STORYMIRROR

સ્તુતિ પંડ્યા

Abstract Inspirational Others

3  

સ્તુતિ પંડ્યા

Abstract Inspirational Others

પંજો - 1

પંજો - 1

1 min
200

'નીતા આ સમયમાં ક્યાં તું બહાર જાય છે ? જો ક્યાંક ચેપ લાગી ગયો બીમારીનો તો શું કરીશ ?'

પણ નીતા ક્યાં સાંભળે એતો નીકળી પડી તડકાંમાં પોતાનો સામાન વેચવા ઘરે ઘરે અને એમાંથી થોડા પૈસા ભેગા થાય તો ઘર ચાલે પોતાનું. એકલો અને સ્વમાની જીવ જુવાન વિધવા નીતા !

'નીતા કાલે ગઈ પછી પાછી નથી આવી ક્યાં ગઈ હશે "તેની સ્વજન સહેલી કે જે ગણો એ ગાયત્રી સવારથી ચિંતામાં હતી "ના હોય તો પોલીસમાં ફરિયાદ કરી દઈએ "ગાયત્રી ના પતિએ તેની ચિંતા જોઈ કહ્યું !

ત્યાં તો કોઈ ખબર લાવ્યું કે નીતા ગામના ગુંડા કહેવાતા લાલા સોપારીના ઘરે છે પણ કોઈની હિંમત ના થઈ નીતાની ખબર લેવા લાલા સોપારીના ઘરે જાવાની, બસ હવે નીતા આવે તેની રાહ જોયા વિના છૂટકો ન હતો.

"નીતા તારે એ ગુંડાના ઘરે શા માટે જવું પડે "નીતાને જોતા ગાયત્રી તાડૂકી પણ નીતાના મોઢા પર ગજબની શાંતિ જોતા તેણે વાત વાળીને કહ્યું "ચાલ ઘરમાં થાકી ગઈ હશે "

ઘરમાં આવતાજ નીતા ગાયત્રી ને ગળે લગાવી રડી પડી ને ગાયત્રીને ધ્રાસકો પડ્યો કે નીતા સાથે કંઈક આજુકતું થયું છે ને મનમાં પેલા ગુંડા લાલા પર ફીટકાર વરસાવા લાગી કે મુવા હરામી એ પવિત્ર નદીને દુષિત કરી.

ગાયત્રીએ નીતાને શાંત પાડતા કહ્યું "એ ગુંડાના પંજામાં તું ક્યાંથી આવી ગઈ, શું થયું હશે નીતા સાથે ?

ગુંડા લાલાના પંજામાં નીતા કેવી રીતે ફસાઈ અને પાછી કેવી રીતે આવી તે આવતા ભાગમાં જાણીશું.


નીતા થોડી શાંત થતા ગાયત્રી એ નીતા ને પાણી આપ્યું અને ફરી એજ સવાલ કર્યો "શું થયું નીતા કે તો કંઈક રસ્તો નીકળે ચિંતા ના કરીશ અમે બધા તારી સાથે છીએ"


ગાયત્રી બોલી તો રહી હતી પણ લાલા સોપારી જેવા ગામ ના ગુંડા નું નામ આવતા તેને પણ ચિંતા થઈ રહી હતી


ત્યાં ગાયત્રી નો પતિ નમન આવી અને બોલ્યો "ગાયત્રી નીતાબેન ને થોડો સમય આપ થોડા સ્વસ્થ થશે એટલે બધું કહેશે "અને નીતા ને કહ્યું "નીતાબેન અમારા થી થશે એ બધું કરીશું"


"નમન ભાઈ દીવાલ ને પણ કાન હોય છે અને હાલ મારી પરિસ્થિતિ ને લીધે બધાના આંખ અને કાન મારી તરફ છે માટે મને એવી જગ્યાએ લઇ જાવ જ્યાં હું મારી આપવીતી કહી શકુ "


નમનને સોંથી સલામત જગ્યા પોતાનુંજ ઘર લાગ્યું જ્યાં તે વાત કરી શકે ત્યાં બધા ભેગા થયાં અને નીતા એ વાત શરૂ કરી જે સાંભળી ગાયત્રી અને નમન ને ને ઝાટકો લાગ્યો "નીતા આ તું શું બોલે છે?"


વાત જાણે એમ હતી કે...


રોજ પ્રમાણે નીતા ઘરે બનાવેલા નાસ્તા વેચવા જતી હતી ત્યાં ગામ ના સજ્જન ગણાતા ગિરીશ શેઠ જેને પોતાની સાબુ બનાવા ની ફેક્ટરી હતી.


જેને અને લાલા સોપારી ને મોટી દુશ્મની હતી તે રસ્તામાં મળી ગયા અને નીતાની પરિસ્થિતિ જોતા પોતાની ફેક્ટરી માં નોકરી આપવાની વાત કરી


પરંતુ નીતા એ ના પાડી ત્યારે તેમણે તેને મદદ કરવાનાં "ઈરાદા " થી તેના નાસ્તા ખરીદવાની તૈયારી બતાવી શેઠાણી ને મળવા જવાની વાત કરી અને નીતા શેઠાણી ને મળવા શેઠ ના બંગલા પર જવા નીકળી પરંતુ રસ્તામાં લાલા સોપારી નો જમણો હાથ ગણાતા કાળું નો ભેટો થઈ ગયો અને બોલ્યો


"આ તડકામાં ક્યાં ચાલ્યા નીતારાની "


નીતા જવાબ આપવાનું ટાળી પોતાના રસ્તે ચાલી અને કાળું તેનો પીછો કરવા લાગ્યો


તેનો પીછો છોડાવા નીતા કરગરી અને કહ્યું "કાળુભાઇ મેરબાની કરી મને જવા દો ગિરીશ શેઠ અને શેઠાણી મારો આ બધો નાસ્તો ખરીદવાના છે તેથી તેમના બંગલે જવું છું "


ગિરીશ શેઠ નું નામ સાંભળી કાળું ના ભવા તંગ થઈ ગયા અને તે ત્યાંથી જતો રહ્યો


નીતા મન માં શેઠ નો આભાર માનતી બંગલે જવા લાગી કેમકે તેમનું નામ સાંભળી ને તો "કાળું "જતો રહ્યો


પણ આ શું તે બંગલે પોહચી અને જોયું તો બંગલાથી થોડે દુર તેણે કાળું અને તેના માણસો ને જોયા ને તે ગભરાઈ કે અહીં થી નીકળી તે ઘરે કેવીરીતે જશે બહાર 'બાજપંજા' તેની રાહ જોઈ રહયા હતા.


બહાર ચોકીદાર ને ગિરીશ શેઠે મોકલી હોવાનું કહી અને નીતા બંગલામાં પોહચી ત્યાં જોયું તો શેઠાણી હાજર ન હતા અને નોકર પાણી આપી અને કહી ગયો કે "શેઠાણી હમણાં થોડીવાર માં આવશે ત્યાં સુધી રાહ જોવો "


સવાર થી તડકામાં ફરતી હોવાથી ઠંડુ પાણી પી નીતા ને શાંતિ થઈ


ઠંડુ પાણી અને એસી ની ઠંડક માં નીતા ને સારૂ લાગી રહ્યું હતું પણ બહાર બાજ ફરી રહયા હતા તે વિચારી ઠંડક માં પણ પરસેવો વળી રહ્યો હતો અહીં તે "સલામત "હતી


થાક ના કારણે શેઠાણી ની રાહ જોતા તેને ક્યારે "ઝોકું"આવી ગયું તે પોતે નીતા ને પણ ખબર ના પડી.


અને જયારે તેની આંખ ખુલી તો તે ગુંડા લાલા સોપારી ના ઘર માં હતી અને સામે લાલો સોપારી ઉભો હતો..........



શુ થયું હશે નીતા સાથે તે લાલા ના ઘરે કેવીરીતે પોહચી?


જાણીશુ છેલ્લા અને આખરી ભાગ માં 6 જૂન રવિવારે.



Rate this content
Log in

Similar gujarati story from Abstract