Arun Gondhali

Horror Thriller

4  

Arun Gondhali

Horror Thriller

ફિટકાર - 10

ફિટકાર - 10

3 mins
22.9K


(વહી ગયેલી વાત - એ તમને હવે એક બે દિવસમાં જ ખબર પડી જશે એમ કહી ચંદ્રમુખીની રૂહ અદિતિના શરીરમાંથી નીકળી ગઈ. ચંદ્રમુખીને મુક્તિ મળી ગઈ હતી.  એનાં આત્માને નવું ઘર મળી ગયું હતું. સંજોગો ખરેખર ગોઠવાયા હતા. દેવને આપેલ વચન એણે પૂરું કર્યું).

હવે આગળ વાંચો -

ગુજરાતની હોસ્પિટલમાં ફૂડ પોઇઝનની ઘટના પછી ડો.પ્રતિપ દેવને એના ઘરે મળ્યા હતાં. ડો પ્રતિપે બે દિવસ પછી ગામ જશે એવી દેવને વાત કરી હતી. પરંતુ દેવ એક દિવસ પહેલાં ગામ પહોંચી ગયો હતો.

જે દિવસે દેવ ગામ આવ્યો તે દિવસે દેવે ખોપડીવાળી યુવતીના રૂહને અસલ રૂપમાં પ્રગટ કરી ખરી હકીકત જાણી લીધી હતી. દેવ એનું ખરું રૂપ જોઈ શક્યાં. પોતાનો પરિચય આપતા એને કહ્યું એ રાશ્મોનીની દીકરી ચંદ્રમુખી છે. વાત સાંભળી દેવ વિચારમાં પડી ગયો. પોલીસ જે ત્રીજી વ્યક્તિને શોધતી હતી તે આ હતી. આભા અને પોતાના પિતાજી પણ તેજ દિવસે ગામમાંથી ગાયબ થયેલ હતા. બધી ઘટનાઓ એજ રાતની હતી. ચંદ્રમુખી મુખ્ય વાત જાણતી હતી અને કહી શકે તેમ હતી, પરંતુ કાયદાની દ્રષ્ટિએ અજુગતું હતું. એના દુનિયાની વાતો કાને સાંભળી શકાય એ શક્ય હતું પરંતુ કાયદા કાનૂનના પરિપ્રેક્ષથી એ અલગ હતી. કાયદો સબૂત અને સાક્ષી માંગે છે.

પૂજા બાદ આજે ચંદ્રમુખીની ખોપડી અને વાળને ઘાટ ઉપર વિસર્જન કરવું જરૂરી હતું. તેની અસ્થિ-મુક્તિ હવે સંભવિત હતી. ચંદ્રમુખી હવા રૂપે દેવને વશ હતી. દેવ હવે એની સાથે ગમે ત્યારે વાત કરી શકે એમ હતો. ફક્ત દેવ જ ચંદ્રમુખીની હાજરી મહેસૂસ કરી શકે એમ હતો. હવે પછીનું રહસ્ય જાહેર કરે તે પહેલા ચંદ્રમુખીની ઈચ્છા મા રાશ્મોનીને મળવાની હતી અને તેથી દેવ એ રાત્રે પહેલી વાર સમાજથી અલિપ્ત એવા એરિયામાં પહોંચ્યો. દેવનો લિબાસ અને વ્યક્તિત્વ જોઈ રાશ્મોની વિચારમાં પડી ગઈ. દેવે પોતાનો પરિચય આપ્યો અને એકાંતમાં વાતચીતની માંગણી કરી.

જે ત્રીજું વ્યક્તિ ઘણા દિવસથી ગામમાં નથી એના તાર રાશ્મોની સાથે બંધાયેલ હતા.  તે ખરેખર અંદરથી ખુબજ દુઃખી હતી કારણ આકાર લીધેલ ઘટનાઓ અને આકાર લઇ રહેલી ઘટનાઓ  એને કોરી ખાઈ રહી હતી. તે હતપ્રત હતી. દુ:ખી હતી.

દેવે ચંદ્રમુખી અંગે કંઈક માહિતી છે એ વાત કરી. ચંદ્રમુખીનું નામ સાંભળી તે રડવા માંડી, જાણે વર્ષોથી બાંધી રાખેલ આંસુનો બાંધ આજે તૂટી ગયો તેમ. રાશ્મોની એને મળવા બેબાકળી થઇ ગઈ. દેવે એને શાંત કરતાં કહ્યું, આવતી કાલે રાત્રે ચંદ્રમુખી સાથે ઘાટ ઉપર ભેટ કરાવી દેશે એવું કહી ત્યાંથી તે નીકળી ગયો.

રાત્રે ઘાટ ઉપર રાશ્મોની આવી, દેવે વાતનો ફોડ પાડતા કહ્યું, ચંદ્રમુખી હવે જીવંત નથી. સાંભળતાની સાથે જ રાશ્મોનીએ પોક મૂકી. રોશમનીને શાંત કરી. દેવે ચંદ્રમુખીની રૂહને પોતાની સિદ્ધિથી ત્યાં હાજર કરી. મા અને દીકરીએ તે રાત્રે ઘણી વાતો કરી. ચંદ્રમુખીએ 'સિંદૂર ખેલા' ની રાતે થયેલ ઘટનાને વિસ્તારથી જણાવી. દેવે રાશ્મોનીને, ચંદ્રમુખીની અસ્થિ એટલે કે ખોપડી અને વાળ ઘાટના પાણીમાં વિસર્જન કરવા વિનંતી કરી જેથી અસ્થિ શાંતિ થાય અને રૂહને નવું શરીર મળી રહે તે વિધિ કરી.

પોતે મા ને માથે એક ભાર હતી અને મા નુ કાળજું સતત બળતું તેનો રસ્તો ચંદ્રમુખીએ જાતે જ કાઢી આપ્યો હતો. ચંદ્રમુખીના અસ્થિને વિસર્જન કરી રાશ્મોની ભારે હૈયે ત્યાંથી ચાલી નીકળી. પ્રતિશોધના વિચારોથી પોતાને જ નુકસાન થયું હતું એ વાત હવે તે સમજી ચૂકી હતી. હવે પછીનો પાકો નિશ્ચય રાશ્મોનીએ કરી લીધો હતો. આ વાત ચંદ્રમુખીની રૂહ અને રાશ્મોનીને જ ખબર હતી.

બીજા દિવસે સંજોગો એવા ગોઠવાયાં કે અદિતીનું મૃત્યુ થાય છે અને ચંદ્રમુખીની રૂહ અદિતિના મૃત શરીરમાં પ્રવેશ કરે છે અને બધાને પોતાનો પરિચય કરાવી બનેલ ઘટનાઓનું રહસ્ય જાહેર કરે છે.

************

બે દિવસ બાદ રાશ્મોનીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગુન્હો કબુલ કર્યો.

કોર્ટની જુબાનીમાં રાશ્મોનીએ કહ્યું - “જજ સાહેબ, અમારા જેવી સ્ત્રીઓની જિંદગી એ જિંદગી નથી. અમે રોજ રાત્રે મરીએ છીએ અને રોજ સવારે આ જિંદગીનો ભાર ઉઠાવવા જીવિત થઈએ છીએ. દુઃખી શરીર અને મન બીજાને માટે મઝાનો બજાર છે.  ક્યાંક અમારી ભૂલ હશે તો ક્યાંક આ સમાજની અને પરિસ્થિતિનો સહેવો પડતો માર. અમારી ભૂલ હોય કે ના હોય, પણ સહન તો અમે જ કરીએ છીએ જયારે એકાદ નાજાઇઝ ઓલાદ પેદા થઇ જાય ત્યારે. દુર્ગા પૂજા માટે અમારા આંગણની માટી પવિત્ર ગણાય, પણ અમારી પરછાઇ તમારા ઘર માટે અપવિત્ર ગણાય.  અમારી હસ્તી તમારા પરિવાર માટે શાપ ગણાય.  જયારે હું લોકોની દીકરીઓના લગ્ન અને વરઘોડા જોતી ત્યારે મને બહુ ક્રોધ થતો. મારી દીકરી ચંદ્રમુખીને હું પરણાવી નહોતી શકતી. એ ક્યાંય તમારી દીકરી કે સ્ત્રીઓની જેમ ફરી નહોતી શકતી. તેથી જ બદલો લેવાનો વિચાર મને થયો અને આભાને મારી નાંખવાનો વિચાર આવ્યો. જે ઘરમાં ચંદ્રમુખી દીકરી તરીકે સ્થાન ન લઇ શકે તે ઘરમાં કોઈ સ્ત્રીને રહેવા દઈશ નહિ એ મારો પ્રણ હતો,  એમનો વંશ અહીં પૂરો થાય એજ મારી ઈચ્છા હતી”.

કોર્ટમાં જુબાની આપવા આવેલા બિમલદા આ શબ્દો સાંભળી હચમચી ગયા.

આ ગુન્હામાં સામેલ પેલા બે ધંધા-ધારી ઉઠાવગીરોને લાંબી સજા થઇ.

એક વરસ બાદ…..

આજે રાશ્મોનીની જેલની સજા પુરી થઇ હતી. જેલના મુખ્ય દરવાજાની સામે બિમલદા, ડોક્ટર પ્રતિપ, આભા, દેવ, સુમિયામાં, સોમદા અને  ગામના લોકો રાશ્મોનીને લેવા આવ્યા હતા.   આભાના ખોળામાં એક સુંદર કન્યા હતી.

હવેથી રાશ્મોની બિમલદાના ઘરે રહેવાની હતી. સમાજમાં એક નવી શરૂઆત હતી........

દૂર ઊભો ઇન્સ્પેક્ટર મનમાં વિચારી રહ્યો હતો – ધીસ ઇસ ધ એક્સ ફાઈલ. નો ઇન્વેસ્ટિગેશન કેન રીચ ધેર.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Horror