બોલ્યા વિના !
બોલ્યા વિના !
આરલ, પંક્તિ, જુહી અને પિહુ આજે પાંચ વર્ષ પછી ભેગાં થયાં હતાં તેથી ખુબ ખુશ હતાં.
વાતો માં સમય ક્યાં પસાર થયો કોઈ ને ખબરજ ના પડી છતાંય બીજા દિવસે મળવાનું નકકી કરી બધા છુટા પડ્યા.
આજના વોટસઅપના જમાનામાં પણ ભેગાં મળી વાતો કરવાની મઝા કંઈક અલગજ હોય છે.
બીજા દિવસે નક્કી કરેલા ટાઈમે જુહી ના ઘરે ફરી બધા ભેગાં થયાં.
વાતો માં બીજું તો શું હોય બાળપણ અને ઘર સંસાર દરેક ના ઘરે બાળકો હતાં અને સંસાર ચાલતો હતો.
"અરે જુહી તારા વર તો બહુજ ગુસ્સાવાળા છે એવું સાંભળ્યું છે "
આરલે વાત ઉપાડી ને પિહુ અને પંક્તિ એ તાપસી પુરી હા અમે પણ એવું સાંભળ્યું છે.
ત્યારે જુહી એ ખુબ સહજતા થી જવાબ આપ્યો "હા અમારા ભોલાશંભુ થોડા ક્રોધી છે."
ત્યા પરી એ કહ્યું હા એ વાત સાચી ભોળા તો ખરા જીજાજી, નઈતો અમારી જુહી એક દિવસ ના રહે."
ના ના એવું કઈ નથી આતો વાતો વાળે છે પિહુ બોલી,
પણ જુહી એ કઈ જવાબ આપવાનું ટાળી અને પૂછ્યું શુ લેશો?
"હાલ તો જવાબ જોઈએ મેડમ "આરલ બોલી,
જવાબ શું આપે જુહી તેની આ જિંદગી એક સમયે જવાબ આપી ગઈ હતી જો તેના જીવન માં નિલેશ સવાલ બની ને ના આવ્યો હોત !
જુહી એક સીધી, સમજુ અને સુંદર છોકરી જે કોઈને પણ ગમી જાય આજ થી બરાબર 5 વર્ષ પહેલા નો એ દિવસ જુહી ને બરાબર યાદ છે જયારે તે પરીક્ષા આપવા અમદાવાદ પોતાના ગામ થી 100 કીમી દૂર એકલી આવી હતી આમતો પપ્પા સાથે આવે પણ સંજોગોવશાત એકલું આવવું પડ્યું હતું સવારે વહેલી બસ માં અમદાવાદ અને પછી એએમટીએસ લૉ કોલેજમાં આવી હતી.10 વાગે પરીક્ષા હતી જે 12 વાગે પુરી થવાની હતી તેથી સાંજ પહેલા ઘરે પહોંચી જવાય એવી ગણતરી હતી પણ કુદરત કંઈક બીજુંજ ગણિત ગણવાની હતી 12 વાગે પરીક્ષા પુરી થઈ અને જુહી બસસ્ટેન્ડ જવા બસ માં બેસી અને નવું શહેર અને પોતે અજાણી હોવાથી કંડક્ટર ને કીધું કે બસસ્ટેન્ડ આવે તો કહેજો પણ બસસ્ટેન્ડ નવું બની રહ્યું હોવાથી જુહી ને ખબર ના પડી કે ક્યારે બસસ્ટેન્ડ જતું રહ્યું અને ભીડ માં કંડક્ટર પણ ભૂલી ગયો ને જુહી ને અજાણ્યા એરિયા માં ઉતારી દીધી ગભરાયેલી જુહી ઉતરી અને ઝડપથી રીક્ષા શોધવા માંડી જેથી જલ્દી બસસ્ટેન્ડ પોહચી જવાય પણ રીક્ષા ત્યાં થી થોડી દૂર જાય પછી મળે તેમ હતી જુહી થોડું ચાલી ત્યાં તેને ખ્યાલ આવ્યો કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે તેણે ઝડપ વધારી પણ ઠોકર વાગતા પડી ને પીછો કરનાર છેક નજીક આવી લોલુપતા અને વાસના થી જોઈ અને પૂછી રહ્યો હતો મદદ જોઈયે છે ?
જુહી ઉભી થઈ ને આજુબાજુ જોયા વિના દોડી તેને એ પણ ખબર ના રહી કે તે અમદાવાદ ના કોઈ રોડ પર દોડે છે અચાનક કોઈએ તેનો હાથ પકડી ખેંચી જુહી ચીસ પાડી ઉઠી ત્યાં હાથ પકડનાર નો અવાજ સંભળાયો "મરવાનું નક્કી કરી ઘરેથી આવ્યા છો કે શું આમ જોયા વિના રસ્તા પર દોડો છો."
જુહી એ જોયું એક શ્યામવર્ણ, ઉંચો અને પ્રભાવશાળી યુવાન ઊભો હતો જે પેલા પીછો કરનાર થી એકદમ અલગ હતો ખબર નઈ કેમ પણ જુહી ને તે અજાણ્યા યુવાન માં વિશ્વાસ જાગ્યો તે રડી પડી પણ યુવાન ને કઈ ખાસ ફરક પડ્યો હોય તેવું લાગ્યું નહિ તેણે જુહી ને રોડ ની સાઈડ પર લીધી ને સપાટ સ્વરે કીધું "આ સુંદર છોકરીઓ મન થી કેમ આટલી નબળી હોય છે ખબર નથી પડતી " કહેતા જુહી ની બેગ ની બહાર ડોકતી પાણી ની બોટલ જુહી ને આપી ને એજ શુષ્ક સ્વર માં કહ્યું "પાણી પી લો "જુહી એ પાણી પીધું પણ ખબર નઈ કેમ જુહી ને તે યુવાન માં વિશ્વાસ જાગ્યો હતો અને યુવાન ના મન માં શુ હતું તે કળી શકાતું નહતું ત્યાંજ એક ચમત્કાર થયો હોય તેમ એક રીક્ષા ઊભી રાખવી યુવાને કહ્યું બસસ્ટેન્ડ જવું છે ત્યાં જુહી પણ બોલી ઉઠી"મારે પણ બસસ્ટેન્ડ જવું છે " ત્યાં યુવાન અકળાઈ ને બોલ્યો ત્યાં જઈ ને મરવું છે? ને પછી જુહી ને અંદર ની બાજુ બેસાડીને પોતે બીજી બાજુ બેસી ગયો
આખા રસ્તે એકપણ વાર યુવાને જુહી સામે જોયું નહિ જુહી ને પહેલી વાર લાગ્યું કે પોતે પ્રદર્શન ની વસ્તુ નથી નહિ તો જે કોઈ પણ જુહી ને જોવે બસ જોયા કરે તેવી રૂપાળી હતીબસસ્ટેન્ડ આવી ગયું ત્યારે યુવાન બોલ્યો બસસ્ટેન્ડ આવી ગયું ભાડુ ચૂકવો અને ઉતરો જુહી ફટાફટ ઉતરી અને પૈસા ચૂકવ્યા બાકી ના પૈસા લીધા ના લીધા ને બસસ્ટેન્ડ તરફ ચાલવા માંડી ત્યાં યુવાને ફરી બુમ પડી મેડમ ક્યાં જાવ છો મગજ ઘરે મૂકી આવ્યા છો કે શું? "ત્યારે જુહી ને અહેસાસ થયો કે બસસ્ટેન્ડ તો નવું બને છે તેણે પાછુ ફરી જોયું ત્યાં તે યુવાન એજ સપાટ ને ભાવવિહીન આંખો થી જુહી ને જોઈ રહ્યો હતો.
જુહી હવે અસમાંજશ માં આવી કે શું કરવું યુવાન માં વિશ્વાસ તો હતો પણ પિતાએ આપેલી શિખામણ અને સંસ્કાર ને લીધે જુહી બીજી દિશામાં ચાલવા લાગી ત્યાં ફરી યુવાને બુમ પાડી કબાબ ખાવા જાવ છો એ બાજુ ત્યારે જુહી ને ખ્યાલ આવ્યો કે પોતે ક્યાં જઈ રહી છે તે ત્યાં અટકી ગઈ કઈ કહેવા જતી હતી પણ બોલી નહિ ત્યાં સુધી પેલો યુવાન તેની નજીક આવી ગયો અને ગુસ્સા થી બોલ્યો ક્યાં જવું છે? જુહી એ પોતાના ગામ નું નામ કીધું ત્યારે યુવાને કહ્યું ચાલો મારી સાથે ને જુહી પાછળ ચાલવામાંડી થોડું ચાલી અને એક જગ્યાએ જુહી ને ઉભી રાખી યુવાને કીધું અહીજ ઉભા રહેજો ને થોડીવારે પાછા આવી કહ્યું અડધો કલાક માં તમારી બસ આવશે બેસો અહીં ને યુવાન જતો રહ્યો પણ જુહી ના મન માં હજુ તે યુવાન ફરી રહ્યો હતો બસ આવાની 10 મિનિટ વાર હતી ત્યાં તે યુવાન ફરી દેખાયો અને જુહી ને આવી કહેવા લાગ્યો "મારું નામ નિલેશ છે ખેડૂત પટેલ નો દીકરો છુ અને ચરોતર ના ગામ માં રહુ છુ ફરી અમદાવાદ આવો તો આવા બાઘા ના કાઢતા અને ના ફાવતું હોય તો કોઈ ને લઈને આવજો આજે મરતા બચ્યા છો નહિ તો પૂરઝડપે આવતી બસ નીચે દબાઈ ને રોટલો બની ગયા હોત આટલું બોલી તે યુવાન ક્યારેય ના દેખાવાનો હોય એમ જતો રહ્યો જુહી કઈ કહેવા ગઈ પણ તેણે ના સાંભળ્યું ને જતો રહ્યો. રાતે 8 વાગે જુહી ઘરે આવી અને બધાના જીવ માં જીવ આવ્યો જોકે STD માંથી જુહીએ ફોન કરી દીધો હતો
બીજા દિવસે જુહી નું જીવન બદલાઈ ગયું હતું તેના મન માંથી પેલો યુવાન નિલેશ જતો ન હતો છેવટે એક અઠવાડિયા પછી તેણે તેના ભાઈ વીર ને અમદાવાદ માં શુ થયું હતું તેની બધીજ વાત કરી અને વીર જેનું નામ તેવા ભાઈ ને સમજતા સહેજ પણ વાર ના લાગી આખી સ્થિતિ છતાં બહેન ને બીજી વાત માં ફેરવી કે તું નસીબદાર છે કે બચી ગઈ છોકરો સારો કહેવાય તને બચાવી બીજો કોઈ હોત તો એ પણ આજ કરત હવે થયું એ ભૂલી જવાનુ ને ભાઈ ની ડાહી બહેન ભાઈ ની વાત માની ગઈ ને પોતાના જીવન માં વ્યસ્ત થઈ ગઈ પણ વીર એમ કઈ વાત જવાદે તેવો ના હતો
તેણે વાત વાત માં જાણી લીધું હતું કે તે ચરોતર ના એક ગામ નો હતો ને વીર ના કોલેજ ના ઘણા મિત્રો ચરોતર ના હતાં તેથી તેણે તે દિશા માં તપાસ શરૂ કરી
તપાસ નું પરિણામ સારૂ આવ્યું અને એક મિત્ર દ્વારા નિલેશ નું જીવનચારિત્ર મળી ગયું નખશીખ ચારિત્રવાન, નિર્વ્યસની, ભણેલો અને માસિક 5 આંકડા માં કમાતો કુંવારો સુખી ઘર નો દીકરો હતોબસ ખાલી અખાબોલો અને થોડો ગુસ્સાવાળો હતો
વીરે જાતે તેની તપાસ કરવા બધા પાશા ગોઢવ્યા અને તેના ગામ માં ગયો મિત્ર દ્વારા તેની સાથે મુલાકાત પણ કરી પણ દૂધ ની જેમ શુદ્ધ નિલેશ વીર ના ગામ નું નામ સાંભળી ને વિચાર મગ્ન થઈ બીજી વાતો એ વળગી ગયો ત્યારે વીર એ કહ્યું કેમ અમારા ગામ નું નામ સાંભળી ને શુ વિચારો છો ત્યારે નિલેશે કહ્યું કઈ નઈ ને વીર એ કહ્યું ના ના કંઈક તો છે બોલો ત્યારે નિલેશે કહ્યું તમારા ગામ ની છોકરીયો ને હોશિયાર બનાવો અમદાવાદ જેવા શહેર માં આમ ગભરાઈ જાય એવું ના ચાલે તે દિવસે હું જો ના આવ્યો હોત તો તે છોકરી મરીજાત બસ આટલું બોલી નિલેશ ચૂપ થઈ ગયો તેના મન ના ભાવ વીર પણ ના જાણી શક્યો ને ઘરે આવી પિતાશ્રી ને વાત કરી તેમને પણ નિલેશ યોગ્ય લાગ્યો એટલે બંન્ને ઘર માં વાત નાખવાનું નક્કી કરાયું પણ છોકરા છોકરી નું મળવાનું અમદાવાદ એક સગા ના ઘરે ગોઠવાયું
જુહી નું ફરી અમદાવાદ જવાનુ થયું પણ આ વખતે પરિવાર સાથે હતો પણ અમદાવાદ આવતા નિલેશ યાદ આવી ગયો નક્કી કરેલા ટાઈમે જુહી સપરિવાર ત્યાં પહોચી ગઈ અને ત્યાં પહોંચતાજ નિલેશ ને જોતા આશ્ચર્ય ચકિત થઈ અને નિલેશ પણ જુહી ને જોઈ રહ્યો
છોકરા છોકરી ને વાત કરવા બેસાડ્યા ત્યારે નિલેશે કહ્યું, "જાણતા કે અજાણતા આપણે મળ્યા છીએ પણ હું જે છુ એ આવોજ છુ મને હિરોગીરી કરવી નહિ ફાવે છોકરીયો ના મન ના રાજકુમાર જેવો હું નથી ગુસ્સો છે ને લાગણી પણ છે પણ ગુસ્સો બહાર આવશે લાગણી નહિ એ તમને હશે તો દેખાશે તમે કોઈને પણ ગમી જાવ એવા છો માટે જો દિનરાત તમને પ્રણય ગીત સંભળાવે એવો છોકરો જોઈતો હોય તો ચોક્કસ મળી જશે પણ હું એવો નથી બાકી તમે મને ગમો છો પણ નિર્ણય તમારે લેવાનો છે મારે નહિ માટે શાંતિ થી વિચારી ને જવાબ આપજો હા એટલું જરૂર કહીશ કે ગુલાબ નહિ પણ ગુલાબ ના છોડ નું કુંડુ આપીશ એટલા માં સમજી જજો બાકી તમારી ઈચ્છા જો બીજું કઈ પૂછવું હોય તો પૂછો"
જુહી એ ને આ લાંબું સપાટ ભાષા માં બોલેલા વાક્યો પણ પ્રેમાળ લગતા હતાં એને બસ એટલું કહ્યું "ના "
તો જઈયે" નિલેશે કહ્યું ત્યારે જુહી એ કહ્યું તમારે કઈ પૂછવું નથી "
ત્યારે પ્રથમ વખત નિલેશ થોડું હસ્યો ને જુહી દિલ નો ધબકારો ભૂલી ગઈ એવું લાગ્યું કેવો સરસ વહાલો લાગતો હતો નિલેશ...
બન્ને બહાર આવ્યા બંન્ને ના પરીવાર વચ્ચે ઓંપચારિક વાતો ચાલતી હતી વીર જોઈ શકતો હતો કે જુહી ખુશ હતી ને નિલેશ ના ભાવ પણ બદલાયેલા હતાં.
પછી તો લગ્ન પણ નક્કી થઈ ગયા લગ્ન માટે 6 મહિના પછી નું મહુર્ત હતું સગાઈ કર્યાં બાદ જુહી નિલેશ ને ખુબ જંખતી પણ નિલેશ ની વ્યસ્ત લાઈફસ્ટાયલ માં જુહી ને ઓછો સમય મળતો પણ જે સમય મળતો એમાં નિલેશ જુહી ને પૂરતો ન્યાય આપતો હતો નિલેશ ને આમેય પ્રેમભરી વાતો કરતાં આવડતી ના હતી પણ એવી વાતો કરતો જેમાં જુહી ને મઝા આવતી
જુહી એ ફોન માં કેટલીયે વાર આઈ લવ યુ કીધું હતું પણ નિલેશ તરફથી એવો વળતો જવાબ મળતો ના હતો તે જુહી ને માન ચોક્કસ આપતો જુહી ના ગમા અણગમો નું ઘ્યાન રાખતો ક્યારેક સમય મળે તો જુહી ને ફરવા પણ લઈ જતો.
જુહી એ પોતાની સહેલી ની સગાઈ ની વાતો સાંભળી હતી તેથી તેને એજ નડતું કે નિલેશ પ્રમ વિશે કેમ કઈ બોલતો નથી
હવે લગ્ન ને 1 મહિનાની વાર હતી ત્યાં એક ઘટના ઘટી નિલેશ ના પપ્પા પર કોઈ અજાણ્યો પત્ર આવ્યો જેમાં જુહી ના ભૂતકાળ ની એક ઘટના વિશે લખ્યું હતું ઘર માં વાતાવરણ બદલાઈ ગયું સગાઈ ફોક કરવા સુધીની વાત આવી ગઈ નિલેશ બહાર હતો એને આ બધા વિશે કઈ ખબરજ ના હતી નિલેશ ના પપ્પા એ સીધી વાત જુહી ના પપ્પા ને કરી જુહી ના પપ્પા એ મળવાની વાત કરી પણ નિલેશ ના પપ્પા એ ના પાડી.
જુહીના જીવનમાં ભૂકંપ આવી ગયો તે 10માં ધોરણમાં ભણતી હતી ત્યારની વાત એકવાર ટ્યૂશનથી પાછી આવતી હતી ને તેની પાછળ પાગલ એક વ્યક્તિ તેને જબરદસ્તી કરવા લાગ્યો પણ સારા નસીબે જુહી ત્યાં થી ભાગવા માં સફળ રહી બસ આ નાનકડી ઘટના ને કોઈએ થોડો વધારો કરી અને પત્રમાં લખી હતી.
જુહી ના રડી રડી ને હાલ બેહાલ થયા હતાં નિલેશ ખેતરમાં ગયો હોવાથી તેનો ફોન લાગતો નહતો.
હવે શું થશે તે વિચાર તેને ખાઈ રહ્યો હતો જો નિલેશ પણ તેના પપ્પા ની જેમ વાત સાચી માની લેશે તો શું થશે એ વિચારી જુહી ના આંખમાંથી અશ્રુધારા વહે જતી હતી
નિલેશ ની એક ટેવ હતી કે જયારે પણ સમય મળે તે જુહી ને ફોન કરતો ખેતર થી પાછા આવતા ગાડીમાંથીજ તેણે જુહી ને ફોન કર્યો.
નિલેશ નો ફોન આવતાજ જુહી ગભરાઈ ગઈ શુ વાત કરવી કેવી રીતે કરવી તેને કઈ ખબરજ પડતી ના હતી છતાં તેણે ફોન ઉપાડ્યો અને હેલો કહેતા ની સાથેજ સામે થી નિલેશે કહ્યું "કેમ રડી હોવું એવું લાગે છે બધુ બરાબર તો છે?" ને સામે જુહી રડી પડી નિલેશ પૂછી રહ્યો હતો શુ થયું પણ જુહી કઈ બોલી નહિ હવે નિલેશ ને ચિંતા થઈ તેણે વીર ને ફોન કર્યો વીર એ બધી વાત કરી અને નિલેશ એ માત્ર એટલુંજ કહ્યું "ચિંતા ના કરશો જુહી ને સંભાળી લો "ને નિલેશ પોતાના ઘરે આવ્યો જ્યાં તેના ઘરવાળા તેની રાહ જોઈ ને ઉભા હતાં ઘરે આવતા નિલેશ માત્ર એટલુંજ બોલ્યો " આ પત્ર ની ઘટના વિશે જુહી એ મને સગાઈ થતાજ બધુ કીધું હતું આ પત્ર માં માત્ર 10% સચ્ચાઈ છે બાકી નું જુઠ્ઠાણું છે દીકરી આપણા ઘરની હોય કે બીજાના ઘર ની તેની મનમાર્યાદા જળવાય એનું ઘ્યાન રાખવું પડે "
"લગ્ન હવે આવતા અઠવાડ્યે થશે અને સાદાઈ થી કોર્ટ માં"
"પપ્પા તમે મારાં પથદર્શક છો ને તમે આવી ભૂલ કેવી રીતે કરી બેઠા "
કહી પગે લાગી અને એક વળતી નજર પોતાની નાની બહેન દિશા તરફ નાખી નિલેશ ઘર ની બહાર નીકળી ગયો
ગાડી સીધી પહોંચી જુહી ના ઘરે ત્યાં પહોંચતા ની સાથે જ તેણે કંઈજ થયું ના હોય તેમ જુહી ને કહ્યું "ચલ તૈયાર થઈ જા ફરવા જવાનુ છે "
જુહી ને હજુ ખબર પડતી ના હતી કે નિલેશ આમ કેમ વર્તી રહ્યો છે છતાં મમ્મી ના કહેવાથી તે તૈયાર થઈ નિલેશ ની જોડે ચાલી નીકળી.
નિલેશ અને જુહી મંદિર માં આવ્યા દર્શન કરી પ્રાંગણ માં બેઠા ત્યારે જુહી અપરાધી ની જેમ નીચું મોં રાખી બેઠી હતી ત્યારે નિલેશે પોતાની આગવી અદા થી કહ્યું "માથું પડી જાય છે મેડમ "ત્યારે જુહી એ ઉપર જોયું ને નિલેશ એ પ્રથમવાર જુહીની આંખોમાં આંખો નાખી બસ એટલુંજ કહ્યું "પ્રેમ માં અવિશ્વાસ ના હોય અને વિશ્વાસ હોય ત્યાં ડર ના હોય જુહી "
ત્યારે જુહી ને પ્રથમ વાર લાગ્યું કે આઈ લવ યુ નો સાચ્ચો અર્થ આજે નિલેશ કહી રહ્યો હતો પોતે આટલા સમયથી નાટક કરી રહી હોય તેવું લાગ્યું.
બસ એ ઘડી ને આજનો દિવસ જુહી ને ડર નથી ને જુહીની આંખમાં આંસુ નથી. નિલેશના ગુસ્સામાં પણ જુહી ને પ્રેમ દેખાય છે જે હાલ આરલ, પંક્તિ, ને પિહુ ને નહિ સમજાવી શકાય
તો બોલો તમે પણ આઈ લવ યુ રોજ કેવું કે સમય આવ્યે એનો અહેસાસ કરાવવો કે આઈ લવ યુ !

