STORYMIRROR

સ્તુતિ પંડ્યા

Others

3  

સ્તુતિ પંડ્યા

Others

છાપું

છાપું

1 min
252

'કેટલી વાર હવે બહાર નીકળો 'સ્વાતિ એ પોતાના પતિ કે જે છેલ્લા કલાક થી ગુરુશંકા એટલેકે ટોયલેટમાં હતા તેમને ટકોર કરી.

અંદરથી સમીર પણ બરાડ્યો 'તને ખબર છે કે મને છાપા વિના 'પ્રેશર' આવતું નથી તોયે બૂમો પાડે છે '

'શુ ગાંડા જેવી વાત કરો છો ચાલો હવે બહાર નીકળો અને તૈયાર થાવ '

વાત જાણે એમ હતી કે આપણા નાયક સમીરભાઈ ને અખબાર એટલે કે છાપાનું એવું વ્યસન છે કે તેના વિના તેમનું જીવન સીટી વિનાના કુકર જેવું થઈ જાય છે.

સ્વાતિ તો છાપા ને જોઈ અકળાતી કેમકે અખબારનું સ્થાન સમીરભાઈ ના જીવનમાં પ્રથમ હતું અને સ્વાતિ બીજા નંબર પર હતી. અને આજે અખબારવાળો અખબાર આપી ગયો ન હતો.

આજે પણ ટેક્નોલોજી ના યુગમાં પણ અખબારે પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે અને બીજા બધા વ્યસન કરતાં આ વ્યસન સારૂ બોલો તમારું આ બાબતે શું કહેવું છે...?


Rate this content
Log in