પ્રાણીઓનું સ્વચ્છતા અભિયાન
પ્રાણીઓનું સ્વચ્છતા અભિયાન
રવિવાર એટલે રજાનો દિવસ. બધા રજાનો આનંદ માણે. કોઈ ફરવા જવાનું વિચારે,તો કોઈ ટીવી જુએ, કોઈ રમતો રમે,કોઈ મિત્રો સાથે સમય પસાર કરે,કોઈ પરિવારને મદદ કરે,કોઈ નવી નવી ફિલ્મ જુએ.
પણ આ શું ? આજે રવિવારનો રજાનો દિવસ હતો. બધા પ્રાણીઓ એક સભામાં ભેગા થયા હતા. હાથીભાઈએ કહ્યું, આપણું જંગલ આજે ગંદકીનું ઘર બની ગયું છે. તેમાં રોજ કચરાના નવા નવા ઢેર જામતાં જાય છે. તેની સફાઈ નહિ કરવામાં આવે તો આપણે રહેવા માટે જગ્યા જ નહિ રહે.
બધાં પ્રાણીઓ સહમત થયા અને રવિવારના દિવસે સાવરણા, તગારુ પાવડા, ત્રિકમ લઈ ચાલતાં થયા. સસલાભાઈ, શિયાળભાઈ, હાથીભાઈ, ઉંદરભાઈ, ઊંટભાઈ બધાં એ આખા જંગલમાંથી બધો કચરો સાફ કરી કચરાપેટીમાં નાખ્યો.
" સ્વચ્છતા ત્યાં પ્રભુતા"
જો જંગલમાં આપણે સ્વચ્છતા નહિ રાખીએ તો બિમાર પડશું, ને બિમાર પડશું તો હોસ્પિટલના દરવાજા ખખડાવવા પડશે. ખર્ચા વધશે. શરીરનું સ્વાસ્થ્ય જોખમાશે.
" રાખીએ સ્વચ્છ ગલી, રાખીએ સ્વચ્છ ઘર, કરીએ પ્રગતિ ઉતરોત્તર."
