પ્રાણીઓની શાળા
પ્રાણીઓની શાળા
એક હતી પ્રાણીઓની શાળા. તેમાં બધાં જ પ્રાણીઓ અભ્યાસ કરવા આવે. મગરભાઈ, કાચબાભાઈ, ઉંદરભાઈ, શિયાળભાઈ, હાથીભાઈ, સસલાભાઈ, ઊંટભાઈ, સિંહભાઈ, વાઘભાઈ વગેરે.
સવારે શાળાએ જઈ પ્રાર્થના બોલે, જેમાં મગરભાઈ પ્રાર્થના બોલાવે, ઉંદરભાઈ સફાઈ કરે, શિયાળભાઈ એકડા બોલાવે. ઘડિયાગાન કરી સૌ વર્ગમાં જઈ અભ્યાસ કરે.
સસલાભાઈ તો પહેલા ધોરણમાં ભણે. એમાં પ્રજ્ઞા દ્વારા શિક્ષણ. કાર્ડ લઈ અભ્યાસ કરે. જૂથકાર્ય, બાળવાર્તા, બાળગીત.તેને મજા પડે.તે બધા પ્રાણીઓને આ વિશે વાત કરે અને અભ્યાસમાં જોડે.
સમૂહ કાર્ય-૧, સમૂહ કાર્ય-૨, સપ્તરંગી પ્રવૃત્તિઓ, મેદાની રમતો વગેરેમાં સસલાભાઈને ખૂબ રસ પડે.
સસલાભાઈ ગીત ગાતાં,
"શાળા મારી સ્વચ્છ અને સુઘડ
મને ગમતી રે બહુ ગમતી,
પ્રજ્ઞા દ્વારા ભણીએ અમે
પ્રજ્ઞા દ્વારા ભણીએ
મને ગમતી રે મારી શાળા."
સસલાભાઈની ખુશી જોઈ સૌ પ્રાણીઓ શાળાએ ઉત્સાહપૂર્વક જાય.
