ફરજ
ફરજ


"પ્રતાપ, જલ્દીથી ઘરે આવ બેટા.."
"મમ્મી, તું અનુને ફોન કર."
"વહુને ફોન કર્યો પણ વાત ના થઈ શકી. કોરોનાનાં પેશન્ટની સારવારમાં વ્યસ્ત છે."
"મારી ડ્યુટી એવા એરિયામાં છે. જ્યાં લોકડાઉનનું પાલન નથી થઈ રહ્યું. એટલે."
"તમે બન્ને ત્યાં અને અહીં તમારી ઋત્વીનાં આખરી શ્વાસ.." સુભદ્રાબેન આગળ ના બોલી શક્યાં. તેમનાં ગળે ડૂમો બાઝી ગયો.