Asha bhatt

Drama

4.1  

Asha bhatt

Drama

પોંખણાં

પોંખણાં

1 min
195


મહેમાનો આવી ગયાં... મહેમાનો આવી ગયાં... સૌ સ્વાગત કરવાં બહાર દોડી આવ્યાં. માના હાથમાં કંકુ -  ચોખા અને કળશ જોઈ બાલ્કની પર ઉભેલી તન્વીને પાંચ વર્ષ પહેલાનો આવો જ એક દિવસ યાદ આવી ગયો. 

સોળે શણગાર સજી આ ઘરમાં કંકુ પગલા કર્યા હતાં. માએ માથે ચૂંદડી ચોખા હાથમાં લઈ, કળશ ઢોળી પોખણા કરી નવવધૂ તરીકે તેનું સ્વાગત કર્યું અને નવજીવનનાં મંડાણ કર્યા હતાં. પછી તો સુખ-દુઃખ, હસી-ખુશીથી જીવનનૈયા આગળ ચાલી. ક્યારેક પતિ સાથે રિસામણાં તો ક્યારેક મા સાથે ઝઘડા જીવનની ઘટમાળમાં વણાય ગયાં. ક્યારેક પરિવાર તરફથી પ્રેમની વર્ષા, ક્યારેક મંગલપ્રસંગોના આનંદ... અચાનક બે વર્ષ પહેલાં પતિના આકસ્મિક મૃત્યુએ જિંદગીને દોયલી બનાવી દીધી. 

પરંતુ માએ દીકરાના મોતના દુઃખને ભીતર ભંડારી જુવાનજોધ પુત્રવધૂને દીકરી બનાવી લીધી.

આ જ ઘર અને આ જ પરિવાર સાથે જ જિંદગી વિતાવવાની તન્વીની જીદને પ્રેમથી પુરી થવા ન દીધી અને ફરી માએ માથે ચૂંદડી ચોખા હાથમાં લઈ જમાઈના પોંખણાં અને મહેમાનોનું સ્વાગત કરવા સૌ હરખભેર બહાર દોડી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama