STORYMIRROR

Niky Malay

Inspirational Thriller

4  

Niky Malay

Inspirational Thriller

પિત્તળનો ઘંટ

પિત્તળનો ઘંટ

4 mins
492

ઘણા સમય પહેલાની વાત છે. એક દાદા હતા. એની જિંદગીમાં એવી ઘટના બનેલી કે અત્યારે એની પાસે કોઈ પણ નથી. દાદા ઘણી મોટી ઉંમરના હતા. પણ પેટનો ખાડો પુરવા માટે નાની સરખી દુકાન ચલાવતા. આ દુકાન તેણે પોતાના ઘરમાં જ બનાવેલ હતી. દાદા દુકાનમાં બહુ બેસી ન શકતા મોટાભાગે ઘરમાં ખાટલામાં જ પડ્યા હોય. પણ કસાયેલી બુદ્ધિના એટલે દુકાનના બારણાની પાસે ઘંટ લટકાવી દીધેલો હતો. જે કોઈ બારણું ખોલે એટલે ઘંટ નો અવાજ આવે ટન..ટન...એટલે દાદા ઊભા થઈને દુકાનમાં આવે ને ગ્રાહકને જે જોઈએ તે આપે. આમ તે પોતાનું જીવન ગુજારતા હતા.

એક દિવસની વાત એક દસ બાર વર્ષની કોમળ,ચંચલ અને અલહડ નિખાલસ દીકરી કુદતી-કુદતી આમ તેમ ફરતી હોય છે. ને ચારેય બાજુ દુકાનોમાં નજર કરતી જાય છે. આ દુકાનમાં આવે છે.દુકાનનું બારણું ખોલે છે. ટન... ટન....કરતો ઘંટનો અવાજ આવે છે. દાદા બહાર આવે છે. દાદા દીકરીને કહે શું જોઈએ છે ? બોલ બેટા ! તને શું આપું ? દીકરી આમ તેમ ઘણી બધી વસ્તુઓ જુએ છે. ચોકલેટના બોક્સ,પીપરમેન્ટ, ગિફ્ટ કાર્ડ, બોલપેન,પેન્સિલ, નોટબુક, ફ્લાવર પોટ ઘણું બધું જુએ છે. પણ દીકરીને કોઈ વસ્તુ પસંદ આવતી નથી. દાદા કહે છે, કે કેમ બેટા તને શું જોઈએ છે ? તો દીકરી દાદા મને આમાંથી કોઈ જ વસ્તુ પસંદ નથી આવતી. દાદા : “ઠીક છે બેટા તારી મરજી, તને જે પસંદ આવે તે લઈ લે.” દીકરીને કોઈ જ વસ્તુ પસંદ ગમી નહીં, એટલે ત્યાંથી જતી હતી. તે જેવું બારણું ખોલ્યું તો ટન..... ટન..... કરતો ઘંટનો અવાજ આવ્યો. દીકરી પાછી અંદર આવી. તો વળી પાછો ટન..... ટન..... કરતો ઘંટ નો અવાજ આવ્યો. દીકરી અંદર આવીને દાદા ને પૂછ્યું દાદા આ ઘંટ તમે કેમ રાખ્યો છે ? દાદાએ કહ્યું : “બેટા ! આ ઘંટ મને મારા પપ્પાએ ગિફ્ટમાં આપેલો છે. અત્યારે હું વારે ઘડીએ આમ ઊભો ન થઈ શકું એટલા માટે હું આ ઘંટ બાંધી રાખું છું. જેટલીવાર બારણું ખોલ બંધ થાય એટલી વાર એ ઘંટમાંથી ટન.ટન... અવાજ આવે, એટલે મને જાણ થાય કે કોઈ આવ્યું છે. દીકરીને તો ઘંટ ગમી ગયો. દીકરી: “દાદા મને આ ઘંટ ઉતારી દેશો મારી પાસે સો રૂપિયા છે. મારે મમ્મીના બર્થડેમાં ગીફ્ટ આપવી છે. દાદા કહે: “ બેટા આ ઘંટને કેમ આપુ આ તમારા પિતાજીની,દાદાની નિશાની છે. દીકરી ઘણું કીધું કે આજે મારી મમ્મીનો જન્મદિવસ છે. દાદા આ ઘંટના સો રૂપિયા આપી દઈશ. મને આપી દ્યો ને ! મેં આ પૈસા પોકેટ મનીમાંથી બચાવેલ છે. દાદા : “બેટા આ પૈસાનો કોઈ સવાલ નથી,પણ આ તો મને વારસામાં મળેલી વિરાસત છે. ઠીક છે દાદા એમ કહી અને નિરાશ થઈને પેલી દીકરી ત્યાંથી દુકાનની બહાર નીકળી જાય છે. વળી દાદાને થયું કે, લાવ ને હું કેટલા વર્ષો હવે જીવવાનો છુ! બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય. હું ઘંટ વગર ચલાવી લઈશ. એમ વિચારી દાદા દરવાજો ખોલી અને દીકરીને બોલાવે છે. દીકરી પાછી ફરે છે અને આવે છે. 

દાદા: આ ઘંટ તો તને આપું છું પણ તું તેને સાચવજે. દાદા ; “ઊભી રહે પચાસ રૂપિયા પાછા લેતી જા.” દીકરી : અરે ! દાદા સો રૂપિયા રાખોને તમને કામ આવશે.

દાદા : બેટા તું પચાસ પાછા લઈ જા .” 

દીકરી : “થેંક્યું દાદા, આજે મમ્મીના બર્થડે પર હું તેને આ ગીફ્ટ આપીશ. આવજો ત્યારે.” દીકરી ત્યાંથી પોતાના ઘરે જાય છે. મમ્મીને કહે તારી આંખો બંધ કર તો ! મમ્મી આંખો બંધ કરે છે. અને દીકરી એમને હાથમાં ઘંટ આપે છે. “હેપી બર્થેડે મમ્મી” ઘંટ વગાડે છે. ટન.....ટન.....મમ્મી પણ આ ઘંટને જુએ છે તો અંદર પપ્પાનું નામ અને દાદાનું નામ લખેલું હોય છે.

મમ્મી : “અરે બેટા ! આ ઘંટ તું ક્યાંથી લઈ આવી છો ? પછી દીકરી બધી વાત કરે છે કે હું તારી માટે ગીફ્ટ શોધતી હતી તો એક દાદાની દુકાને ગઈ ત્યાંથી મેં આ ગીફ્ટ તારી માટે ખરીદી. એ મને આપતા ન હતા પણ હું પરાણે ત્યાંથી પૈસા દઈને લઈ આવી છું.

મમ્મી : “ચાલ મને એ દાદા પાસે તું લઈ જા. પછી માં - દીકરી બંને પેલી દુકાને જાય છે.

મમ્મી કહે : “આ ઘંટમાં જે નામ લખ્યું છે ને એ મારા દાદાનું અને મારા પપ્પાનું છે. દીકરીની મમ્મી પેલા દાદાને ઓળખી જાય છે અને પપ્પા એમ બોલી દાદાને વળગી પડે છે. ને કહે છે પપ્પા આજથી ૨૦ વર્ષ પહેલા હું લવ મરેજ કરીને ભાગી ગયેલી તમારી સીમા છું. લવ મેરેજ કરીને ચાલી ગયેલી હતી એ પછી મે ક્યારેય તમારી સામે જોયું નથી મને માફ કરજો પિતાજી.

દાદા : બેટા ! ઈ જમાના લવ મેરેજ માન્ય નો’તા એટલે અમે પણ તારી ભાળ ન કાઢી. બસ તું અમારા માટે મરી ગઈ છો ! એમ માની લીધું. તારી મમ્મી ને ભાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી. હું પણ ગામડું છોડીને અહીં રહેવા આવેલો, કે ક્યાંક દરોજનું નીકળી જાય તો મારું ગુજરાન ચાલ્યા કરે. હવે મારે જીવવું કેટલું !

દીકરીની મમ્મી : પિતાજી હવે ચિંતા ન કરો મારે પણ આ દીકરી સિવાય કોઈ નથી. મેં જેની સાથે લગ્ન કરેલા એ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. પણ તેની જગ્યાએ મને નોકરી મળી ગયેલ છે તેથી અમારું જીવન ચાલ્યા કરે છે. આપણે બધા સાથે રહેશું. પેલી નાની એવી દીકરી પોતાના નાનાને વળગી પડે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational