બોર્ડનો ડર કેમ ?
બોર્ડનો ડર કેમ ?
એક છોકરો હતો. તે છોકરાને દર વર્ષે એક વાર એક એવા રસ્તા પર જવાનુ થતું જ્યાં તેને જવા માટે મહેનત કરવી પડતી હતી.
તે છોકરાના માતા પિતા પણ તેને એ રસ્તા પર જવા માટે તૈયાર કરતા. તે છોકરો કોઈપણ ચિંતા વિના મહેનત કરી અને રસ્તો પસાર કરી દેતો હતો.
હવે દર વર્ષની જેમ તે જ રસ્તા પર ફરી તેને જવાનુ થયું, પણ આ વખતે તે રસ્તામાં સરકાર દ્વારા એક ટોલબૂથ ઊભું કરી દેવાયું હતું જ્યાં તેને પોતાની ઓળખાણ આપતા દસ્તાવેજો ના પુરાવા બતાવી પોતાની મંજિલ સુધી પહોંચવાનું હતું.
તે રસ્તા પર તે દર વર્ષે જતો જ હતો પણ ક્યારેય તેને ચિંતા કે ડર નહોતો લાગ્યો.
એજ રસ્તા પર માત્ર એક ટોલ આવી જતાં ત્યાં જવા માટે લોકો તેને સલાહ સૂચન આપવા લાગ્યા કે કેવી રીતે જવું,શું કરવું, શું ન કરવું.
તેથી છોકરો અને તેના માબાપને પણ ચિંતા થવા લાગી કે આ રસ્તો કેવી રીતે પસાર થશે.
પોતાના બાળકો પર વિશ્વાસ રાખો તેમને કહો કે અમને ભરોસો છે કે તું કરી શકીશ, તું ખાસ છે.
