ફેરવી તોળ
ફેરવી તોળ
એક જમાદારનો ઘોડો છૂટીને વગડામાં નાસી ગયો. જમાદાર તેનો પત્તો મેળવવા નીકળ્યો. સામે બે વાણિયા મળ્યા. તેમને જમાદારે પૂછ્યું ; "મારો ઘોડો જોયો ?"
વાણિયામાનો એક નાની ઉમરનો થોડો બિનઅનુભવી હતો, તેણે સાચેસાચું કહી દીધું "હા ઘોડો નાઠો જાય છે અમે જોયો."
જમાદારે કહ્યું "ચાલ બતાવ".
સાથેના અનુભવી વાણિયાએ તેથી કહ્યું; "ફેરવી તોળ"
બીજો વાણિયો (પ્રથમ બોલનાર) બોલ્યો, "હા જોયો, મોટા શિંગડા છે."
જમાદારે કહ્યું; "ઘોડાને શીંગડા ના હોય કોઈ ગાય ભેંસ હશે " એમ કહી વાણિયાને જવા દીધો.
વાણિયો છૂટ્યો ને રસ્તે પડી પોતાને કામે ગયો. તે ઉપરથી કહેવત થઈ કે "ફેરવી તોળવામાં માલ છે."
