The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Arun Gondhali

Horror

3  

Arun Gondhali

Horror

ફિટકાર ૫

ફિટકાર ૫

4 mins
226


પોતાના ગામમાં અને ઘરમાં આવી સુમિયામાને સારું લાગ્યું. સુમિયાનો અંધાપો દૂર થયો એ જાણી ભાઈ અને ભાભી પણ ખુશ થઇ ગયા. પરંતુ સોમદાના હજુ કોઈ સમાચાર નહોતા મળ્યાં. ફરી સોમદાનાસવડ મેળવવાની કોશિશ જારી થઇ. સુમિયાને એમ થયું કેકદાચ પોતે ગામમાં જ રહે તો તપાસમાં તેજી લાવી શકાશે, એટલે એણે ગામમાં જ રહેવાનું નક્કી કર્યું અને દેવને વાત કરી. દેવને પણ એ જ જોઈતું હતું. મામાને માની જવાબદારી સોંપી એ ગુજરાત જવા રવાના થયો.

ગામના શાહુકાર બિમલદાની વહુ આભા પણ ગાયબ થઇ ગયેલ હતી. આભા એના પતિ પ્રતિપ પાસે પહોંચી નહોતી કે એના પિયરીમાં પણ પહોંચી નહોતી તો ક્યાં ગઈ હશે ? તે જ દિવસથી સોમદા પણ ગાયબ છે. નાના અમથાં ગામમાં બે વ્યક્તિઓ શા કારણેગાયબ થાય ? રહસ્ય ઊંડું હતું. શું એમાં કોઈની ચાલ તો નહિ હોય ને ? ગામમાં ચિત્ર-વિચિત્ર વાતો ચાલુ થઇ ગઈ હતી. આભાનું પરિવાર દુઃખી હતું. પ્રતિપ પણ વ્યાકુળ હતો.

બે વ્યક્તિઓના ખોવાઈ જવાથી પોલીસ હરકતમાં આવી ગયી હતી. ગામમાં હવે શંકાશીલ લોકોની તપાસ ચાલુ થઇ. પોલીસને તપાસ દરમિયાન બીજી એક યુવતી ગામમાં ઘણાં દિવસોથી દેખાતી નથી એવી માહિતી મળી અને તપાસના ચક્રો વધુ ગતિમાન થઇ ગયા. એક નાના ગામમાં ત્રણ વ્યક્તિઓ અચાનક ગાયબ થવાથી ઘણી બધી જાતની વાતો અને શંકાઓ સાંજ થયે દરેક ઓટલે ચર્ચાય રહી હતી. ગામના લોકોને હવે ડર પણ લાગતો હતો.

***

ધનિયાખલીથી દેવ ઘરે આવ્યો અને પાડોશીઓએ ઝાંઝરના અવાજની વાત કરી. દેવ સમજી ગયો, પરંતુ વાતને શાંતિથી ઉડાવી દીધી. હવે તે ઘરમાં એકલો હતો તેથી તે હવે ગમે ત્યારે પોતાના તાંત્રિક સિદ્ધિનો ઉપયોગ કરી શકે તેમ હતો.

રાત્રીના નિયત સમયે તેણે પૂજા પ્રારંભ કરી અને મંત્રોચારથી સ્થાપિત કરેલ વર્તુળમાં પેલી ખોપડીવાળી રૂહને પધારવા હુકમ કર્યો. આત્માએ સ્થાન લીધું અને બંગાળીમાં વાતચીત શરુ થઇ. એક પછી એક વાત જાણતા ખબર પડી કે એ રૂહ ભયંકર ગુસ્સામાં હતી અને એ માટે ઘાટ ઉપર દેવના પગમાં પડી શરણમાં આવી હતી. પોતે કોણ છે, પોતાનું નામ શું છે, તેની જાણ કરવા તે તૈયાર નહોતી. દેવને એ જાણવાની ઇંતેજારી વધારે હતી, તેથી તેણે ગુસ્સામાં બાજુમાં પકડી રાખેલ વાળની લટોને જોરથી ખેંચી અને તેની સીધી અસર પેલી રૂહ ઉપર થઇ. વાળ ખેંચાયાં એટલે તેણીએ જોરથી ચીસ પાડી. એણે વાળ ન ખેંચવા વિનંતી કરી. વાળની લટો દેવ માટે રિમોટ કંટ્રોલ હતું. દેવે પાછો પ્રયત્ન કર્યો, પરંતુ અજીજી સાથે એણે પાછી વિનંતી કરી કે બહુ સખતાઈ સારી નથી. તે એક મોટું રહસ્ય જાણે છે અને સમય આવ્યે એ ચોક્કસ દરેક વાત ખુલી કરશે એ જાણી દેવ થોડો નરમ પડ્યો. દેવે વાતનો તાગ મેળવવા નરમ રહેવાનું વિચાર્યું.

સવારે દેવ પૂજાઘરમાંથી બહાર આવ્યો તો એનો ચા નાસ્તો તૈયાર હતો. દેવે આમતેમ જોયું તો અવાજ આવ્યો કે તેણીએ બનાવ્યો છે. દેવ પોતાની પાણી પુરીના ધંધાની આયટમ બનાવવા લાગ્યો. હવે ધંધા ઉપર જવું જરૂરી હતું. પેલી એને અદૃશ્ય રીતે મદદ કરી રહી હતી. દેવ ફક્ત બંગાળીમાં કહેતો અને કામ થઇ જતું હતું.

પાણી પુરીના લારી ઉપર આજે બહુ જ ઘરાકી હતી. ચાર-પાંચ દિવસે દેવદા ધંધા ઉપર આવ્યાં હતાં. આમપણ બાળકોને એ ગમતા. રાત્રે કોઈએ અચાનક દરવાજો ખખડાવ્યો. દેવને અચરજ થયું, કોણ હશે ? દરવાજો ખોલતાની સાથે જ કોઈ વ્યક્તિ ઘરમાં ઝડપથી ઘુસી આવ્યો અને દરવાજો બંધ કરવાં કહ્યું. એ મુસીબતમાં હતો. કેટલાક લોકો એને શોધી રહ્યાં હતાં. એને મદદ માટે ફુહાર કરી. દેવે એને પૂજા ઘરમાં સંતાડી દીધો અને બહાર આવી બેસી ગયો.

પાંચ મિનિટ બાદ એક ટોળું શોધતું શોધતું ત્યાંથી નીકળી ગયું. બીજી પાંચ મિનિટ બહાર બેસી રહ્યો, પણ હવે બધું એકદમ શાંત હતું. તે ઘરમાં દાખલ થયો અને દરવાજો અંદરથી બંધ કર્યો. પૂજાઘરમાં જે વ્યક્તિને સંતાડી હતી એને બહાર આવવાં કહ્યું. પેલાએ એક બેડશીટથી મોં ઢાંકેલું હતું. દેવે એ આગંતુકને દોડાદોડીનું કારણ પૂછ્યું. એને કહ્યું 'આજે બપોર પછી ફૂડ પોઈઝનને લીધે એક પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ એના દાખલ થયા બાદબીજા ઘણા પેશન્ટ દાખલ થયા. બધા એક લગ્નમાં ભેગા થયેલ હતાં. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી એમના સગાઓએ ધમાલ શરૂ કરી દીધી અને કારણ વગર બે ત્રણ ડોક્ટરોને માર્યા. તેમાં હું એક હતો. અમે જીવ બચાવવાત્યાંથી નાસી છૂટ્યા એટલે અમુક લોકો અમારી પાછળ પડી ગયા એટલુંજ. જેવી બેડશીટ ઉતારી તો દેવ ને લાગ્યું કે ચહેરો કોઈ જાણીતી વ્યક્તિનો છે.

દેવના દિદાર યુ પીના રહેવાસી જેવા હોવાતી આગંતુક હિન્દીમાં વાત કરી રહ્યો હતો, પરંતુ વાતના લહેકાથી લાગતું હતું કે બંગાળી છે. વાત દેવના ધ્યાનમાં આવી ગયી પરંતુ દેવે પોતાની ઓળખ આપી નહિ. દેવને બીક હતી કે પિતાજીના ગાયબ થવાથી કોઈ સી આઈ ડી તાપસ કરવાં તો નહિ આવ્યો હોય ?

આગંતુક હવે હોસ્પિટલ જવા માટે તૈયાર હતો, પરંતુ તેણે દેવને મદદ કરવું કહ્યું અને સાથે આવવા કહ્યું જેથી કોઈ અઘટિત ઘટના પાછી ન બને. દેવે પણ એનું તથ્ય જાણવા હા કહી અને ઘરને તાળું મારી હોસ્પિટલ તરફ જવા રવાના થઇ ગયા. હોસ્પિટલમાં હવે શાંતિ હતી. બીજી પાળીના ડોક્ટરો અને નર્સો દર્દીઓને સારવાર આપી રહ્યાં હતાં.

દેવ સાથે આગંતુક હોસ્પિટલમાં દાખલ થયો અને દેવને પોતાની કેબિનમાં લઇ ગયો. કેબીનના નેમપ્લેટ ઉપર લખ્યું હતું - ડો પ્રતિપ મુખરજી. હવે દેવને ખ્યાલ આવ્યો કે આ શાહુકાર બિમલદાનો પુત્ર જ છે, અને પોતાના ગામનો જ છે. ખોવાઈ ગયેલ આભાનો પતિ. રાત બહુ થઇ ગયી હતી, એટલે બહુ વાત ન કરતાં દેવે, ડો પ્રતિપને નોમોસ્કાર કરી રજા લીધી. હવે ડો પ્રતિપને નિરાંતે મળવું જરૂરી હતું.

(ક્રમશઃ )


Rate this content
Log in

More gujarati story from Arun Gondhali

Similar gujarati story from Horror