પ્રેમ અને પૈસા
પ્રેમ અને પૈસા
આજે એક પ્રેસ કોન્ફ્રન્સમાં દિવ્યેશ બધાને સંબોધન કરવાનો હતો કેમકે હાલમાં જ તેને બેસ્ટ બિઝનેસમેનનો એવોર્ડ મળ્યો હતો.
"સર..! આટલી નાની ઉંમરમાં આટલી સફળતા તમે પ્રાપ્ત કરી તો તેની પાછળનો શ્રેય તમે કોને આપશો ?" એક રિપોર્ટરે પૂછ્યું.
થોડું વિચારી દિવ્યેશે જવાબ આપ્યો, "સૌથી પહેલો આભાર મારા મમ્મી પપ્પાનો જેમને મને દરેક પરિસ્થિતિમાં મદદ કરી અને ખાસ તો શ્રેય એમને ફાળે જાય છે જેણે મને મારી ગરીબીના કારણે છોડી બીજા સાથે લગ્ન કરી લીધા." દિવ્યેશે જવાબ આપ્યો.
"તો આપના પ્રેમ વિષે આપ જણાવી શકો ?" બીજા કોઈ રિપોર્ટરે પૂછ્યું.
કોંફ્રન્સમાં બેઠેલા એક વ્યક્તિ સામે જોઈ મનમાં થોડું હસીને બોલ્યો,"ખાલી ખિસ્સું અને તૂટેલું દિલ તમને ઘણું બધું જીવનનું જ્ઞાન આપી જાય છે અને રહી વાત મારા પ્રેમની, તો જે પૈસાવાળા માટે મને મૂક્યો હતો તે ચાર લાખની ગાડી લઈને રોજ આવે છે અને હું રોજ મારી મર્સડિઝ લઈને આવું છું."
"ઓફિસમાં અંદર આવતા જ જયારે કોઈ ગુડ મોર્નિંગ સર કહે ત્યારનો આનંદ જ કંઈક અલગ હોય છે." વટથી દિવ્યેશ બોલ્યો.
