?

અફઘાનિસ્તાનથી પલાયન થઈ બીજા દેશોમાં શરણ લેવા જતા રેફયુજી કેમ્પમાં સ્ત્રીઓ પર અત્યાચાર અને રેપ કરવામાં આવતો. મોટી રાઈફલો લઈ ચોવીસ કલાક ફરતા ગુંડા સમાન શાસકોને જોઈ નાના બાળકો અને સ્ત્રીઓની જે વ્યથા હતી એની શું કથા કહેવી ? 

મુજાહિદીનોંએ કલા અને સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો ? કેમ ? કારણ કે કલા એ તેમની સંકુચિત માનસિકતા પ્રમાણે મુક્ત અભિવ્યક્તિ હતી અને 'મુક્ત' વિચારો વ્યક્ત કરવાં તો શું રાખવાં પણ સજા ને પાત્ર છે.

આ દ્રશ્યો પાછાં દોહરાશે કારણ કે જિહાદી શાશન કે કૉમ્યુનિઝમનું મૂળ તત્વજ કોઈપણ કિંમતે રાજ કરવાનું છે. 

વાત જયારે આપણાં દેશની અને આપણી સ્ત્રીઓની આવે ત્યારે એક વાત યાદ રાખવી અત્યંત જરૂરી છે. અત્યારના સંજગોમાં સમાનતાની ઝંખના અને લડત કરતા વધારે જરૂરી સુરક્ષા છે.આપણી અને આપણાં છોકરાઓના ભવિષ્યની. 

દરેક સ્ત્રીએ જાગ્રત થઈ, ઊંડું વિચારી, દૂરદ્રષ્ટિ કેળવી પોતાની સલામતી અંગે નિર્ણયો લેવા પડશે. ભારતના ઈતિહાસમાં પણ સ્ત્રીઓએ સહન કર્યું છે, એનું શોષણ પણ થયું છે છતાં સ્ત્રીઓ આગળ આવી છે. રાજકારણથી લઈને સ્પોર્ટ્સ, આર્ટસ, લિટરેચર, સાયન્સ અને ડિફેન્સ સુધી સ્ત્રીઓ પહોચી છે. 

ભારતમાં સ્ત્રીની ભલે ખૂબ પરીક્ષાઓ થઈ છે પણ એને દેવી માનવામાં આવે છે, અપવાદ તો છેજ જ્યાં ભ્રુણ હત્યા અને સ્ત્રીનું શોષણ થાય છે પણ એનું પ્રમાણ ઘણું ઘટી રહ્યું છે અને ઘટશે. જો સ્ત્રી જાગૃત થશે સમાનતા અને અધિકારના નામ પર ફેમિનિસ્ટ નથી થવાનું પણ સુરક્ષા અને સલામતી માટે, પરિવાર માટે, દેશ માટે સજાગ થવાનું છે. ઉગ્રવાદી વિચારોને સમર્થન આપતાં પહેલા એને તાર્કિક રીતે તોલવાનાં છે. અત્યારે દેશમાં હિન્દૂમુસ્લિમનો રોષ એટલો વધી ગયો છે કે કોઈ બહારી હુમલા વગરજ આપણે ભારતને હરાવી દઈશુ. 

દરેક સ્ત્રી પોતાના છોકરા, પતિ અને પરિવારને સમજાવવાની તાકાત રાખે છે. એક મા તરીકે, બહેન તરીકે પોતાના દિકરાઓ અને ભાઈઓને દેશ વિરુદ્ધ થતાં અટકાવવાં જરૂરી છે. નારી શક્તિ છે તો આ વિશ્વમાં આપણું અસ્તિત્વ છે. પુરુષોએ પોતાની દિકરીઓની સલામતી માટે બનતાં પ્રયત્નો કરવાં જોઈશે. દેશ વિરોધી વલણ છોડવું પડશે.

ભારતમાં આપણે સુરક્ષિત છીએ એવા સારા વિચારો પણ લોકો સમક્ષ મુકો, માત્ર ફરિયાદો બહુ થઈ ગઈ. 

ભારતમાં બદલાવ આવી રહ્યો છે, સ્ત્રીઓને બધા ક્ષેત્રમાં તક મળી રહી છે, એ દિલથી જાહેરમાં સ્વીકારો, હકારાત્મકતા ફેલાવો.૭૫ વર્ષોમાં ૭૫00 સારા કિસ્સાઓ પણ બન્યાં જ છે પણ એને કોણ હાઈલાઈટ કરે, જ્યાં અસહિષ્ણુતાને વેચવામાંજ લોકોને રસ હોય ત્યાં સુધારા કોણ નોંધે ? (પેલી ગ્રેટા,રિહાના ભારતના કિસાનો વિશે બોલશે પણ તાલિબાન વિશે ?) આવી સ્વતંત્રતા તો ભારતમાં જ છે જ્યાં PM વિશે, કાયદાઓ વિશે ખુલે આમ મોરચા કાઢી શકાય છે સરકારને ગાળો આપી શકાય મન ફાવે તેમ. સાચી ડેમોક્રેસી. કહેવાતી ડેમોક્રેસીમાં કશું જ બોલી શકાતું નથી કે લખી શકાતું નથી..

અમુક અપવાદ ને બાદ કરતા મોટાભાગના ભારતીય પુરુષો સહાયક છે અને સ્ત્રીના મુક્ત વિચારોને સ્વીકારે છે અને આગળ વધવા પ્રેરી રહ્યાં છે અ પણ સ્વીકારવું અનિવાર્ય છે. 

તાલિબાનની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનની જે સ્ત્રીઓ ભણી શકી અને સ્વતંત્ર રીતે રહી એ અત્યારે શું કહે એના ફોટા કોમેન્ટ સેકશનમાં મૂક્યાં છે. ધે સિપ્લી હેવ નો હોપ.

એક મહત્વની વાત એ પણ નોંધવા જેવી છે કે સુરક્ષા મફત નથી મળતી. આર્મી જોઈએ, હથિયારો જોઈશે. ભારતનું ૨૦૨૧નું ડિફેન્સ બજેટ ૪લાખ કરોડ છે, જે કેન્દ્રીય સરકારના કુલ ખર્ચના ૧૩% છે. એમાં હવે ચોક્કસ વધારો થશે. એ વધારાની સામે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટસમાં કાપ મુકાશે પરિણામે સુવિધાઓ સમયસર નહીં મળે. ધૈર્ય અને સમજણથી રાહ જોવી પડશે. રાજ્ય અને કેન્દ્ર સરકારને ગાળો આપતાં પહેલા એ વિચારવું જરૂરી છે કે જો આપણે ટેક્સ ન ભરતાં હોઈએ, કોઈજ મદદ ન કરી શકતાં હોઈએ, ચેન્જ લાવી શકતાં ન હોઈએ તો અવરોધ અને વિરોધ કરવાનો પણ કોઈજ હક નથી. વિરોધ કરવો સહેલો છે પણ વિરોધના લિસ્ટ સાથે આપણાં એકશનનું લિસ્ટ પણ તૈયાર હોવું જોઈએ કારણ કે જે સુધારે છે એને બગાડવામાં કોઈજ રસ નથી અને જે કાર્યરત છે એને માત્ર બોલીને વિરોધ કરવાનો સમય નથી. એક ભારતીય તરીકે અને ભારતવાસી તરીકે માત્ર અને માત્ર 'ભારત'નું વિચારી સજાગ અને કાર્યરત થઈએ. દરેક નાગરિક ઓછામાં ઓછું આટલું તો કરીજ શકે કે નકારાત્મકતા ન ફેલાવે, કન્સ્ટ્રકટીવ વિચારો અને માનસિકતા દાખવે. વિચારોની શુદ્ધિથીજ કર્મોની શુદ્ધિ થશે. 

ભારતના મૂળ ખૂબ ઊંડા અને ઉચ્ચવિચારધારા વાળા છે. ભારતના મહાપુરુષોએ દુનિયાભરમાં જઈ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિકતાનું જ જ્ઞાન આપ્યું છે. 'ધર્મના નામે હુકુમત કે શાસન નહીં'. ભારત ક્યારેય પણ કોમ્યુનિસ્ટ કે એક્સટ્રીમિસ્ટ ન હતું અને નહીં બને. ભારતમાં આત્માનો ઉચ્ચતમ ધ્યેય માત્ર મોક્ષ અને સમયજ્ઞ જ્ઞાન છે અને એજ એની મહાનતા છે. ભારત માતા કી જય !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational