STORYMIRROR

Sangita Dattani

Abstract Fantasy Inspirational

3  

Sangita Dattani

Abstract Fantasy Inspirational

પડછાયો

પડછાયો

2 mins
146

આખા વિશ્વના વોટ્સએપ ગ્રુપના એડમીનની આજે ઝૂમ મિટિંગ હતી. બધાં ખૂબ જ આતુર હતા કે આજે વોટ્સએપના માલિક શું કહેવાના હતા. આજે વિશ્વના બધા જ ગ્રુપને આઠ કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. તો શું ચર્ચા થવાની હતી. કેમ આવું કરવામાં આવ્યું હતું. પ્રશ્ન કરોડો હતા. જવાબ એક પણ ન હતો.

સમયસર મીટીંગ ચાલુ થઈ બધા જ એડમીન પાંચ મિનિટમાં હાજર થઈ ગયા. ઝૂમ મીટીંગના એડમીને સરસ રીતે આવકાર્યા.

મીટીંગનો મુખ્ય હેતુ હતો કે પહેલા તો વિશ્વમાં જેટલા ગ્રુપ છે તેની સંખ્યા 70 ટકા ઓછી કરી નાખવી. એવા ગ્રુપ બંધ કરવા કે જે ફક્ત ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ કરે છે. બધા એડમીનો સહમત થયા કે વાત સાચી છે અને તેને કારણે લોકોની દિનચર્યા પર અને સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. તો પછી કયા ગ્રુપ ચાલુ રાખવા ? બધાને પ્રશ્ન થયો.

હવે ઝૂમનાં એડમીને પ્રશ્ન પૂછ્યો

કોણ આનો જવાબ આપશે ? તરત જ ભારત દેશના માત્ર 20 વર્ષની વયના એડમીને હાથ ઊંચો કર્યો જાણે તેને બધી ખબર જ હતી. 

વીસ વર્ષના એ ભારતના એડમીને શરૂ કર્યું. તેઓએ કહ્યું તે બધા એડમીનો શાંત ચિત્ત સાંભળી રહ્યા અને કેટલાક તો નોટ પેનમાં મુદ્દાઓ ટપકાવવા લાગ્યા. તે મુદ્દાઓ નીચે મુજબ છે. 

1.સાહિત્ય, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, બધી કળાઓ, દેશપ્રેમ, પુસ્તકો, મિત્રો કે મિત્રતા પર આધારિત જે ગ્રુપો ચાલે છે તેને મંજૂરી આપવી. 

૨. અને તે ગ્રુપોમાં પણ એડમીનનો કંટ્રોલ હોવો જોઈએ. એડમીન એક જ ગ્રુપમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજીસ મૂકી શકે.

3. લગભગ ગોસીપ કરવા માટે એડમીને અમુક સમય નક્કી કરવો જોઈએ.

4. સ્વાસ્થ્ય અંગેની પ્રાઈવેટ વાતોની ચર્ચા પણ ગ્રુપમાં થતી હોય છે તે પણ એક સારી વાત છે. 

5. છેલ્લી વાત એ કે એડમીન એ ગ્રુપના દરેક મેમ્બરોનો પડછાયો છે. તેમના પ્રત્યેનો આદરભાવ દરેકના મેમ્બરનું જીવન સુવ્યવસ્થિત બનાવે છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract