પ્રેમ એટલે..
પ્રેમ એટલે..


એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે..આ પ્રેમ છે..એને કંઈ પણ કહ્યા વગર કોઈને ચાહવું એ પ્રેમ છે.
સાચો પ્રેમ એટલે એ સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર..!!
તેના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર..!!
ભૂતકાળમાં જે હતું તેનો સ્વીકાર..!!
વર્તમાનમાં જે છે તેનો સ્વીકાર..!!
ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર..!!
અને જો કદાચ કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર..!!
તું છે કે હું છું એમ નહીં પણ આપણે છીએ એનો સ્વીકાર..!!
પ્રેમ એટલે પામવાની ચાહત વગર ચાહવું.