સ્તુતિ પંડ્યા

Comedy Romance Others

4  

સ્તુતિ પંડ્યા

Comedy Romance Others

કામ !

કામ !

3 mins
208


ગીતા અને સુનિલ આજે 25વર્ષે ખુશ ખુશહાલ લગ્ન જીવન માણી રહયા છે તેનું એક માત્ર કારણ એક નાનકડી ભેટ છે અને એ નથી ગીતા ને અપાઈ કે નથી સુનિલ ખરીદી ને લાવ્યો એ શું છે એતો વાંચી ને ખબર પડશે.

ગીતા અને સુનિલ ની દીકરી ત્યારે માંડ વરસ ની હશે ત્યાર ની વાત છે નવરાત્રી ના દિવસો હતા ગીતા ને આઠમ નો ઉપવાસ અને ઘરમાં હવન હોવાથી કામ પણ ખુબ હતું.

રાત્રે હવન પતી ગયા બાદ સૌ કોઈ જમવા ગયા પણ ગીતા ને ઉપવાસ હોવાથી તે ઘરે જ રહી.

સુનિલ પણ બધાની સાથેજ જમવા જતો રહ્યો હતો અને ગીતા ધીમે ધીમે પોતાનું કામ નિધિ ને રમાડતા રમાડતા પતાવી રહી હતી. સુનિલ પહેલે થી કશુ કામ કરતો ન હતો એકદમ બેફિકર એ ગીતા ને સમજાય ગયું હતું અધૂરા માં પૂરું સાસુ સસરા સ્વભાવે કરકસરવાળા જે હોવું પણ જોઈએ તેથી કામ ગીતા ને કરવું પડતું.

કામ કરવામાં ગીતા આળસુ ન હતી પણ આજે ઉપવાસ હોવાથી થોડી અશક્તિ હતી ને નિધિ પણ નાની અને ગીતા વિના રહેતી ન હતી પણ માતાજી ના નામે તેને શક્તિ મળી રહી હતી.

ત્યાં અચાનક સુનિલ ને કઈ કામ હોવાથી તે ઘરે પાછો આવ્યો ત્યાં તેણે જોયું વિલાયેલ ચહેરા સાથે ગીતા કચરો વાળી રહી હતી.

'શુ થયું ગીતા થાક બહુજ લાગ્યો છે ' સુનિલે પૂછ્યું

'ના ના આતો ઉપવાસ છે એટલે એવું લાગે છે 'ગીતા એ હસી ને જવાબ આપ્યો.

સારુ કહી સુનિલ અંદર ગયો ને જે લેવાનું હતું તે લઇ ને બહાર આવ્યો ને ગીતા ને કીધું 'ચાલ મારી સાથે'

'ક્યાં જવાનું છે 'ગીતા એ કીધું ત્યારે સુનિલે કીધું 'ચાલ નિધિ ને લઇ લે જોડે'

બેય સીધા પહોંચ્યા સુનિલ ના ડોક્ટર મિત્ર નયન ના હોસ્પિટલ ત્યાં જઈ નયન ને આંખ મીંચાકારી કીધું કે 'ગીતા ની તબિયત નથી સારી એને એડમિટ કરી દે '

'અરે મને કશુ નથી થયું મારે બહુજ "કામ" છે ઘરે મને જવાદો ખોટા ટાઈમે મજાક ના કરો 'ગીતા એ આશ્ચર્ય સાથે ડૉ નયન ને કીધું.

'ના ના ભાભી આજની રાત તો એડમિટ થવુંજ પડશે એવું નઈ ચાલે' ડૉ નયન હસતા હસતા બોલ્યા.

'લતાબેન ગીતાબેન ને 3 નંબર ના રૂમ માં એડમિટ કરી દો '

'પણ હું...મને...'

ગીતા બોલવા ગઈ ત્યાં સુનિલે નિધિ ને તેના હાથમાંથી લઈ લીધી અને ગીતા ને કીધું તું જા હું થોડી વાર માં પાછો આવીશ.

હોસ્પિટલનાં બેડ પર શાંતિથી સૂવાથી ગીતા ને ખરેખર સારુ લાગી રહ્યું હતું આખા દિવસ નો થાક ઉતરી રહ્યો હતો. તેને સમજાતું નહતું કે સુનિલે શા માટે આવુ કર્યું આ તદ્દન અલગ વર્તન હતું.

કલાક પછી સુનિલ એકલો આવ્યો ત્યારે તેના હાથમાં ડોલચુ અને ફ્રૂટની થેલી હતી તે ગીતા ને આપતા કીધૂ 'ગાંડી ખાધા વગર ના ઉપવાસ કરવાનું કોઈ ભગવાન કહેતા નથી લે દૂધ પી અને ફ્રૂટ ખાઈ લે'

'પણ તમે મને અહીં કેમ લાવ્યા ખાવા તો હું ઘરે પણ ખાઈ શકતી હતી ?'

'જો ગીતા હું બેફિકર ખરો પણ એનો મતલબ એ નથી કે મને લાગણી નથી તને કોઈ મદદ કરે એવું દેખાતું ન હતું તેથી મને આવડી તેવી મદદ મેં કરી '

'પણ ઘરે બહુજ 'કામ 'છે.

'કામ જોઈ મમ્મીની કરકસર બીજા રસ્તેથી ભાગી ગઈ અને શાંતાબેન ને 4 દિવસ કામ કરવા બોલાવી લીધા હવે તું કે' કેટલા દિવસ એડમિટ રહેવું છે.' ને સુનિલ ખડખડાટ હસી પડ્યો તેને જોઈ ગીતા પણ હસી પડી અને કીધું  'અને નિધિ ?'

'એનું પણ મમ્મીનું ભૂત ઉતરી ગયું બા જોડે ખાઈ ને બેન સૂઈ ગયા 'ને સુનિલ ફરી હસ્યો.

ગીતા જોઈ રહી સુનિલ ને અને મનોમન વિચારવા લાગી કે બેફિકર સુનિલે આજે સાચ્ચેજ અમૂલ્ય અને અવિસ્મરણીય ભેટ આપી છે !


Rate this content
Log in

Similar gujarati story from Comedy